________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦, ૪૧
૧૩૧ અટવીમાં દૃષ્ટાંતના પ્રદર્શન સદશ છે અને દેવકિલ્બિષિકોનું પણ પ્રદર્શન છે. પ્રજ્ઞપ્તિસૂત્રની સંમતિ વળી દેવ કિલ્બિષિકોના અંશમાં જ છે. તેથી સિદ્ધર્ષિની ટીકાના એક પાઠને આશ્રયીને જમાલિના અનંત ભવો છે તેમ સ્વીકારવું પડે અને ભગવતી આદિ અન્ય પાઠોને આશ્રયીને તો જમાલિના પરિમિત ભવો જ સિદ્ધ થાય છે. તેથી આ વિષયમાં બહુશ્રુતો જે કહે તે સ્વીકારવું જોઈએ. પરંતુ પ્રસ્તુત ગાથામાં જે અન્ય અન્ય મતો બતાવ્યા. તેઓ ભગવતીના પાઠને લઈને કે અન્ય પાઠને લઈને તેનાથી જમાલિના અનંત ભવો સિદ્ધ ન થતા હોવા છતાં સ્વમતિ અનુસાર કોઈએ કલ્પનાચક્રથી ગ્રંથની કદર્થના કરી છે તે રીતે ગ્રંથની કદર્થના કરવી જોઈએ નહિ.
વળી, અન્ય કોઈ તત્ત્વાર્થસૂત્રના ભાષ્યની વૃત્તિને ગ્રહણ કરીને કહે છે કે તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૩, સૂત્ર૧૮ “તિર્યવયોનીનાં ર’ એ પ્રમાણે છે. તેના ભાષ્યની વૃત્તિમાં તિર્યંચયોનિની પર અને અપર સ્થિતિ બતાવી અને પછી સાધારણવનસ્પતિની અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સ્થિતિ બતાવી. તેથી ત્યાં જેમ તિર્યંચયોનિ શબ્દ છે તેમ ભગવતીમાં જમાલિના પરિભ્રમણને કહેનારા પાઠમાં ચાર-પાંચ તિર્યંચયોનિ-મનુષ્ય-દેવભવગ્રહણરૂપ સંસારપરિભ્રમણ કરીને ત્યાર પછી સિદ્ધ થશે, તેમ કહેલ છે. તેથી તિર્યંચયોનિ શબ્દથી તિર્યંચના અનંત ભવો થઈ શકે છે. આ પ્રમાણે જે કોઈ કહે છે તે શાસ્ત્રના પરમાર્થને નહીં જાણનારા જીવોને વિભ્રમ કરે તેવું છે અને વિવેકીને માટે ઉપહાસપાત્ર છે, કેમ કે તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં પરાપર ભવની સ્થિતિ અને કાયની સ્થિતિનો વિવેક બતાવેલ છે. તેથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ તિર્યંચયોનિની અનંત ભવની છે તેમ કહેલ છે. જમાલિના ભવને કહેનારા ભગવતીના પાઠમાં ભવ ગ્રહણનો અધિકાર છે. તેથી તિર્યંચયોનિ શબ્દથી અનંતકાય સ્થિતિનું ગ્રહણ કોઈ રીતે થઈ શકે નહિ. ફક્ત અર્ધવિચારક એવા પૂર્વપક્ષીએ તિર્યંચયોનિ શબ્દની સદશતા જોઈને તત્ત્વાર્થસૂત્રની વૃત્તિના અવલંબનથી ભગવતીસૂત્રનો તે પ્રકારે અર્થ કરવા માટે યત્ન કરેલ છે, જે અત્યંત અનુચિત છે. Ivol અવતરણિકા -
तदेवं मरीचेरिव स्तोकस्याप्युत्सूत्रस्य दुःखदायित्वात् 'अन्येषां गुणानुमोदनं न कर्त्तव्यम्' इत्युत्सूत्रं त्याज्यं, कर्त्तव्या च गुणानुमोदना सर्वेषामपीति व्यवस्थापितम् । अथ सूत्रभाषकाणां गुणमाह - અવતરણિકાર્ય -
ગાથા-૪૦નું નિયમન કરતાં કહે છે – આ રીતે મરીચિની જેમ થોડા પણ ઉસૂત્રનું દુઃખદાયિપણું હોવાથી અન્યોના અત્યદર્શનવાળા જીવોના, ગુણોનું અનુમોદન ન કરવું જોઈએ, એ પ્રકારનું ઉસૂત્રએ પ્રકારનું ઉસૂત્ર કેટલાક કહે છે એમ પૂર્વમાં કહ્યું છે, ત્યાજ્ય છે. અને સર્વ પણ જીવોના ગુણોની અનુમોદના=મોક્ષમાર્ગને અનુકૂળ ગુણોની અનુમોદના, કર્તવ્ય છે. એ પ્રમાણે વ્યવસ્થાપિત છે=અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલ છે. હવે સૂત્રભાષકના=જિતવચનાનુસાર સૂત્રનો યથાર્થ ઉપદેશ આપનારાઓના, ગુણને કહે છે –