________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
ટીકાર્યઃ
यत्तु વર્ત્તવ્યા । જે વળી, પરતું કથન છે તે અવિવેકમૂલક છે, એમ અન્વય છે.
તે ૫૨નું કથન જ સ્પષ્ટ કરે છે –
.....
૧૨૧
સાક્ષાત્ તીર્થંકરને દૂષણ આપનાર એવા પણ જમાલિના ૧૫ ભવો અને જિનાજ્ઞા આરાધના કરનાર પણ સુબાહુકુમારના ૧૬ ભવો છે, એ પ્રમાણે સ્વીકાર કરવામાં આવે તો જિનાજ્ઞાની આરાધનાની અપેક્ષાએ તેની વિરાધના જ ઉચિત છે, એમ માનવું પડે. એ પ્રમાણે પરતું કથન તે અવિવેકમૂલવાળું છે; કેમ કે એ રીતે સ્વીકારવામાં આવે તો ઘોર પાપકારી દૃઢપ્રહારી વગેરેનું તદ્ભવમુક્તિગામીપણું અને આનંદાદિનું દેવ, મનુષ્ય ભવની પ્રાપ્તિના ક્રમથી મુક્તિગામીપણું છે. તેથી સુકૃતની અપેક્ષાએ દુષ્કૃત જ સમ્યગ્ છે, એ પ્રમાણે બોલનારાનું મુખ કોણ બંધ કરી શકે? જે વળી, પર વડે કહેવાય છે, તે પણ તથાભવ્યતાના વિશેષને કારણે પ્રશ્ન કરવા યોગ્ય નથી, એમ અન્વય છે.
-
પર વડે શું કહેવાય છે ? તે કહે છે
“સાધુ પ્રત્યે ભક્તિવાળા દ્રવ્યથી તીર્થંકર પણ એવા મરીચિને કાપિલીય દર્શનની પ્રવૃત્તિના હેતુ એવા સંદિગ્ધ ઉત્સૂત્રભાષણ નિમિત્ત દુર્વચનમાત્રથી પણ એકેન્દ્રિય આદિમાં અસંખ્ય ભવનું ભ્રમણ છે અને સાક્ષાત્ તીર્થંકરના દૂષક પણ જમાલિને ૧૫ ભવો છે એ પ્રમાણે કહેવું અત્યંત અસમંજસ છે.” એમ પર વડે જે કહેવાય છે તે પણ તથાભવ્યતાના વિશેષને કારણે જ=જમાલિની ૧૫ ભવ પછી ફરી યોગમાર્ગ પ્રાપ્ત કરે તેવા પ્રકારની યોગ્યતા વિશેષને કારણે જ અને મરીચિની એકેન્દ્રિય આદિમાં ભવભ્રમણ કરીને તીર્થંકરપણાને પ્રાપ્ત કરે તેવા પ્રકારની યોગ્યતા વિશેષને કારણે જ, પ્રશ્ન કરવા યોગ્ય નથી. અન્યથા=મરીચિ અને જમાલિની તેવા પ્રકારની યોગ્યતા વિશેષ ન સ્વીકારવામાં આવે તો, સંદિગ્ધ ઉત્સૂત્રભાષી પણ મરીચિને નરકભવના દુઃખની પ્રાપ્તિ અને નિશ્ચિત ઉત્સૂત્રભાષી જમાલિને આ નહીં=નરક ભવના દુઃખની પ્રાપ્તિ નહીં, એ પ્રકારના પ્રશ્નમાં તારો પણ શું ઉત્તર વાચ્ય છે ? એ પ્રકારે રાગ-દ્વેષ રહિત ચિત્તથી=મધ્યસ્થપણાથી, ચિંતન કરવું જોઈએ.
વળી, દોઘટ્ટી નામની વૃત્તિમાં=ઉપદેશમાલાની દોઘટ્ટીવૃત્તિમાં “ત્યાર પછી=કિલ્બિષિકના ભવ પછી, ચ્યવેલો જમાલિ ચાર-પાંચ તિર્યંચ, મનુષ્ય, દેવભવગ્રહણરૂપ સંસારનું અનુપરિવર્તન કરીને મહાવિદેહમાં સિદ્ધ થશે." એ પ્રકારના શબ્દસંદર્ભથી ભગવતીસૂત્રના આલાપકના અનુવાદી જ દેખાય છે.
વળી, આદર્શના ભેદથી=પ્રતના ભેદથી સિદ્ધર્ષિ ગણિની ઉપદેશમાલાની ટીકાનો પાઠભેદ દેખાય છે. તે આ પ્રમાણે દ્રવ્યલિંગથી લોકને આજીવન કરે છે=આકર્ષણ કરે છે, તે આજીવક નિહ્નવો, તેઓનો ગણ=ગચ્છ, તેના નેતા=નાયક, ગુરુ એ પ્રમાણે અર્થ છે. રાજલક્ષ્મીને છોડીને અને પ્રવ્રજ્યાને ગ્રહણ કરીને અને ગાથામાં રહેલા ‘વ' શબ્દથી આગમને ભણીને જમાલિએ=ભગવાનના જમાઈએ, જો આત્માનું હિત કર્યું હોત તો અહીં=લોકમાં અથવા પ્રવચનમાં, વચનીયમાં=નિઘપણામાં પડત નહીં. ગાથામાં ‘વિ’ એ પ્રમાણે અધ્યાહાર છે.