________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
ટીકાઃ
न चाशक्यजीवरक्षास्थलीययतनायां तद्रक्षोपहितत्वाभावो रक्षोपायानाभोगस्यैव दोषो, न तु निर्ग्रन्थस्य चारित्रदोषः, स्नातकस्य तु केवलित्वान्न तदनाभोगः संभवतीति तद्योगा रक्षोपहिता एव स्वीकर्त्तव्या इति वाच्यं, तथाविधप्रयत्नस्यैव जीवरक्षोपायत्वात्, केवलिनापि तदर्थमुल्लङ्घनप्रलङ्घनादिकरणात् । तदुक्तं प्रज्ञापनायां समुद्घातान्निवृत्तस्य केवलिना काययोगव्यापाराधिकारे " कायजोगं जुंजमाणे आगच्छेज्ज वा गच्छेज्ज वा चिट्टेज्ज वा णिसीएज्ज वा, तुअट्टेज्ज वा, उल्लंघेज्ज वा, पलंघेज्ज वा, पाडिहारियं पीढफलगसेज्जासंथारगं पच्चप्पिणेज्जत्ति ।। " ( पद - ३६) अत्र " उल्लंघेज्ज वा पलंघेज्जवा" इत्येतत्पदव्याख्यानं ' अथवा विवक्षिते स्थाने तथाविधसंपातिमसत्त्वाकूलां भूमिमवलोक्य तत्परिहाराय जन्तुरक्षानिमित्तमुल्लङ्घनं प्रलङ्घनं वा कुर्यात् । तत्र सहजात्पादविक्षेपान्मनागधिकतरः पादविक्षेप उल्लङ्घनं, स एवातिविकटः प्रलङ्घनमिति ।” स च जीवरक्षोपायप्रयत्नो निर्ग्रन्थेन ज्ञात एवेति तस्याशक्यपरिहारजीवहिंसायां तद्रक्षाविघटको नाऽनाभोगः किन्त्वशक्तिः, सा च योगापकर्षरूपा निर्ग्रन्थस्नातकयोः स्थानौचित्येनाविरुद्धेति प्रतिपत्तव्यम् ।
44
यथा
ઢીકાર્થ ઃ
न चाशक्य પ્રતિપત્તવ્યમ્ । અહીં પૂર્વપક્ષી કહે છે કે અશક્યજીવરક્ષાસ્થલીય યતામાં રક્ષાના ઉપાયનો અનાભોગનું જ તદ્રુક્ષાઉપહિતત્વનો અભાવ દોષ છે, પરંતુ નિગ્રંથસાધુના ચારિત્રમાં દોષ નથી. વળી, સ્નાતકનું કેવલીપણું હોવાથી તેનો=જીવરક્ષાના ઉપાયનો, અનાભોગ સંભવતો નથી એથી તેમના યોગો=કેવલીના યોગો, રક્ષાઉપહિત જ=જીવોની રક્ષાથી યુક્ત જ, સ્વીકારવા જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે તેવા પ્રકારના પ્રયત્નનું જ=જીવરક્ષાને અનુકૂળ પ્રયત્નનું જ, જીવરક્ષાનું ઉપાયપણું હોવાથી કેવલી વડે પણ તેના માટે=જીવરક્ષાના ઉપાય માટે, ઉલ્લંઘન-પ્રલંઘન આદિનું કરણ છે. તે=કેવલી જીવરક્ષા માટે ઉલ્લંઘન પ્રલંઘન કરે છે તે, પ્રજ્ઞાપનામાં સમુદ્ઘાતથી નિવૃત્ત એવા કેવલીના કાયયોગવ્યાપારના અધિકારમાં કહેવાયું છે
-
......
-
૧૪૯
“કાયયોગનો વ્યાપાર કરતાં આવે અથવા જાય અથવા ઊભા રહે અથવા બેસે અથવા ત્વચનું વર્તન કરે=દેહ ઉપર કોઈ જીવ હોય તો તેના રક્ષણ અર્થે ત્વચાનું વર્તન કરે, ઉલ્લંઘન કરે, પ્રલંઘન કરે, પ્રાતિહારિક પીઠ, ફળક, શૈયા, સંથારક પ્રત્યર્પણ કરે.” (પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૩૬)
અહીં=પ્રજ્ઞાપનાના પાઠમાં, “ઉલ્લંઘન કરે અથવા પ્રલંઘન કરે” એ પદનું વ્યાખ્યાન ‘યથા’થી બતાવે છે – “અથવા વિવક્ષિત સ્થાનમાં તેવા પ્રકારના સંપાતિમ જીવોથી આકુળ ભૂમિને જોઈને તેના પરિહાર માટે જન્તુની રક્ષા નિમિત્તે ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે અર્થાત્ કેવલી ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે ત્યાં ઉલ્લંઘન-પ્રલંઘનમાં સહજ પાદનિક્ષેપથી થોડાક અધિકતર પાદનિક્ષેપથી ઉલ્લંઘન છે તે જ અતિવિકટ=અતિશયવાળો પ્રલંઘન છે” અને તે જીવરક્ષાના ઉપાયનો પ્રયત્ન નિગ્રંથથી જ્ઞાત જ છે. એથી તેની=તિગ્રંથની, અશક્યપરિહારવાળી