________________
૧૫૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ પરનો મત છે, જે અસત્ છે; કેમ કે પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં કેવલીને વર્જનાનો અભિપ્રાય હોય છે તેમ કહેલું છે.
અહીં પ્રશ્ન થાય કે કેવલીને પોતાના યોગથી દુર્ગતિના કારણભૂત કર્મબંધન સંભવ નથી તેવું સ્પષ્ટ જ્ઞાન છે, આમ છતાં જીવહિંસાના વર્જનાનો અભિપ્રાય કયા પ્રયોજનથી છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
કેવલીને પોતાને દુર્ગતિના હેતુભૂત કર્મબંધનો અભાવ છે તેવો નિર્ણય હોવા છતાં પણ સ્વરૂપથી વર્જનીય એવી હિંસા આદિમાં વર્જનનો અભિપ્રાય સામાયિકના પરિણામથી જ વર્તે છે; કેમ કે સામાયિકનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ પ્રધાન હોય છે એથી પોતાના યોગને આશ્રયીને કોઈ જીવોની હિંસા ન થાય એવી ઉચિત પ્રવૃત્તિરૂપ હિંસાના વર્જનનો અભિપ્રાય કેવલીને સંભવે છે. જો આવું માનવામાં ન આવે તો કેવલીને અનેષણીય એવા આહારના પરિવારનો પરિણામ પણ થવો જોઈએ નહીં; કેમ કે કેવલીને નિર્ણય છે કે અનેષણીય આહારથી પણ તેમને ક્લિષ્ટ કર્મબંધ થવાનો નથી. જો આવું સ્વીકારવામાં આવે તો=કેવલીને અનેષણીય આહારના ગ્રહણથી પણ ક્લિષ્ટ કર્મબંધ નથી માટે તેમને અનેષણીય આહારના વર્જનનો અભિપ્રાય નથી એવું સ્વીકારવામાં આવે તો, પ્રજ્ઞપ્તિસૂત્રના પાઠનો વિરોધ આવે; કેમ કે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કેવલજ્ઞાન થયા પછી વિરભગવાને શિષ્યને કહેલું કે રેવતી ગાથાપતિ નામની શ્રાવિકાએ મારા માટે બે કુષ્માંડફલ કર્યા છે, તે મારા માટે અનેષણીય હોવાથી ઇષ્ટ નથી, તેથી વીરભગવાનનો અનેષણીય આહારના પરિવારનો અભિપ્રાય પ્રજ્ઞપ્તિસૂત્રથી અભિવ્યક્ત થાય છે તે રીતે યોગને આશ્રયીને જીવની હિંસાના વિષયમાં પણ કેવલીનો વર્જનનો અભિપ્રાય સ્વીકારવો જોઈએ.
આનાથી શું ફલિત થાય ? તે ગ્રંથકારશ્રી કહે છે – પોતાની ભૂમિકાને ઉચિત એવા વ્યવહારને અનુસાર કેવલીને વર્જન આદિ અભિપ્રાય સંભવે છે અર્થાત્ ગમનાદિકાળમાં જીવહિંસાના વર્જનનો અભિપ્રાય સંભવે છે, આહાર આદિ ગ્રહણના કાળમાં અનેષણીયના વર્જનનો અભિપ્રાય સંભવે છે. ઉપદેશ આદિની પ્રવૃત્તિમાં અયોગ્ય જીવોનું અહિત ન થાય તદર્થ તેઓને ઉપદેશના પરિવારનો યત્ન સંભવે છે. વળી, કેવલીના યત્નને સફલપણું શક્યવિષયની અપેક્ષાએ જ છે અર્થાત્ જીવરક્ષા માટે યત્ન કરે છતાં જે સ્થાનમાં જીવરક્ષા તેમના પ્રયત્નથી શક્ય હોય તે સ્થાનમાં જ તેમના પ્રયત્નનું સફલપણું છે, જે સ્થાનમાં જીવહિંસાનો પરિહાર અશક્ય છે તે સ્થાનમાં કેવલી દ્વારા કરાયેલા યત્નથી પણ જીવરક્ષા થતી નથી, તે અપેક્ષાએ તેમના પ્રયત્નનું સફલપણું નથી તોપણ પોતાના સામાયિકપરિણામના મહિમાથી કેવલી જીવરક્ષાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારે ગ્રંથકારશ્રીએ સમાધાન કર્યું એના દ્વારા પૂર્વપક્ષીની અન્ય કલ્પના પણ નિરસ્ત થાય છે.
કયા પ્રકારના પૂર્વપક્ષીની અન્ય કલ્પના છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – કેવલીને કેવલજ્ઞાનના ઉત્પત્તિ સમયમાં જ પોતાનું સર્વકાલીન સર્વ પણ કાર્ય નિયત કારણસામગ્રી સહિત જ જોવાયું છે, તેથી તેઓને કેવળજ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે કે આ આ ક્ષણમાં આ આ પ્રકારનો