________________
૧૨૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ નિર્વાણ જશે તેમ કહેલ નથી, આ પ્રમાણે કહેવાથી પૂર્વપક્ષીના મતાનુસાર એ પ્રાપ્ત થાય કે અત્યારૂ સૂત્રના અંતે તે નિર્વાણ પામશે તેમ કહેલ નથી. તેથી કેટલાક અભવ્ય વિશેષો ઉત્સુત્રભાષણ કરીને કિલ્બિષિકદેવમાં જશે અને તેઓ અપરિમિત કાળ સંસારમાં ફર્યા કરશે. કિલ્બિષિકદેવના પરિભ્રમણને કહેનારા ભગવતીસૂત્રમાં યાવતું સંસારનો અંત કરશે તેમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉસૂત્રભાષણ કરનારા ભવ્યજીવો કિલ્બિષિકમાં જશે, ચારગતિમાં અનંતકાળ ભટકશે અને અંતે મોક્ષે જશે.
તેથી કિલ્બિષિકને કહેનારું સૂત્ર ઉસૂત્રભાષણ કરનારાને આશ્રયીને સામાન્યસૂત્ર છે અને જમાલિને કહેનારું સૂત્ર તે સામાન્યસૂત્ર સદશ જ છે, ફક્ત નરકભવ વગરનું અનંત ભવના પરિભ્રમણને કહેનારું સૂત્ર છે. જમાલિને નરકભવ નથી તે બતાવવા અર્થે જ સામાન્ય સૂત્રથી જમાલિના પરિભ્રમણને કહેનારું સૂત્ર પૃથફ કહેલ છે. આ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે છે અને અત્યગઇયા સૂત્રને અભવ્યવિશેષ વિષયક ગ્રહણ કરે છે, તે ઉચિત નથી, તેમ ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે સૂત્રના અંતમાં નિર્વાણ વિષયક કથન ન હોય એટલામાત્રથી અભવ્યવિશેષ વિષયક તે સૂત્ર સ્વીકારવામાં આવે તો “અસંવુડે અણગારે' ઇત્યાદિ ભગવતીસૂત્રનાં અન્ય સૂત્રોને પણ અભવ્યવિશેષ વિષયક સ્વીકારવાં પડે; કેમ કે ત્યાં પણ સંસારનો અંત કરે છે એ પ્રમાણે અંતે કહેલ નથી. માટે પૂર્વપક્ષીનું કથન યુક્ત નથી, એમ ગ્રંથકારશ્રીનો આશય છે. “અસંવુડે અણગારે' ઇત્યાદિ સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે –
કોઈ સાધુ મન-વચન-કાયાની ગુપ્તિપૂર્વક જિનવચનનું દૃઢ અવલંબન લઈને સ્વાધ્યાયાદિ ઉચિત ક્રિયામાં તે રીતે યત્ન કરે છે. જેથી તેનો સંવરભાવ અતિશય-અતિશય થાય છે, તે સંવૃત્ત અણગાર છે. તેવા સંવૃત્ત સાધુ પૂર્વનાં બંધાયેલાં કર્મોને ક્ષણ-ક્ષીણતર કરે છે. જે સાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓમાં જિનવચનનું દઢ અવલંબન લઈને યત્ન કરતા નથી તે અસંવૃત્ત અણગાર છે. તેવા સાધુઓએ પૂર્વમાં જે શિથિલ બંધવાળાં કર્મો બાંધેલાં તે વર્તમાનમાં અસંવરને કારણે આયુષ્યને છોડીને સર્વ કર્મો દઢ બંધનવાળા કરે છે. વળી, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ સર્વની વૃદ્ધિ કરે છે. વળી, અસંવૃત્ત હોવાને કારણે પકાયના પાલનનો પરિણામ નહીં હોવાથી અત્યંત અશાતાવેદનીયકર્મ બાંધે છે. વળી, કોઈ મહાત્મા અસંવૃત્ત ન હોય અને સંવૃત્ત થઈને સર્વ ક્રિયા કરતા હોવા છતાં ક્યારેક કોઈક ક્રિયા ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ થાય છે. ત્યારે પણ પૂર્વનાં શિથિલ બંધવાળાં કર્મો દઢ બંધવાળાં કરે છે.'
અહીં પૂર્વપક્ષી કહે કે આ રીતે જમાલિને અનંત ભવ નથી તેમ સ્થાપન કરવામાં આવે તો ભગવતીના સૂત્રમાં ચાર-પાંચ શબ્દનો પ્રયોગ છે તે ચાર-પાંચ શબ્દથી એક અર્થનું કથન નથી. તેથી તે ચાર-પાંચનો અર્થ શું કરી શકાય ? તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે ભગવતીસૂત્રમાં, જીવાભિગમસૂત્રમાં ચારપાંચ શબ્દ એક અર્થમાં પણ કહેલ છે, તેથી કોઈ વિરોધ નથી. તે ભગવતી સૂત્રનો અર્થ આ પ્રમાણે છે –
ચાર-પાંચ પૃથ્વીકાય જીવો એકપણાથી સાધારણ શરીર બાંધે છે, એકપણાથી આહારગ્રહણ કરે છે, આહારને પરિણમન પમાડી શરીરને કરે છે. આ પ્રકારના પ્રશ્નથી એ પ્રાપ્ત થાય કે જેમ સાધારણ