________________
૧૩૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૩, ૪૪
છે, એ પ્રકારના પાઠની ઉપલબ્ધિ છે. જેઓ તે પાઠને સ્વીકારીને કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ જીવવધ થાય છે તેમ સ્વીકારે છે તે વચનને પ્રમાણભૂત નહીં સ્વીકારનારા કેટલાક સાધુઓ કહે છે કે જેમના યોગથી ક્યારેય પણ જીવવધ થતો હોય તે અમારા કેવલી નથી.
વળી પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે તેઓ કહે છે કે જેઓ કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ કાયવધ થાય છે તેમ સ્વીકારે છે, તેમને અભિમત એવા કેવલી સાક્ષાત્ મૃષાવાદી છે; કેમ કે જીવવધનું પચ્ચખાણ કરીને પણ કેવલજ્ઞાનથી જીવને જાણવા છતાં પોતાના યોગથી કાયવધ કરે છે. માટે તેવા મૃષાવાદી કેવલી હોઈ શકે નહિ. આ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન મુગ્ધ જીવોને ભગવાન પ્રત્યેની ભક્તિનું વચન જણાય છે; કેમ કે ભગવાન પ્રત્યેની ભક્તિથી જ ભગવાનના યોગથી હિંસા થતી નથી તેમ તેઓ કહે છે, એમ જણાય છે. પરંતુ પરમાર્થથી તો આ પ્રકારે કહેનાર પૂર્વપક્ષી ભગવાનમાં અસદુદ્દોષના અધ્યારોપથી કુવિકલ્પ જ કરે છે. અર્થાત્ કેવલી ભગવાન મૃષાવાદી નથી પરંતુ ગમનાદિ યોગને કારણે જીવહિંસાનો પરિહાર કેવલીથી પણ અશક્ય છે, તેથી કેવલીના યોગથી હિંસા થાય છે. આ પ્રકારનું શાસ્ત્રવચન ઉપલબ્ધ હોવા છતાં અને યુક્તિથી તે સંગત થાય તેમ હોવા છતાં મૂઢતાથી કેવલી ભગવાનમાં મૃષાવાદીરૂપ અસદ્ દોષનો અધ્યારોપ પૂર્વપક્ષી કરે છે, તે કુવિકલ્પ જ છે. I૪ અવતરણિકા -
एतनिराकरणार्थमुपक्रमते - અવતરણિકાર્ય :આના=ગાથા-૪૩માં બતાવેલા પૂર્વપક્ષીના કથનના નિરાકરણ માટે ઉપક્રમ કરે છે–પ્રારંભ કરે
ગાથા :
ते इय पज्जणुजुज्जा कह सिद्धो हंदि एस णियमो भे । जोगवओ दुव्वारा हिंसा जमसक्कपरिहारा ।।४४।।
છાયા :
ते इति पर्यनुयोज्याः कथं सिद्धो हन्येष नियमो भवताम् ।
योगवतो दुर्वारा हिंसा यदशक्यपरिहारा ।।४४।। અન્વયાર્થ:
તે તે પૂર્વપક્ષી એવા વાદી, આ રીતે=આગમમાં કહે છે એ રીતે, પwગુજ્જા=પ્રશ્ન કરવા યોગ્ય છે. કેવી રીતે, એ=તમારો, નિયમો સિદ્ધો=આ નિયમ સિદ્ધ છે? અર્થાત્ આ નિયમ