________________
૧૪૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
અને ‘પ્રયત્ન કરવા છતાં પણ' એ કથન દ્વારા પ્રયત્નના વૈફલ્યની સિદ્ધિ નથી=કેવલીના જીવરક્ષા માટેના પ્રયત્નના વૈફલ્યની સિદ્ધિ નથી; કેમ કે પોતાના કાયવ્યાપારથી સાઘ્ય યતનાના વિષયપણાથી તેનું સફલપણું છે=જીવરક્ષા માટેના પ્રયત્નનું સફ્ળપણું છે. અન્યથા=જીવરક્ષા માટે યતના હોવાને કારણે જીવહિંસા થવા છતાં કેવલીના પ્રયત્નને સફળ સ્વીકારવામાં ન આવે તો, તેના વડેયતના રાખવા છતાં કેવલીના પ્રયત્નથી હિંસા થાય છે તેના વડે, કેવલીના વીર્યની અશુદ્ધિ આપાદાન કરતા એવા પૂર્વપક્ષીને જીવરક્ષા માટે યત્ન કરનારા નિગ્રંથ સાધુને પણ ચારિત્રની અવિશુદ્ધતાની આપત્તિ છે.
કેમ જીવરક્ષા માટે યત્ન કરનારા પણ નિગ્રંથ સાધુને ચારિત્રની અવિશુદ્ધતાની પ્રાપ્તિ થાય છે ? તેમાં હેતુ કહે છે
તેમની હિંસાનું પણ=અપ્રમત્ત એવા નિગ્રંથની હિંસાનું પણ, આચારરૂપ પ્રયત્નથી ઘટિતપણું છે. માટે ચારિત્રની અવિશુદ્ધિની આપત્તિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે નિગ્રંથ સાધુ જીવરક્ષા માટે યતનાવાળા છે માટે ચારિત્રની અવિશુદ્ધિની પ્રાપ્તિ થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે અને યતનાપણાથી ઉભયત્ર=તિગ્રંથ સાધુમાં અને કેવલીમાં શુદ્ધિનો અવિશેષ છે.
—
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ભગવાનના ઉપદેશના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે કેવલી સર્વ જીવોની રક્ષા માટે યત્ન કરનારા હોવા છતાં અશક્યપરિહારવાળી હિંસા થવામાત્રથી તેમના વીર્યંતરાયનો ક્ષય વિફળ નથી ત્યાં પૂર્વપક્ષી કહે છે કે ભગવાનની દેશનામાં અયોગ્ય જીવોને આશ્રયીને ઉપદેશનું વિફલપણું નથી; કેમ કે અલ્પસંસારી જીવોની અપેક્ષાએ ભગવાનનો ઉપદેશ સફળ છે અને અયોગ્ય જીવોની અપેક્ષાએ ઉપદેશના વૈફલ્યનું અવાસ્તવિકપણું છે; કેમ કે તેમને આશ્રયીને ભગવાનના ઉપદેશની પ્રવૃત્તિ નથી જ્યારે જીવરક્ષા વિષયક ભગવાનનો યત્ન તો સર્વ જીવોને આશ્રયીને જીવરક્ષા માટે સમાન છે છતાં અશક્યપરિહારવાળી જીવવિરાધના કેવલીથી થાય છે એમ સ્વીકારવામાં તેમના વીર્યંતરાયના ક્ષયને વિફળ સ્વીકારવાની આપત્તિ આવશે; કેમ કે તે જીવોની રક્ષા માટે કેવલીએ યત્ન કર્યો હોવા છતાં કેવલીના પ્રયત્નથી તે જીવોનું રક્ષણ થયું નહીં માટે તેમનું ક્ષાયિકવીર્ય નિષ્ફળ છે તેમ માનવું પડે. કેવલીના ક્ષાયિકવીર્યને સફળ સ્વીકારવા માટે ભગવાનના યોગોમાં હિંસાને અનુકૂળ સ્વરૂપ નથી તેમ સ્વીકારવું જોઈએ. અર્થાત્ અન્ય છદ્મસ્થ જીવોના યોગોથી હિંસા થઈ શકે એવું તેઓના યોગોનું સ્વરૂપ છે પરંતુ ભગવાનના યોગોનું સ્વરૂપ જ એવું છે કે તેમના યોગોથી હિંસા થાય નહીં.
તેને ગ્રંથકારશ્રી કહે છે
એમ ન કહેવું; કેમ કે એ પ્રમાણે સ્વીકારવાથી ભગવાનનો ક્ષુધા-પિપાસાના પરિષહના જયનો પ્રયત્ન,