________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
વક્રમાર્ગ આશ્રયણ કરાય છે તો વિચારકોને તમારી ઉપહાસપાત્રતા છે જે કારણથી આ રીતે=પૂર્વપક્ષી વક્રમાર્ગ સ્વીકારે છે એ રીતે, અનુપાયથી જ તેમની રક્ષાનો અભાવ છે એ પ્રમાણે વક્તવ્ય થાય; પરંતુ ઉપાયના અનાભોગથી નહીં એથી કારણનું વૈકલ્ય જ કાર્ય વિઘટનમાં તંત્ર છે, વળી કારણના જ્ઞાનનું વૈકલ્ય પણ નહીં. અને કેવલીના યોગોનું સ્વરૂપથી જ જીવરક્ષાનું હેતુપણું છે એ પણ યુક્તિવાળું નથી; કેમ કે ઉલ્લંઘન-પ્રલંઘન આદિના વૈફલ્યની આપત્તિ છે.
૧૫૧
અહીં પ્રશ્ન થાય કે કેવલીના યોગોને સ્વરૂપથી જ જીવરક્ષાના હેતુ સ્વીકારીએ તો ઉલ્લંઘન-પ્રલંઘનાદિના વૈફલ્યની આપત્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે -
-
કેવલીના યોગોથી સ્વતઃ જ જીવરક્ષાની સિદ્ધિ થયે છતે ત્યાં=જીવરક્ષાના વિષયમાં, તેની અન્યથાસિદ્ધિ છે=ઉલ્લંઘન-પ્રલંઘનાદિની નિરર્થકતાની સિદ્ધિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે કેવલી જીવરક્ષાર્થે ઉલ્લંઘન-પ્રલંઘન કરતા નથી, પરંતુ ઉચિત વ્યવહાર અર્થે ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે; વસ્તુતઃ તેમના યોગથી જીવહિંસા થતી નથી. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી અન્ય તર્ક આપે છે -
-
અને અનુપાયના વિષયમાં પણ=જીવરક્ષાના અનુપાયભૂત એવા ઉલ્લંઘન-પ્રલંઘનાદિના વિષયમાં, પણ ક્રિયાના વ્યાપારનો સ્વીકાર કરાયે છતે=કેવલીની ક્રિયાના વ્યાપારનો સ્વીકાર કરાયે છતે, કોશાદિની સ્થિતિના સાધન માટે પણ તેના અભ્યુપગમનો પ્રસંગ છે. અને જો સાધ્વાચારવિશેષના પરિપાલન માટે જ કેવલીનો આ વ્યાપાર છે=ઉલ્લંઘન-પ્રલંઘનાદિનો વ્યાપાર છે, પરંતુ જંતુરક્ષા નિમિત્તે નથી; કેમ કે તેનું જીવરક્ષાનું સ્વતઃ સિદ્ધપણું હોવાને કારણે તેના સાધનના ઉદ્દેશનું વૈયર્થપણું છે. વળી જંતુરક્ષા નિમિત્તપણું ઉપચારથી જ કહેવાય છે અને મુખ્ય પ્રયોજનની સિદ્ધિનું તકલ્ય નથી એ પ્રમાણે વક્રકલ્પના તારા વડે આશ્રય કરાય છે=પૂર્વપક્ષી વડે આશ્રય કરાય છે, તો સ્વશસ્ત્ર સ્વઉપઘાત માટે છે એ પ્રકારના ન્યાયનો પ્રસંગ છે; કેમ કે આ રીતે=પૂર્વપક્ષીએ વક્રકલ્પના કરી એ રીતે, અશક્યપરિહારવાળી જીવહિંસાના સ્થળમાં પણ સાધ્વાચારવિશેષના પરિપાલનના અર્થવાળા ભગવાનના પ્રયત્નના સાર્થક્યની સિદ્ધિ હોતે છતે “જાણવા છતાં જે જીવો યોગને પામીને વિનાશ પામે છે” તે સ્થાનમાં છદ્મસ્થ જ અધિકૃત છે એ પ્રકારની સ્વપ્રકિયાના ભંગનો પ્રસંગ છે=પૂર્વપક્ષીની સ્વમાન્યતાના ભંગનો પ્રસંગ છે, તે કારણથી આભોગથી અથવા અનાભોગથી થનારી હિંસામાં પ્રાણાતિપાત પ્રત્યય કર્મબંધજનક યોગશક્તિનું વિઘટન યતનાપરિણામથી કરાય છે એ અર્થના પ્રતિપાદન માટે “અને પ્રયત્ન કરતાં પણ રક્ષણ કરી શકાયું નહીં" એ પ્રમાણે કહેવાયું છે, આથી જ સૂત્રમાં પણ આ રીતે જ વ્યવસ્થિત છે. તે આ પ્રમાણે
-
“હું વર્ઝન કરું છું એ પ્રકારે પરિણત એવા=સાધુ પ્રાપ્તિ હોવા છતાં=જીવહિંસાની પ્રાપ્તિ હોવા છતાં, વૈરથી મુકાય છે. નહીં વ્યાપાદન કરતો પણ=જીવહિંસા નહીં કરતો પણ, અતિપાતના ક્લિષ્ટભાવવાળો મુકાતો નથી=વૈરથી મુકાતો નથી." (ઓઘનિર્યુક્તિ ગાથા-૬૧)