________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૧૧૫
एवं चेव, एवं मायावसट्टेवि, एवं लोभवसट्टेवि, जाव अणुपरि अट्टइ" (भगवती० श० १२, उ० १) इत्यादि - सूत्राणामपि तथात्वापत्तेरिति ।
ટીકાર્થ ઃ
यत्तु તથાત્વાપત્તેિિત । જે વળી, અત્થા ઇત્યાદિ સૂત્ર અભવ્યવિશેષને આશ્રયીને જાણવું. વળી અંતમાં=અત્યે સૂત્રના અંતમાં, નિર્વાણનું અકથન તેનું વ્યંજકપણું છે=અભવ્યનું વ્યંજકપણું છે, એ પ્રમાણે પર વડે કહેવાય છે. તે અસત્ છે; કેમ કે અંતમાં નિર્વાણના અભણનાદિ આવા પ્રકારના સૂત્રોનું અભવ્ય વિશેષ વિષયપણામાં ‘અસંવુડે નં’ ઇત્યાદિ સૂત્રોના પણ તથાત્વની આપત્તિ છે=અભવ્ય વિશેષ વિષયક સ્વીકારવાની આપત્તિ છે. એ પ્રકારે અન્વય છે.
.....
અને અસંવુડે નં૦' આદિ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે “અસંવૃત સાધુ આયુષ્ય કર્મને છોડીને સાત કર્મની પ્રકૃતિ શિથિલ બંધનથી બંધાયેલી દૃઢ બંધનથી બંધાયેલી કરે છે. હ્રસ્વકાલસ્થિતિવાળી સાત કર્મની સ્થિતિ દીર્ઘકાલસ્થિતિવાળી કરે છે. મંદ અનુભાગવાળાં કર્મોને=મંદ રસવાળાં કર્મોને, તીવ્ર રસવાળાં કરે છે, અલ્પ પ્રદેશાગ્રવાળાં કર્મોને બહુ પ્રદેશાગ્રવાળાં કરે છે=ઉદયને અભિમુખ જે કર્મોના પ્રદેશો અલ્પ હતા તે ઘણા પ્રદેશો થાય તેવા કરે છે. અને આયુષ્ય કર્મ ક્યારેક બાંધે છે અને ક્યારેક નથી બાંધતો. અને અશાતા વેદનીય કર્મ, ઘણું-ઘણું બાંધે છે. અને અનાદિ, અનવદગ્રવાળા=અપરિમિત, દીર્ઘ માર્ગરૂપ ચારઅંતવાળા સંસારરૂપ જંગલને અનુપરાવર્તન કરે છે.” “હે ભગવંત ! ક્રોધવશાર્ત જીવ શું બાંધે છે ? શું કરે છે ? શું એકઠું કરે છે ? શું ઉપચય કરે છે ? હે શંખ ! ક્રોધવશાર્ત જીવ આયુષ્ય વર્જી સાત કર્મપ્રકૃતિ શિથિલબંધથી બદ્ધ એ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પ્રથમ શતકમાં અસંવૃત અણગારનું જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે, યાવદ્ અનુપરિવર્તન કરે છે–ચાર ગતિરૂપ સંસારઅટવીમાં ભમે છે. માનવશાર્ત ભદંત ! જીવ એ રીતે જ=ક્રોધવશાર્ત જીવની જેમ જ, સંસારમાં ભટકે છે. એ રીતે માયાવશાર્ત જીવ પણ સંસારમાં ભટકે છે. એ રીતે લોભવશાર્ત પણ યાવત્ અનુપરિવર્તન કરે છે=ચારગતિના પરિભ્રમણનું અનુપરિવર્તન કરે
છે.”
ટીકાઃ
ननु यद्येवं " चत्तारि पंच..." इत्यादिसूत्रे जमालेर्नानन्तभवविषयता तदा निर्विषयता स्यात्, चतुःपञ्चशब्दाभ्यामेकार्थाऽनभिधानादिति चेत् न, “सिअ भंते! जीवे जाव चत्तारि पंच पुढवीकाइआ गतओ साहारणसरीरं बंधंति, एगतओ पच्छाहारेंति परिणार्मेति वा सरीरं वा बंधंति ? गो० णो इणट्ठे समट्ठे । सिअ भंते जाव चत्तारि पंच आउक्काइआ, एवं सिअ भंते जाव चत्तारि पंच तेउक्काइआ” इत्यादिषु सूत्रेषु भगवत्यां, “जया णं भंते तेसिं देवाणं इंदे चयइ से कहमिआणि पकरेइ ? जाव चत्तारि पंच सामाणिआ तं तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति" इत्यादि जीवाभिगमसूत्रेऽन्येषु च बहुषु स्थानेषु तयोः “सत्तट्ठ भवग्गहणाहं सत्तट्ठ पयाइं" इत्यत्र सप्ताष्टपदयोरिव संकेतविशेषादेकसंख्यावाचकत्वसिद्धेः । “पंच तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई” इत्यादिकोप्यादर्शान्तरे पाठोऽस्ति, तत्र च शङ्कालेशस्याप्यभाव एव ।