________________
૧૬૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫
વિતરાગને ગહણીય કૃત્ય કાંઈ હોતું નથી એ બતાવવા માટે પૂર્વપક્ષીએ જે ઉપદેશપદની સાક્ષી આપી તે સાક્ષીનું વચન દ્રવ્યવધને આશ્રયીને નથી, પરંતુ ભાવપ્રાણાતિપાતનિષેધની અપેક્ષાએ છે. દ્રવ્યવધના વિષયમાં જે અશક્યપરિહારરૂપ હિંસા છે તે અગહણીય છે; કેમ કે દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ પ્રાણાતિપાતાદિ વ્રતભંગ સ્વરૂપ છે અથવા કેવલ ભાવપ્રાણાતિપાતાદિ વ્રતભંગ સ્વરૂપ છે.
માટે શિષ્ટલોકોને દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ હિંસા ગહણીય છે અથવા ભાવહિંસા ગણીય છે, પરંતુ યતનાપરાયણ મુનિથી અશક્યપરિહારને કારણે જે હિંસા થાય છે તે ગહણીય નથી એમ કેવલીના યોગને પ્રાપ્ત કરીને અશક્યપરિહારરૂપ હિંસા ગહણીય નથી. વળી, અશિષ્ટલીક વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર જે ગહ કરે છે તે અપ્રયોજક છે. જેમ કૂરકર્મવાળા જીવો ભગવાનની ગહ કરે છે કે ભગવાન સ્વયંભૂ નથી, પરંતુ મનુષ્ય છે માટે તેમને દેવ કહી શકાય નહીં અર્થાત્ ઉપાસ્ય એવા દેવ કહી શકાય નહીં. વળી, દિગંબરો કહે છે કે કવલાહાર કરનારા કેવલી હોઈ શકે નહીં. આ રીતે અશિષ્ટલોકો ભગવાનની ગહ કરે એટલામાત્રથી ભગવાનની અશક્યપરિહારરૂપ હિંસાને કારણે ભગવાનની પ્રવૃત્તિ ગણીય સિદ્ધ થતી નથી.
આ કથનથી એ ફલિત થાય કે કષાયની પરિણતિ જ જીવને માટે ગહણીય છે અને કષાયની પરિણતિના ઉચ્છેદ અર્થે જ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ ધારણ કરનારા મુનિઓ સ્વશક્તિઅનુસાર યતનાપરાયણ. થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમના યોગને આશ્રયીને થતી હિંસા ગહણીય નથી, પરંતુ તેઓમાં વર્તતો પ્રમાદ જ ગહણીય છે. આથી કોઈ મહાત્માના યોગથી બાહ્ય હિંસા ન થાય તો પણ તેઓમાં વર્તતો પ્રમાદનો યોગ ગહણીય છે; કેમ કે તે પ્રમાદને કારણે જ હિંસા નહીં થવા છતાં હિંસાને અનુકૂળ પ્રમાદરૂપ પરિણતિ હોવાને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ક્ષીણમોહવાળા કેવલી સર્વથા કષાય વગરના હોવાથી તેઓના પરિણામમાં ક્યારેય કર્મબંધને અનુકૂળ કષાયની પરિણતિ થતી નથી, તેથી જ શક્તિઅનુસાર જીવરક્ષા માટે કેવલી યત્ન પણ કરે છે, આમ છતાં અશક્યપરિહારરૂપ હિંસા થાય એટલામાત્રથી તેઓની પ્રવૃત્તિ ગહણીય છે એમ કહી શકાય નહીં. આની જ પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષી મોહની સત્તાથી દ્રવ્યહિંસા સ્વીકારે છે અને મોહના ઉદયથી ભાવહિંસા સ્વીકારે છે. આ પ્રમાણે તેના મતાનુસાર ઉપશાંતમોહરૂપ અગિયારમા ગુણસ્થાનકમાં મોહની સત્તાના કારણે ગહણીય એવું દ્રવ્યપ્રાણાતિપાત થાય છે તેમ તે સ્વીકારે છે. જો આમ સ્વીકારવામાં આવે તો અગિયારમા ગુણસ્થાનકમાં યથાખ્યાતચારિત્રના વિલોપનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે મોહની સત્તાના કારણે ગહણીય એવું પ્રાણાતિપાત તેઓના યોગથી થાય છે માટે પરિપૂર્ણ શુદ્ધચારિત્ર તેઓમાં નથી તેમ માનવું પડે. વસ્તુતઃ શાસ્ત્રકારોએ અગિયારમા ગુણસ્થાનકે યથાખ્યાતચારિત્ર માન્યું છે. ઉપશાંતમોહમાં થતી દ્રવ્યહિંસા ગહણીય નથી માટે જેમ અગિયારમાં ગુણસ્થાનકમાં અશક્યપરિહારરૂપ હિંસા ગહણીય નથી તેમ કેવલીની પણ અશક્યપરિહારરૂપ હિંસા ગણીય નથી એમ માનવું જોઈએ.