________________
૧૪૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ તેથી કેવલીથી ભિન્ન જ જ્ઞાનીના યોગથી ઈર્યાપથપ્રત્યયિક કર્મબંધને અનુકૂળ જીવહિંસાનું હતુપણું સિદ્ધ થાય છે, પરંતુ કેવલીના યોગને આશ્રયીને જીવહિંસાનું હેતુપણું નથી એ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે છે તે નિરસ્ત થાય છે; કેમ કે જેમ માર્ગના અચ્યવનથી ઉપસર્ગ-પરિષહજયનો પ્રયત્ન ફળવાન છે તેમ અશક્યપરિહારવાળી જીવવિરાધનાસ્થાનમાં પણ માર્ગના અચ્યવનથી જ કેવલીના જીવરક્ષાના પ્રયત્નનું સફળપણું છે, માટે કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ જીવહિંસા સ્વીકારવામાં કોઈ દોષ નથી.
ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે કે પ્રયત્ન કરવા છતાં પણ=જીવરક્ષા માટે પ્રયત્ન કરવા છતાં પણ, જીવરક્ષા થઈ શકી નહીં. આવી જીવહિંસા કેવલીથી થાય છે તેમ સ્વીકારીએ તો કેવલી જીવરક્ષા માટે પ્રયત્ન કરે છે પણ જીવરક્ષા કરી શકતા નથી તેથી તેમના પ્રયત્નના વૈફલ્યની સિદ્ધિ થાય. કેવલીના પ્રયત્નના વૈફલ્યને સ્વીકારીએ તો કેવલીમાં વયતરાયનો ક્ષય નિષ્ફળ છે તેમ માનવાની આપત્તિ આવે, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે કેવલીના કાયવ્યાપારથી સાધ્ય યતનાના વિષયપણાથી તેનું સાફલ્ય છે=કેવલી પોતાના કાયવ્યાપાર દ્વારા સાધ્ય એવી હિંસા વિષયક યતના કરે છે તેનાથી જ તેમના વીર્યાન્તરાયના ક્ષયનું સફલપણું છે. આવું ન માનવામાં આવે અને કહેવામાં આવે કે અશક્યપરિહારરૂપ હિંસાના પરિહારસ્થાનમાં પણ કેવલી જીવરક્ષા માટે યત્ન કરી શકતા નથી તેથી કેવલીના વીર્યમાં અવિશુદ્ધિ છે, તો નિગ્રંથ એવા અપ્રમત્તમુનિને પણ ચારિત્રની અવિશુદ્ધિની પ્રાપ્તિ થાય; કેમ કે નિગ્રંથ અપ્રમત્તમુનિ જીવરક્ષા માટે શક્ય પ્રયત્ન કરે છે, છતાં કોઈક સ્થાનમાં જીવરક્ષા કરી શકતા નથી તેથી તેઓનું પણ વીર્ય જીવહિંસાને કારણે અવિશુદ્ધ બને છે તેથી ચારિત્રની અશુદ્ધિની પ્રાપ્તિ થાય.
અહીં જો એમ કહેવામાં આવે કે અપ્રમત્તમુનિ જીવરક્ષા માટે ઉચિત યતનાવાળા છે માટે તેઓના ચારિત્રની અશુદ્ધિ નથી, તો તે રીતે કેવલી પણ જીવરક્ષામાં ઉચિત યતનાવાળા છે, તેથી અપ્રમત્તમુનિની જેમ તેઓમાં પણ શુદ્ધિ અવિશેષ છે.
આશય એ છે કે અપ્રમત્તમુનિ જિનવચનાનુસાર અપ્રમાદથી જીવરક્ષા માટે ઉચિત યત્ન કરતા હોય ત્યારે રાગાદિથી અનાકુળ વીતરાગગામી ઉપયોગપૂર્વકની તેઓની સંયમની પ્રવૃત્તિ છે. જેમ તેમના યોગથી થતી અશક્યપરિહારરૂપ હિંસાથી તેઓના સંયમમાં અશુદ્ધિ પ્રાપ્ત થતી નથી તે રીતે કેવલી પણ જીવરક્ષા માટે ઉચિત યતનાપરાયણ હોવા છતાં તેમના યોગને આશ્રયીને અશક્યપરિહારવિષયવાળી જીવહિંસાનો પરિહાર થતો નથી, તોપણ કેવલી વીતરાગભાવમાં સ્થિર છે તેથી તેઓને અચારિત્રની પ્રાપ્તિ નથી. માટે ચારિત્રમાં સ્થિર રીતે પ્રવર્તતું તેમનું વીર્ય અવિશુદ્ધિને પામતું નથી. જેમ અપ્રમત્તસાધુ ચારિત્રની વિશુદ્ધિવાળા હોય છે ત્યારે તેમનું વીર્ય અશુદ્ધિને પ્રાપ્ત કરતું નથી તેમ કેવલીનું પણ સદ્વર્ય વીતરાગભાવમાં સ્થિર હોવાથી અશુદ્ધિને પ્રાપ્ત કરતું નથી માટે કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા સ્વીકારવામાં કોઈ દોષ નથી.