________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
પૂર્વપક્ષીએ આપેલ આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે
પોતાના ઉપદેશથી કોઈક જીવ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વ આદિ ગુણો પામવાનો છે એવું કેવલીને જણાય ત્યારે જ કેવલીના ઉપદેશની પ્રવૃત્તિ હોય છે. આવું ન જણાય તો અમૂઢલક્ષ્યવાળા એવા કેવલી ઉપદેશ આપતા નથી.
કેમ આપતા નથી ? તેથી કહે છે
તે ત્રણકાળમાં ક્યારેય થયું નથી, થતું નથી અને થશે નહીં એ પ્રકારનો અર્થ ‘વિસ્મિ’થી ગ્રહણ કરવાનો છે. તેથી ત્રણે કાળમાં જ્યારે ભગવાન દેશના આપે ત્યારે અવશ્ય તેનાથી કોઈકને લાભ થાય છે તેમ નક્કી થાય છે. માટે કેવલીનો ઉપદેશનો પ્રયત્ન ક્યારેય વિફળ બને નહીં તે રીતે કેવલીનો જીવરક્ષાનો પ્રયત્ન પણ ક્યારેય વિફળ બને નહીં, માટે કેવલીના યોગથી હિંસા થઈ શકે નહીં. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. આને જ દૃઢ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે
-
૧૪૩
‘ક્ષીણવીર્માંતરાયવાળા એવા કેવલીને માટે અશક્યપરિહારરૂપ જીવવિરાધના સંભવતી નથી.’ પૂર્વપક્ષીના આ કથનનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
=
જે પ્રમાણે ભગવાનનો ઉપદેશનો પ્રયત્ન સામાન્યથી સર્વજીવના હિતના ઉદ્દેશના વિષયવાળો હોવા છતાં લઘુકર્મી સંસારી જીવોમાં જ સફળ થાય છે, ભારેકર્મી જીવોમાં સફળ થતો નથી; પરંતુ તેઓને વિપરીત પરિણમન પામે છે, તે પ્રમાણે કેવલીનો સામાન્યથી સર્વ જીવોની રક્ષાના વિષયવાળો પ્રયત્ન પણ વિશેષથી શક્ય એવા જીવોની ૨ક્ષાના વિષયમાં સફળ બને છે, પરંતુ જે જીવોની રક્ષા કેવલીના પ્રયત્નથી શક્ય નથી તેમાં તેમનો પ્રયત્ન વિફલ થવામાત્રથી તેઓને વીર્યંતરાયનો ક્ષય નથી તેમ કહી શકાય નહીં. જો આવું સ્વીકારવામાં ન આવે તો ભારેકર્મી જીવોમાં ભગવાનનો ઉપદેશ સફળ થતો નથી તેને આશ્રયીને એમ કહેવું પડે કે ભગવાનમાં વીર્યંતરાયનો ક્ષય નથી, જેથી ભારેકર્મી જીવોમાં ભગવાનનો ઉપદેશ વિફળ થાય છે.
વળી, અયોગ્ય જીવોમાં ભગવાનનો ઉપદેશ વિફળ થાય છે, તેમાં સાક્ષીરૂપે પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનું દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકાનું વચન ગ્રંથકારશ્રી બતાવે છે
જેમ મધુકરીનાં ચરણ જેવા સ્પષ્ટ દેખાતા સૂર્યના અંશો=સૂર્યનાં કિરણો, ઘુવડોને દેખાતા નથી તે અદ્ભુત નથી, તેમ સદ્ધર્મના બીજના વપનમાં અતિકુશળ એવા ભગવાનનાં વચનો અયોગ્ય જીવમાં નિષ્ફળ થાય છે, તેમાં આશ્ચર્ય નથી.
વળી, ગ્રંથકારશ્રી પોતાના કથનની પુષ્ટિ અર્થે લલિતવિસ્તરાના પાઠને બતાવે છે. જેમાં ભગવાન ‘લોગનાહાણું’ વિશેષણનો અર્થ કરતી વખતે સૂરિપુરંદર પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે ભગવાન લોકનાથ હોવા છતાં સર્વ લોકોના નાથ નથી, પરંતુ બીજાધાનથી સંવિભક્ત એવા ભવ્યલોકોના નાથ છે, તેમ કહેવાયું છે. અર્થાત્ ભગવાનનું નાથપણું પણ અયોગ્ય જીવોમાં નિષ્ફળ છે. જેમ અયોગ્ય જીવોમાં ભગવાનનો ઉપદેશ નિષ્ફળ છે તેમ અશક્યપરિહાર હોય તેવી હિંસામાં ભગવાનનો પ્રયત્ન નિષ્ફળ જાય તેટલામાત્રથી ભગવાનમાં ક્ષાયિકવીર્ય નથી, એમ સ્થાપન કરી શકાય નહીં.