________________
૧૬૪
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪પ सूत्रसंमतिप्रदर्शनमत्यसमञ्जसं, ततः पुलाकबकुशप्रतिसेवाकुशीलत्रयवृत्त्यपकृष्टसंयमस्थाननियतसज्वलनोदयव्याप्य एव व्यापारविशेषः प्रतिषेवणारूपः स्वीकर्त्तव्यः, स एव च साधूनां गर्हणीय इति । “इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु ।।" इत्यनेन तदत्यंताभाव एव वीतरागस्य प्रतिपाद्यते, न तु द्रव्यहिंसाऽभावोऽपीति प्रतिपत्तव्यम् ।।४५।। ટીકાર્ય :
અથ ... પિત્તવ્યમ્ II અથથી પૂર્વપક્ષી કહે છે – ઉપશાંતમહવીતરાગને મોહનીયની સતાહેતુક ક્યારેક અનાભોગ સહકારિકરણના વશથી ગર્તાપરાયણ જનનું પ્રત્યક્ષપણું હોવાથી ગહણીય એવો જીવઘાત થાય જ છે, પરંતુ તેના વડેકગણીય એવા જીવઘાત વડે, યથાખ્યાતચારિત્રનો લોપ થતો નથી; કેમ કે ઉસૂત્રપ્રવૃત્તિનું જ તેના લોપનું હેતુપણું છે= થાખ્યાતચારિત્રના લોપનું હેતુપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ગહણીય જીવઘાત ઉસૂત્રપ્રવૃત્તિરૂપ કેમ નથી ? તેથી પૂર્વપક્ષી કહે છે – પ્રતિષિદ્ધના પ્રતિસેવનમાત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ નથી, પરંતુ સાંપરાયિકીક્રિયાના હેતુ એવા મોહનીયતા ઉદયથી સહકૃત પ્રતિષિદ્ધના સેવનથી ઉસૂત્રપ્રવૃતિ છે, અને તે સાંપરાયિકીક્રિયાના હેતુ એવા મોહનીયતા ઉદયથી સહકૃત પ્રતિસેવનવાળી ક્રિયા ઉપશાંતમોહવીતરાગને થતી નથી; કેમ કે તેનું મોહનીયતા અનુદયજન્ય ઈર્યાપથિકીક્રિયાથી બાધિતપણું છે.
કેમ ઉપશાંતમોહવીતરાગને ઉસૂત્રપ્રવૃત્તિ બાધિત છે ? તેમાં હેતુ કહે છે – ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયાનું સહાનવસ્થાન છે. જે કારણથી આગમ છે –
જેના ક્રોધ-માન-માયા-લોભ વિચ્છિન્ન છે તેના વડે ઈર્યાપથિકીક્રિયા કરાય છે તે પ્રમાણે જ યાવત્ ઉસૂત્રકરનારની સાંપરાયિકીક્રિયા કરાય છે. તે સાંપરાયિકીક્રિયા, ખરેખર ઉસૂત્ર જ કરાય છે. (ભગવતીસૂત્ર શતક૭, ઉદ્દેશો-૧) “ત્તિ' શબ્દ ભગવતીસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તે રીતે=ઉસૂત્રપ્રવૃત્તિનું અને ઈર્યાપથિકીક્રિયાનું સહાનવસ્થાન છે તે રીતે, આનાથી=ઉપશાંતવીતરાગથી, ઉસૂત્રપ્રવૃત્તિની પ્રતિબંધક એવી ભાવથી ઈર્યાપથિકીક્રિયા જ છે. અને યથાખ્યાતચારિત્રની પ્રતિબંધક એવી મોહનીયતા ઉદયજન્ય સાંપરાયિકીક્રિયા છે એ પ્રમાણે સમ્યગુ પર્યાલોચનમાં ઉપશાંત વીતરાગને ઉસૂત્રપ્રવૃત્તિ નથી અથવા યથાખ્યાતચારિત્રની હાનિ નથી. આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્રવ્યવધતું ગણીયપણું હોતે છતે અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપપણું હોતે છતે તેનાથી દ્રવ્યવધથી, ઉપશાંતમોહવાળાને પણ યથાખ્યાતચાસ્ત્રિના અને તિગ્રંથપણાના વિલોપના પ્રસંગનું વજલેપપણું છે.