________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૩
અન્વયાર્થ
:
નેળ મળતિ ફ=જે કારણથી કેટલાક કહે છે તે કારણથી ભક્તિના મિષથી ભગવાન વિષયક તેઓનો કુવિકલ્પ છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે.
તેઓ શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે
ખસ્સું નોઽ=જેમના યોગથી, વાવિ=ક્યારેય પણ, નીવવો=જીવવધ થાય છે, સો=તે, અ=અમારા, વલી =કેવલી નથી. હતુ=ખરેખર, સો=તે=જેમના યોગથી જીવવધ થાય છે તેવા તમને અભિમત કેવલી, સવમાં મુત્તાવા=સાક્ષાત્ મૃષાવાદી છે. ૪૩મા
-
૧૩૭
ગાથાર્થઃ–
જે કારણથી કેટલાક કહે તે કારણથી ભક્તિના મિષથી ભગવાન વિષયક તેઓનો કુવિકલ્પ છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે.
તેઓ શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે –
જેમના યોગથી ક્યારેય પણ જીવવધ થાય છે, તે અમારા કેવલી નથી. ખરેખર તે=જેમના યોગથી જીવવધ થાય છે તેવા તમને અભિમત કેવલી, સાક્ષાત્ મૃષાવાદી છે. ।।૪૩||
ટીકા ઃ
जेणं ति । येन कारणेन भांति केचिद्, यदुत 'यस्य योगात्कदाचिदपि जीववधो भवति सोऽस्माकं केवली न भवति, स खलु साक्षान्मृषावादी, जीववधं प्रत्याख्यायापि तत्करणात्,' इदं हि भक्तिवचनं मुग्धैर्ज्ञायते, परमार्थतस्तु भगवत्यसद्दोषाध्यारोपात्कुविकल्प एवेति भावः ।।४३।। ટીકાર્ય ઃ
येन कारणेन Õતિ ભાવઃ ।। ‘નેળ તિ' પ્રતીક છે. જે કારણથી કેટલાક કહે છે, તે કારણથી તેઓને ભગવાનની ભક્તિના મિષથી ભગવાનમાં પણ કુવિકલ્પ થાય છે, તેમ અવતરણિકા સાથે સંબંધ છે. અને તે કુવિકલ્પ ‘યદ્ભુત’થી બતાવે છે જેના યોગથી ક્યારેય પણ જીવવધ થાય છે, તે અમારા કેવલી નથી તે ખરેખર=તમને અભિમત કેવલી, સાક્ષાત્ મૃષાવાદી છે; કેમ કે જીવવધવું પ્રત્યાખ્યાન કરીને પણ તેને કરે છે=જીવવધને કરે છે. આ=પૂર્વપક્ષીએ કહ્યું કે કેવલીના યોગથી જીવવધ થતો નથી એ, મુગ્ધો વડે ભક્તિવચન જણાય છે. વળી પરમાર્થથી ભગવાનમાં અસદ્દોષનો અધ્યારોપ હોવાથી=જેમના યોગથી જીવવધ થાય છે, તે કેવલી સાક્ષાત્ મૃષાવાદી છે એ પ્રકારનો ભગવાનમાં અસદ્દોષનો અધ્યારોપ હોવાથી, કુવિકલ્પ જ છે, એ પ્રકારનો ભાવ છે. ।।૪૩।।
ભાવાર્થ:
આગમમાં તેરમા સયોગિકેવલિગુણસ્થાનકે રહેલા કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ જીવહિંસા થાય
-