________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૧૨૩ અહીં પ્રશ્ન થાય કે ઉપદેશમાલાની ટીકામાં કોઈક પ્રતમાં જમાલિએ કિલ્બિષિકદેવપણાને અને અનંતભવને નિવર્તિત કર્યા તેવો પાઠ છે. તેમાં ‘૩ થી પ્રજ્ઞપ્તિની સાક્ષી આપી તે સાક્ષીમાં જમાલિના અનંતભવને કહેનાર કોઈ વચન નથી, તેથી તે સાક્ષીની સંગતિ કઈ રીતે કરી શકાય ? જેથી સિદ્ધર્ષિ ગણિનો પાઠ સ્વીકારીને પણ જમાલિના અનંત ભવનું વિધાન છે તેમ કહી શકાય. તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે –
વળી, સંમતિનું પ્રદર્શન અર્થદ્વયતા અભિયાનના પ્રક્રમમાં એક અર્થતા પુરસ્કારથી પણ સંભવે છે. અર્થાત્ સિદ્ધપિ ગણિતા પાઠમાં કિલ્બિષિકદેવત્વ અને અનંતભવરૂપ અર્થદ્વયના અભિધાનના પ્રક્રમમાં પણ કિલ્બિષિકદેવત્વરૂપ એક અર્થ પુરસ્કારથી પણ પ્રજ્ઞપ્તિની સાક્ષીનું પ્રદર્શન સંભવે છે. જે પ્રમાણે તત્વાર્થસૂત્રની વૃત્તિમાં કહ્યું છે –
“નાના આકારવાળી કાયેન્દ્રિય છે; કેમ કે કાયાનું અસંખ્યાત ભેદપણું છે. અને આનું કાર્યન્દ્રિયનું સ્પર્શનેન્દ્રિયનું, અંતર્બહિર્ભેદ છે. અને પ્રાયઃ નિવૃતિ ઇન્દ્રિયનો કોઈ ભેદ નથી=અંતર્બહિર્ભેદ નથી. પ્રદીર્ઘ વ્યસ્રસંસ્થાનવાળી કર્ણાટકાયુધવાળી સુર, આકારવાળી રસનેંદ્રિય છે. અતિમુક્તક પુષ્પદલના ચંદ્ર આકારવાળી, કંઈક સકેસરવૃત્ત આકારવાળી મધ્યમાં નમેલી ઘ્રાણેદ્રિય છે. કંઈક સમુન્નત ધાન્યના મસુરની જેમ મધ્યમાં પરિમંડલ આકારવાળી ચક્ષુરિંદ્રિય છે. પાથેયના ભાંડક યવનાલિકાના આકારવાળી અને નાલિક કુસુમની આકૃતિવાળી શ્રોત્રંદ્રિય છે. ત્યાં=પાંચ ઇન્દ્રિયમાં, આઘ=કાયેન્દ્રિય અને દ્રવ્ય મન સ્વકાય પરિમાણવાળું છે. અને શેષ ઈન્દ્રિય સર્વજીવોને અંગુલના અસંખ્યભાગ પ્રમાણવાળી છે. અને તે રીતે આગમ છે –
હે ભગવન્! સ્પર્શનેન્દ્રિય કયા સંસ્થાન વડે સંસ્થિત પ્રજ્ઞપ્ત છે? હે ગૌતમ ! નાના સંસ્થાનથી સંસ્થિત છે. હે ભગવન્! જિલ્વેન્દ્રિય કયા સંસ્થાનથી સંસ્થિત કહેવાય છે ? હે ગૌતમ ! સુરપ્ર સંસ્થાનથી સંસ્થિત કહેવાય છે. હે ભદંત ! ધ્રાણેન્દ્રિય કયા સંસ્થાનથી સંસ્થિત કહેવાય છે ? હે ગૌતમ ! અતિમુક્તકચંદ્રક સંસ્થાનથી સંસ્થિત છે. હે ભગવન્! ચક્ષુરિન્દ્રિય કયા સંસ્થાનથી સંસ્થિત છે ? હે ગૌતમ ! મસૂરકચંદ્રના સંસ્થાનથી સંસ્થિત છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય કયા સંસ્થાનથી સંસ્થિત છે ? હે ગૌતમ ! કદંબકપુષ્પના સંસ્થાનથી સંસ્થિત છે.”
એ પ્રકારની તત્વાર્થની વૃત્તિમાં અર્થયના અભિધાનના પ્રક્રમમાં એક અર્થતા પુરસ્કારથી સંમતિનું પ્રદર્શન છે. અહીં તત્વાર્થની વૃત્તિમાં, ઇન્દ્રિયનું સંસ્થાન અને તત્પરિમાણ=ઈજિયનું પરિમાણ, બે ઉપક્રાન્ત છે. વળી, સંમતિનું પ્રદર્શન=‘તથા ૨ ગામ એમ કહીને સંમતિનું પ્રદર્શન પૂર્વાર્ધમાં જ છે=ઈન્દ્રિયના સંસ્થાનમાં જ છે. એ રીતે સિદ્ધષિ વૃત્તિના આદર્શવિશેષમાં પણ જમાલિના કિલ્બિષિકપણાને અને અનંત ભવને કહેનાર પ્રતવિશેષમાં પણ, જમાલિના અનંતભવ સ્વામિત્વનું પ્રદર્શન ચતુરંત સંસારકાંતારના દાંતત્વના પ્રદર્શન સદશ છે. વળી, સૂત્ર સંમતિ- ૨ પ્રજ્ઞતો ઈત્યાદિ વચન દ્વારા સૂત્રસંમતિ, દેવકિલ્બિષિકના અંશમાં જ છે એથી આ અર્થ વ્યાપ્ય છે=જમાલિને અનંત ભવો ન સ્વીકારવા અને માત્ર દેવકિલ્બિષિક અંશમાં સ્વીકાર કરવો એ અર્થ વ્યાપ્ય છે, અથવા ત્યાં=જમાલિના પરિભ્રમણ વિષયમાં, અન્ય કોઈ સુંદર અભિપ્રાય છે, એ પ્રમાણે જે રીતે બહુશ્રુતો પ્રતિપાદન કરે તે રીતે પ્રમાણ કરવું જોઈએ. પરંતુ કુવિકલ્પચક્રથી=પ્રસ્તુત ગાથામાં જે અન્ય-અન્ય અભિપ્રાય બતાવ્યા એ પ્રકારના કુવિકલ્પચક્રથી, ગ્રંથની કદર્થના કરવી જોઈએ નહિ.