________________
૧૨૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
ટીકાઃ
यत्तु - 'वस्तुगत्या समयभाषया तिर्यग्योनिकशब्द एवानन्तभवाभिधायको भवति, यदुक्तं - "तिर्यग्योनीनां च' इति तत्त्वार्थसूत्रभाष्यवृत्तौ (३-१८) 'तिर्यग्योनयः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियास्तेषामपि परापरे स्थिती इत्यादि यावत्साधारणवनस्पतेरनन्ता अवसर्पिण्युत्सर्पिण्यः ।' इत्यादि, इति परेणोक्तं तत्त्वनाकलितग्रन्थानां विभ्रमापादकं, प्रेक्षावतां तूपहासपात्रम्, परापरभवस्थितिकायस्थितिविवेकस्य तत्र प्रतिपादितत्वादुत्कृष्टकायस्थितेरेव तिर्यग्योनीनामनन्तत्वपर्यवसानात्, प्रकृते च भवग्रहणाधिकारात् न तत्कायस्थितिग्रहणं कथमपि संभवति, इति किं पल्लवग्राहिणा सममधिकविचारणयेति कृतं प्रसक्तानुप्रसक्त्या ।।४०॥ ટીકાર્ચ -
યg ..પ્રસાનુકસવા જે વળી, પર વડે કહેવાયું, તે અનાકલિત ગ્રંથવાળા જીવોને વિભ્રમનું આપાદક છે. વળી, વિચારકને ઉપહાસને પાત્ર છે, એમ અવય છે.
પર વડે શું કહેવાયું છે ? તે બતાવે છે – વસ્તગત એવી સમય પરિભાષાથી તિર્યંચયોતિ શબ્દ =જમાલિતા ભવભ્રમણને કહેનાર ભગવતીના પાઠમાં રહેલ તિર્યંચયોનિ શબ્દ જ, અનંતભવનો અભિધાયક છે=જમાલિતા અનંતભવનો અભિધાયક છે. જે કારણથી કહેવાયું છે –
“તિર્થોનીનાં ઘ' એ પ્રકારના” તત્વાર્થસૂત્ર અધ્યાય-૩, સૂત્ર-૧૮ની ભાષ્યની વૃત્તિમાં “તિર્યંચયોનિ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય છે. તેઓની પણ પર અને અપર સ્થિતિ છે.” ઈત્યાદિ કહેવાયું છે અને “યાવદ્ સાધારણ વનસ્પતિની અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સ્થિતિ છે.” ઈત્યાદિ કહેવાયું છે એ પ્રમાણે પર વડે જે કહેવાયું તે વળી અનાકલિત ગ્રંથવાળા જીવોનેeગ્રંથમાં કહેલાં વચનો કયા સંદર્ભથી યોજન કરવાં તેના પરમાર્થ નહીં જાણતારા જીવોને, વિભ્રમ આપાદક છે–તે વચનથી ભગવતીના વચનમાં જે તિર્યંચયોતિ શબ્દ વપરાયો છે તેનાથી જમાલિને અનંત ભવની સિદ્ધિ છે એ પ્રકારના વિભ્રમનો આપાદક છે.
વળી, વિચારકોને=જે શાસ્ત્રોમાં જે સંદર્ભથી કથન હોય તે સંદર્ભપૂર્વક તેનું યોજન કરે તેવા વિચારકોને, ઉપહાસપાત્ર છે પરનું કથન અસંબદ્ધ જણાવાથી ઉપહાસપાત્ર છે.
કેમ ઉપહાસપાત્ર છે ? તેમાં હેતુ કહે છે – તેમાંeતત્વાર્થસૂત્રની ભાષ્યની વૃત્તિમાં, પર-અપર ભવની સ્થિતિ અને કાયની સ્થિતિના વિવેકનું પ્રતિપાદિતપણું હોવાથી તિર્યંચયોતિવાળા જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું જ અનંતત્વમાં પર્યવસાન છે. અને પ્રકૃતમાં=જમાલિના પરિભ્રમણને કહેનારા ભગવતીના પાઠમાં, ભવગ્રહણનો અધિકાર