________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪
૧૫૭ કેવલજ્ઞાનના ઉત્પત્તિ સમયમાં જ કેવલી વડે સર્વકાલીન સર્વ પણ કાર્ય નિયત કારણસામગ્રી સહિત જ જોવાયું છે. ત્યાં કેવલી વડે પોતાનો પ્રયત્ન પણ વિવક્ષિત જીવરક્ષાની નિયત કારણસામગ્રીમાં અંતભૂત જોવાયો છે ? કે અનંતભૂત જોવાયો છે ? તે પ્રકારે બે વિકલ્પો સંભવે છે.
આદ્ય વિકલ્પમાં વિવક્ષિત જીવરક્ષાના નિયત કારણસામગ્રીના અંતભૂત વિજ પ્રયત્ન પણ જોવાયો છે એ પ્રકારના આદ્ય વિકલ્પમાં, કેવલીના પ્રયત્નનું વૈફલ્ય ન થાય; કેમ કે કેવલીને વિવક્ષિત જીવરક્ષાના નિયતકારણસામગ્રી અંતભૂતપણાવડે તિજ પ્રયત્નનું દષ્ટપણું છે. બીજા વિકલ્પમાં= વિવક્ષિત જીવરક્ષાના નિયતકારણસામગ્રીના અનંતભૂત તિજ પ્રયત્ન જોવાયો છે એ પ્રકારના બીજા વિકલ્પમાં, વિવલિત જીવરક્ષા માટે કેવલીનો પ્રયત્ન જ સંભવે નહીં; કેમ કે કેવલી વડે જીવરક્ષાની સામગ્રીમાં અનંતભૂતપણા વડે પોતાનો પ્રયત્ન જોવાયો છે. એથી “પ્રયત્ન કરવા છતાં પણ રક્ષણ કરી શકાયું નહીં” એ પ્રકારનું ઓઘનિર્યુક્તિનું વચન છદ્મસ્થ સંયતને આશ્રયીને જ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની કલ્પના પણ અપાસ્ત છે; કેમ કે સ્વવ્યવહારના વિષયની સાથે નિયતપણા વડે જ કેવલી દ્વારા સ્વપ્રયત્નનું દષ્ટપણું છે એ પ્રમાણે દિશા છે. II૪૪ના ભાવાર્થ -
કેવલીના યોગોથી હિંસા થતી નથી એ પ્રકારે સ્થાપન કરવા માટે પૂર્વપક્ષી કહે છે કે કોઈ મહાત્મા જીવહિંસાના વર્જનના અભિપ્રાયવાળા હોય અને અનાભોગના વશથી તેમના યોગને આશ્રયીને જીવઘાત થાય છે તે દ્રવ્યહિંસાત્મક હોય છે માટે તે દ્રવ્યહિંસા કર્મબંધનો હેતુ થતી નથી; કેમ કે કોઈ જીવ ન મરે તેવા ઉચિત જયણાના પરિણામવાળા તે મહાત્મા છે.
આ સ્થાનમાં તે મહાત્માનો વર્જનાનો અભિપ્રાય કેવા પ્રકારનો છે ? તેને સ્પષ્ટ કરતાં પૂર્વપક્ષી કહે છે –
જીવઘાતમાં નિયમથી દુર્ગતિનો હેતુ એવો કર્મબંધ થાય છે, એ પ્રકારનો મહાત્માનો અભિપ્રાય છે. આ અભિપ્રાયને કારણે જ ગમનાદિકાળમાં જીવહિંસાના વર્જનનો અભિપ્રાય તેઓને વર્તે છે. આવું ન માનો તો સુગતિના હેતુ એવા જ્ઞાનાદિની આરાધનામાં પણ તે મહાત્માઓને વર્જન અભિપ્રાય પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ દુર્ગતિઓના અનર્થના રક્ષણાર્થે જ મહાત્માઓને જીવહિંસાના વર્જનનો અભિપ્રાય ઉત્પન્ન થાય છે, પરંતુ સદ્ગતિઓના કારણભૂત જ્ઞાનાદિમાં યત્નના વર્જનનો અભિપ્રાય થતો નથી.
વળી કેવલીને જીવહિંસાના વર્જનનો અભિપ્રાય સંભવતો નથી; કેમ કે કેવલીને કેવલજ્ઞાનથી નિર્ણત છે કે જ્યાં સુધી પોતે યોગવાળા છે ત્યાં સુધી પોતે સામાયિકના પરિણામને કારણે શાતાવેદનીયકર્મ બાંધશે, પરંતુ દુર્ગતિના કારણભૂત કર્મબંધ પોતાને થશે નહીં. તેથી કેવલીને દુર્ગતિનું કારણ એવા કર્મબંધના વર્જનાર્થે જીવહિંસાના વર્જનનો અભિપ્રાય પણ સંભવતો નથી. જીવઘાત અને તર્જનિત કર્મબંધનો અભાવ એ બંને વસ્તુ અનાભોગવાળા સાધુઓને આશ્રયીને જ સિદ્ધ થાય છે, કેવલીને આશ્રયીને નહીં, એ પ્રકારનો