________________
૧૩૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૨, ૪૩ હોય તોપણ તે મહાત્માના હૈયામાં રહેલી ભગવાનની ભક્તિ જ તે કુવિકલ્પનો ઉચ્છેદ કરે છે અથવા તો હૈયામાં વર્તતી ભગવાનની ભક્તિ તે પ્રકારના કુવિકલ્પને ઉત્થિત થવામાં નિરોધ કરે છે. તેથી ભગવાન પ્રત્યેની ભક્તિવાળા તે મહાત્માને કુવિકલ્પકૃત અશુભ વિપાકનું નિવારણ થાય છે.
તેથી એ ફલિત થાય કે જે મહાત્માના હૈયામાં સદા ભગવાન વર્તે તે મહાત્માને કોઈ વિકલ્પને પામીને કુવિકલ્પ થાય નહિ, પરંતુ ભગવાનના વચનાનુસાર ઉચિત યત્ન કરીને મોહના સંસ્કારથી વિરુદ્ધ એવા વીતરાગતા તુલ્ય થવાના સંસ્કારનું આધાન થાય છે. ક્યારેક અનાભોગથી કે ક્યારેક સહસાત્કારથી મોહને વશ કોઈક કુવિકલ્પ થઈ જાય તોપણ તે મહાત્મા ભગવાન પ્રત્યેની ભક્તિને કારણે શીઘ્ર તેનો ઉચ્છેદ કરે છે. તેથી હૈયામાં રહેલા ભગવાન તેના અનર્થોનું નિવારણ કરે છે તેમ પ્રાપ્ત થાય.
વળી, ગાથાના ઉત્તરાર્ધથી વ્યતિરેકને બતાવે છે
-
જે જીવોના હૈયામાં ભગવાનની ભક્તિ નથી તેઓ સ્વમતિ અનુસાર સૂત્રોના અર્થો કરવા માટે પ્રયત્નવાળા છે. તેથી તેઓનું ચિત્ત કુતર્કોથી આધ્યાત છે. તેના કારણે લોકસાક્ષિક કૃત્રિમ ભક્તિ બતાવવાના પ્રયત્નોથી ભગવાનમાં જ અસદ્ દોષના આરોપણરૂપ કુવિકલ્પ કરે છે અર્થાત્ ભગવાને સૂત્રનો અર્થ જે પ્રમાણે કર્યો છે તેનાથી સ્વમતિ-અનુસાર અર્થ કરીને ‘ભગવાને આમ કહ્યું છે.’ એમ લોક આગળ પ્રતિપાદન કરીને ભગવાન પ્રત્યે પોતાની અભક્તિને જ અતિશયિત કરે છે અને તે કુવિકલ્પ દ્વારા ક્લિષ્ટ કર્મો બાંધીને પોતાનો જ વિનાશ કરે છે. માટે જેના હૈયામાં ભગવાન નથી તેનો વિનાશ થાય છે, તેમ વ્યતિરેકથી બતાવીને હૃદયમાં રહેલા ભગવાન જ સર્વ કલ્યાણના પ્રાપક છે, તેમ ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે. I॥૪૨॥
અવતરણિકા :
कथं भगवत्यपि भक्तिमिषात् कुविकल्पो भवतीत्याह
અવતરણિકાર્ય :
કેવી રીતે ભગવાનમાં પણ ભક્તિના બહાનાથી કુવિકલ્પ થાય છે ? તેને કહે છે
ગાથા:
છાયા
जेणं भांति केइ जोगाउ कयावि जस्स जीववहो । सो केवली ण अम्हं सो खलु सक्खं मुसावाई ।।४३।।
येन भणन्ति केचिद्योगात्कदापि यस्य जीववधः ।
स केवली नास्माकं स खलु साक्षान्मृषावादी || ४३॥