________________
૧૦૮
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦ શરીરવાળા જીવો અનંતા ભેગા થઈને એક સાધારણ શરીર કરે છે, ત્યાર પછી તે સર્વનો સાધારણ એક જ આહાર છે. તે એક જ આહારનો પરિણામ પણ એક જ છે. તેનાથી શરીર પણ એક જ બને છે, તેવું પૃથ્વીકાય જીવોમાં નથી. જોકે પૃથ્વીકાયની એક નાની રજકણમાં પણ અસંખ્યાત જીવોનાં શરીર છે, તોપણ તે દરેક જીવોનું શરીર પૃથગુ પૃથગુ છે. ફક્ત બહિરંગ કંઈક સંશ્લેષથી એક રજકણરૂપે દેખાય છે. પરંતુ ચાર-પાંચ પૃથ્વીકાય જીવોનું એક સાધારણ શરીર નથી. તેથી દરેકનો આહાર જુદો છે, આહારનું પરિણમન પણ જુદું છે અને દરેકનાં શરીર પણ જુદાં છે.”
આ ભગવતીના પાઠમાં જેમ ચાર-પાંચ જીવોનું સાધારણ શરીર છે એ પ્રકારની પૃચ્છામાં ચાર અથવા પાંચ કોઈ પૃથ્વીકાય જીવોનું સાધારણ શરીર છે, એ પ્રકારની પૃચ્છા છે. પરંતુ પૂર્વપક્ષી જમાલિના પાઠમાં જેમ ચાર શબ્દથી બેઇંદ્રિય ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તથા પાંચ શબ્દથી પૃથ્વીકાય આદિ પાંચને ગ્રહણ કરે છે, તેમ અહીં ચાર-પાંચ પૃથ્વીકાય શબ્દથી બે જુદા જુદા જીવોનું ગ્રહણ નથી. તેમ જમાલિના પાઠમાં પણ ગ્રહણ થઈ શકે.
વળી, ભગવતીમાં જ કોઈ અન્ય પ્રતમાં ચાર-પાંચને બદલે પંચ તિર્યંચયોનિ ઇત્યાદિ પાઠ છે તે પ્રમાણે વિચારવામાં આવે તો ચાર-પાંચથી શું અર્થ ગ્રહણ કરવો ? એવી શંકા જ થતી નથી; કેમ કે પાંચ તિર્યંચભવના, પાંચ મનુષ્યના અને પાંચ દેવના ગ્રહણ કરીને જમાલિ સિદ્ધ થશે તેવો અર્થ થઈ શકે છે.
અહીં નથી પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે સ્વીકારવા છતાં પણ પાંચ શબ્દ ત્રણ ગતિના સમાસ સાથે જોડાયેલો હોવાથી ત્રણ વિકલ્પો થઈ શકે છે. (૧) પાંચ તિર્યંચના, પાંચ મનુષ્યના અને પાંચ દેવના એમ ૧૫ સ્વીકારવા, કે (૨) તિર્યંચયોનિ અને દેવ સંબંધી બે-બે ભવ અને મનુષ્ય સંબંધી ૧ એમ પાંચ ભવો સ્વીકારવા અથવા (૩) ત્રણ ભવો તિર્યંચ સંબંધી, ૧ ભવ મનુષ્ય સંબંધી અને ૧ ભવ દેવ સંબંધી એમ પાંચ ભવ સ્વીકારવા. તેને ગ્રંથકારશ્રી કહે છે –
દ્વન્દ્રસમાસ હોવાથી પાંચ સંખ્યાનો પ્રત્યેકની સાથે અન્વય થઈ શકે. આ જ અભિપ્રાયથી ત્રિષષ્ટિમાં પણ ૧૫ ભવ સ્વીકારેલા છે.
વળી, અભયદેવસૂરિના સંતાનીય ગુણચંદ્રગણિત પ્રાકૃત વીરચરિત્રમાં પણ ૧૫ જ ભવ કહ્યા છે. માટે ભગવતીના પાઠાનુસાર જમાલિના દેવકિલ્બિષિકના ભવ પછી ૧૫ ભવોનું ભ્રમણ સ્વીકારવું ઉચિત છે. વળી, ઉપદેશમાલાની કર્ણિકામાં કહ્યું છે કે તિર્યંચ, મનુષ્ય, દેવભવમાં કેટલાક ભવો ભમીને જમાલિ મહાવિદેહમાં દૂરથી નિવૃત્તિને પામશે. તે કથનમાં પૂર્વપક્ષી કહે છે કે કેટલાક ભવો એ પ્રમાણે જે કહ્યું છે તે કિલ્બિષિક ભવ પછી સર્વલોકમાં ગહણીય એવા મનુષ્યાદિ દુર્ગતિ સંબંધી કેટલાક ભવ પામીને પછી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જશે, તેમ જ્ઞાપન થાય છે.
તેમાં દશવૈકાલિકની સાક્ષી આપે છે – દશવૈકાલિકમાં કહ્યું છે કે દેવકિલ્બિષિકમાં દેવત્વને પામેલો પણ ઉસૂત્રભાષણ કરનાર જીવ જાણતો