________________
૧પ૦
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૪ આની વૃત્તિઓઘનિર્યુક્તિની વૃત્તિ, યથાથી બતાવે છે –
હું પ્રાણાતિપાતાદિનું વર્જન કરું છું એ પ્રકારે પરિણત છતો સાધુ સંપ્રાપ્તિમાં પણ; કોની સંપ્રાપ્તિમાં? એથી કહે છે – અતિપાતની=પ્રાણીના પ્રાણના વિનાશની, સંપ્રાપ્તિમાં પણ એમ ઉપરિષ્ટસંબંધ છે=ઉપરના કથન સાથે સંબંધ છે. તોપણ=પ્રાણીની હિંસાની પ્રાપ્તિ થાય છે તોપણ, વૈરથી કર્મબંધથી, મુકાય છે. જે વળી ક્લિષ્ટ પરિણામવાળા છે=જીવરક્ષાના અયતનાના પરિણામવાળા છે, તે અવ્યાપાદનમાં પણ=જીવહિંસા નહીં થવા છતાં પણ, વૈરથી મુકાતા નથી.”
એથી જાણીને જીવઘાતનું ઈથપથપ્રત્યયિક કર્મબંધજનામાં યતના પરિણામના સહકારીત્વના પ્રતિપાદનાર્થ માટે “પ્રયત્ન કરવા છતાં પણ રક્ષણ કરાયું નહીં” એ પ્રમાણે કહેવાયું છે એમ બીજા કહે છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે છબસ્થ એવા અપ્રમત્તમુનિ અને કેવલી બંને જીવરક્ષા માટે સમાન યત્ન કરતા હોય છે તેથી બંનેમાં સમાન શુદ્ધિ છે માટે અશક્યપરિહારવાળી જીવહિંસામાં કેવલીને દોષ નથી ત્યાં પૂર્વપક્ષી કહે છે –
અશક્યજીવરક્ષાસ્થલીયયતનામાં તેના રક્ષાના અભાવ પ્રત્યે રક્ષાના ઉપાયનું અજ્ઞાન જ હોય છે તેથી છબી એવા નિગ્રંથને તેમના યોગને આશ્રયીને હિંસા થવા છતાં ચારિત્રનો દોષ નથી. કેવલીને અશક્યજીવરક્ષાસ્થલીયયતનામાં અજ્ઞાન સંભવે નહીં=જીવરક્ષાના ઉપાયનું અજ્ઞાન સંભવે નહીં એથી કેવલીના યોગોથી અવશ્ય જીવરક્ષા થાય છે તેમ જ સ્વીકારવું જોઈએ. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કેવલીનો તેવા પ્રકારનો પ્રયત્ન જ જીવરક્ષાનું ઉપાયપણું છે આથી જ કેવલી પણ જીવરક્ષા માટે ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે. તેથી નક્કી થાય છે કે કેવલીના યોગોથી જ જીવરક્ષા થતી નથી. પરંતુ કેવલીના તેવા પ્રકારના પ્રયત્નથી જ જીવરક્ષા થાય છે માટે અશક્ય પરિહારવાળી જીવહિંસામાં કેવલીને દોષની પ્રાપ્તિ નથી.
આ કથનમાં ગ્રંથકાર પ્રજ્ઞાપનાની સાક્ષી આપે છે – કોઈ કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થયેલા હોય, ત્યારપછી યોગનિરોધ પૂર્વ તેઓ કેવા પ્રકારના કાયયોગોનો વ્યાપાર કરે છે ? તે પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવે છે –
કાયયોગનો વ્યાપાર કરતાં કેવલી કોઈક સ્થાનથી આવે, કોઈક સ્થાને જાય, અથવા કોઈક સ્થાને ઊભા રહે અથવા કોઈક સ્થાને બેસે અથવા ત્વચ વર્તન કરે અથવા ઉલ્લંઘન-પ્રલંઘન કરે અને સમુદ્યાત કરતાં પૂર્વે કોઈકના પીઠફલકાદિ લાવેલા હોય તો પાછા આપે આ સર્વ કૃત્યો કર્યા પછી કેવલી યોગનિરોધ માટે યત્ન કરે છે.