________________
૧૪૫
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૪ ઇતરની અપેક્ષાથી ભારેકર્મી જીવોની અપેક્ષાએ, વૈફલ્યનું ઉપદેશના વૈફલ્યનું, ત્યાં=શનામાં, અવાસ્તવપણું છે. વળી અશક્યપરિહારવાળી જીવવિરાધનામાં તેમની રક્ષાનો પ્રયત્ન=કેવલીનો જીવરક્ષાનો પ્રયત્ન, સર્વથા વિફળ છે, એ પ્રકારે વૈષમ્ય છે=દેશનાના અને જીવરક્ષાના પ્રયત્નમાં વૈષમ્ય છે. એથી ત્યાં કેવલીથી જીવરક્ષા ન થાય તે સ્થાનમાં, વિયતરાયના ક્ષયના વૈફલ્યની આપત્તિ છે. એથી તેના સાફલ્ય માટે કેવલીના ક્ષાયિક ભાવના વીર્યના સાફલ્ય માટે ભગવાનના યોગોનું હિંસામાં સ્વરૂપ અયોગ્યપણું જ સ્વીકારવું જોઈએ. તે પ્રમાણે શંકા કરવી નહિ; કેમ કે આમ હોતે છતે કેવલીના યોગોથી હિંસા થાય છે તેમ સ્વીકારવામાં વીઆંતરાયના ક્ષયના વિફલપણાની આપત્તિ છે એમ હોતે છતે, ભગવાનના સુધા-પિપાસા પરિષહલા વિજયનો પ્રયત્ન સુધા-પિપાસાના વિરોધ વગર વિફળ જ છે. એથી વીતરાયના ક્ષયના વૈફલ્યની આપત્તિના નિરાસ માટે ભગવાનનું સુધા-પિપાસામાં પણ સ્વરૂપઅયોગ્યપણું કલ્પનીય છે એ પ્રમાણે કહેતા એવા દિગંબરને દૂષણ આપવું યોગ્ય ન થાય. અને જો સુધા-પિપાસાનો વિરોધ કરવા માટે અશક્યપણું હોવાથી તેમાં પરિષદના વિજયનો પ્રયત્ન માર્ગના અચ્યવનાદિ સ્વરૂપથી જ ભગવાનનો ફળવાન છે એ પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા વિભાવન કરાય તો અશક્યપરિહારવાળી જીવવિરાધનાનો પણ ત્યાગ કરવા માટે અશક્યપણું હોવાથી ત્યાં જીવરક્ષાના વિષયમાં, ભગવાનના જીવરક્ષાના પ્રયત્નનું પણ તે પ્રકારના સ્વરૂપથી જ માર્ગ અચ્યવન આદિ સ્વરૂપથી જ, ફળવાનપણું છે. એથી શું વૈષમ્ય છે ? અર્થાત્ કોઈ વૈષમ્ય નથી.
આ રીતે, પૂર્વપક્ષીનું કથન નિરાસ થાય છે એમ આગળ સાથે સંબંધ છે. અને તે પૂર્વપક્ષીનું કથન બતાવે છે – “જાણતાં-અજાણતાં એવા તેના જ્ઞાનીના યોગને આશ્રયીને જે જીવો વિનાશ પામે છે તેને તે જ્ઞાનીને હિંસાનું ફળ નથી.” li૭૫ના
“તેના કર્મક્ષય માટે અભ્યઘત આવા પ્રકારના જ્ઞાનીના, અજાણતાં; કોને અજાણતાં ? જીવોને અજાણતાં, કેવી રીતે ? પ્રયત્ન કરતાં પણ, કોઈક રીતે પ્રાણી જોવાયો નહિ અને વ્યાપાદિત કરાયો. તથા સંચેતન કરતા એવા જ્ઞાનીના કેવી રીતે ? અહીં પ્રાણી છે એ પ્રમાણે જ્ઞાત અને દષ્ટ છે, અને પ્રયત્ન કરવા છતાં પણ રક્ષણ કરવા માટે સમર્થ ન થયા એવા જ્ઞાનીના યોગને પામીને હિંસા થાય છે, એમ અવય છે. અને તેથી એવા પ્રકારના જાણતા જ્ઞાનીના અથવા નહીં જાણતા એવા જ્ઞાનના યોગને=કાયાદિવ્યાપારને, પ્રાપ્ત કરીને જે જીવો નાશ પામે છે ત્યાં તે સાધુને હિંસાનું ફળ નથી=સંસારનું જનન એવો સાંપરાયિક કર્મબંધ નથી=દુ:ખનું કારણ એવો કષાયવિષયક કર્મબંધ નથી. અને જો કર્મબંધ થાય છે તો ઈર્યાપ્રત્યયિક કર્મબંધ થાય છે. જે એક સમયમાં બંધાયું અને અન્ય સમયમાં ક્ષય થાય છે.” આ પ્રકારના ઓઘનિર્યુક્તિ સૂત્રવૃત્તિનાં વચનમાં પ્રયત્ન કરવા છતાં પણ રક્ષણ કરી શકાયું નહિ એ પ્રતીકનું દર્શન હોવાથી જીવરક્ષાના ઉપાયમાં અનાભોગથી જ તે અર્થની ઉત્પત્તિ હોવાથી કેવલી ભિન્ન જ એવા જ્ઞાતીના યોગોને હેતુપણું સિદ્ધ થાય છે, પરંતુ કેવલીનું નહિ આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન નિરસ થાય છે.