________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૧૨૫ હોવાથી=જમાલિ કેટલા ભવો સંસારમાં પરિભ્રમણ કરશે? તેનો અધિકાર હોવાથી તેની કાયસ્થિતિનું ગ્રહણ=તિર્યંચયોનિની કાયસ્થિતિનું ગ્રહણ, કોઈ પણ રીતે સંભવતું નથી. એથી પલ્લવગ્રાહી એવા પૂર્વપક્ષી સાથેeતત્વાર્થસૂત્રમાં રહેલા તિર્યંચયોતિરૂપ અલ્પ અંશના ગ્રાહી એવા પૂર્વપક્ષી સાથે, અધિક વિચારણાથી શું? એથી પ્રસક્તાનુપ્રસક્તિથી સર્યું અત્યાર સુધી જમાલિને કહેનારાં વચનોથી શું શું કહેવાનો પ્રસંગ છે ? તે રૂપ પ્રસક્તાનુપ્રસક્તિથી સર્યું. I૪૦ ભાવાર્થ :
ભગવતીમાં જમાલિના ભવભ્રમણને કહેનારા પાઠમાં યાવત્ શબ્દના બળથી જમાલિના અનંત ભવભ્રમણને કરશે તેમ સ્થાપન કરે છે, તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું. વળી, યાવતુ શબ્દ વિશેષ્ય અર્થમાં, વિશેષણ અર્થમાં અને ડિત્ય, વિત્થ એવા શૂન્ય અર્થમાં વપરાય છે તેમ બતાવીને પૂર્વપક્ષી વિશેષણ અર્થમાં ચાવતું શબ્દ બતાવીને જમાલિના અનંત ભવોને સ્થાપન કરે છે; તે ઉચિત નથી, તેમ અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું.
હવે “વિશ્વ'થી યાવતું શબ્દ ઘોતક રચનારૂપ પણ વપરાય છે તેમ બતાવીને તેમાં સાક્ષી તરીકે ભગવતીસૂત્રનો સ્કન્દકઅધિકારનો પાઠ બતાવે છે. તે પાઠમાં કહ્યું છે કે ભાવથી સિદ્ધના અનંત જ્ઞાનપર્યાયો, અનંત દર્શનપર્યાયો છે યાવતુ અગુરુઅલઘુપર્યાયો અનંતા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત અગુરુઅલઘુ પર્યાયો છે, અન્ય કંઈ નથી; કેમ કે ત્યાં યાવતું શબ્દ દ્યોતક રચનારૂપ છે. તેથી ગણમધ્ય કોઈ અર્થોનો સંગ્રહ કરતો નથી. કેમ સંગ્રહ કરતો નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
ભાવથી જીવમાં અનંત જ્ઞાનપર્યાયો છે, અનંત દર્શનપર્યાયો છે, અનંત ચારિત્રપર્યાયો છે, અનંત ગુરુલઘુપર્યાયો છે. અનંત અગુરુલઘુપર્યાયો છે. આ જે પર્યાયો જીવના બતાવ્યા તે સિદ્ધ અને સંસારી સર્વ જીવોને ગ્રહણ કરીને બતાવેલ છે. જીવના પર્યાયમાંથી જ્ઞાન-દર્શન પર્યાયો સિદ્ધમાં સાક્ષાત્ કહ્યા છે. વળી, ચારિત્રના પર્યાયો સિદ્ધમાં સંભવતા નથી; કેમ કે ચારિત્ર પરભવમાં જતું નથી, એથી સિદ્ધના જીવોમાં વ્યક્ત ચારિત્રનો નિષેધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મભાવોમાં જવાને અનુકૂળ યત્નરૂપ ચારિત્ર મનુષ્ય ભવમાં છે, તે ચારિત્ર લઈને કોઈ પરભવમાં જતું નથી. તિર્યંચમાં જે દેશવિરતિરૂ૫ ચારિત્ર છે, તે પણ લઈને કોઈ પરભવમાં જતું નથી. માટે સિદ્ધના જીવોમાં આત્મભાવોમાં નિવેશના વ્યાપારરૂપ ચારિત્ર નથી. આથી જ સિદ્ધાંતમાં સિદ્ધના જીવોને નોચારિત્રીનોઅચારિત્ર કહ્યા છે.
વળી, જીવના જે અનંત ગુરુલઘુપર્યાયો છે તે દારિકશરીરને આશ્રયીને ગ્રહણ કરાયા છે. તેથી તે પર્યાયો પણ સિદ્ધમાં સંભવતા નથી. જ્યારે અગુરુલઘુપર્યાયો કાર્મણદ્રવ્ય આદિ દ્રવ્યોને આશ્રયીને અને જીવસ્વરૂપને આશ્રયીને વ્યાખ્યાન કરાયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કાર્મણદ્રવ્ય સૂક્ષ્મ પરિણામવાળું છે, તેથી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. તેવા સૂક્ષ્મ પર્યાયવાળા કાર્મણદ્રવ્યને આશ્રયીને શાસ્ત્રોમાં અગુરુલઘુપર્યાયો સ્વીકાર્યા છે. વળી, જીવદ્રવ્ય અરૂપી છે, તેથી તે પણ અતિસૂક્ષ્મ છે. માટે તેમાં પણ અગુરુલઘુપર્યાયો