________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૧૩૦
રીતે જમાલિને પણ તેવા પ્રકારની ભવ્યતાને કારણે તે જ ભવમાં પાપનિવૃત્તિ નહીં થવા છતાં ૧૫ ભવ પછી ભદ્રકપ્રકૃતિવાળા થવાને કારણે સર્વ પાપોની વિશુદ્ધિ કરીને મોક્ષને પ્રાપ્ત ક૨શે. જ્યારે મરીચિના જીવમાં તીર્થંકર થવાની યોગ્યતા હોવા છતાં ઉત્સૂત્રભાષણથી થયેલ અશુદ્ધિ ઘણા સંસા૨પરિભ્રમણ પછી જ શુદ્ધિને પ્રાપ્ત કરી શક્યા, તેમાં તે જીવનું તથાભવ્યત્વ જ કારણ છે.
આથી જ જીવનું ભવ્યત્વ તત્ત્વને સન્મુખ ન થાય ત્યાં સુધી તેના સંસારના પરિભ્રમણનું કોઈ નિવારણ કરી શકતા નથી. યોગ્ય જીવોના ભવ્યત્વને તત્ત્વ સન્મુખ કરવા અર્થે ઉપદેશાદિ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ મહાત્માઓ કરે છે. વળી ઉપદેશમાલાની દોટ્ટી વૃત્તિમાં કહ્યું છે કે “કિલ્બિષિકદેવથી ચ્યવીને ચાર-પાંચ તિર્યંચ-મનુષ્ય-દેવભવગ્રહણરૂપ સંસારનું પરાવર્તન કરીને મહાવિદેહમાં સિદ્ધ થશે. એ વચન પણ ભગવતીસૂત્રના આલાપકને જ કહેનારું દેખાય છે. માટે ભગવતી સૂત્રના અનુસાર જમાલિના ૧૫ ભવ સ્વીકારવા ઉચિત છે.
વળી, ઉપદેશમાલાની સિદ્ધર્ષિ ટીકાનો પ્રતભેદથી પાઠભેદ દેખાય છે. એક પ્રતાનુસાર જમાલિ કિલ્બિષિકદેવ અને અનંત ભવ પામશે એવો પાઠ છે અને બીજી પ્રતમાં જમાલિ કિલ્બિષિકદેવને પામશે એવો પાઠ છે, પરંતુ અનંત ભવનો પાઠ નથી. તેથી સિદ્ધર્ષિ ગણિની બે પ્રકારની પ્રતના પાઠાનુસાર વિચાર કરવો હોય તો મધ્યસ્થ ગીતાર્થો આ પ્રમાણે કહે છે –
–
“ભગવતીસૂત્ર આદિ બહુ ગ્રંથના અનુસારથી જમાલિના પરિમિત ભવો જ નક્કી થાય છે અને સિદ્ધર્ષિ ટીકાનો જે પાઠવિશેષ પ્રાપ્ત થાય છે. તેને અનુસારે જમાલિના અનંત ભવો છે, તત્ત્વ બહુશ્રુતો નક્કી કરે;” એ પ્રમાણે વર્તમાનના ગીતાર્થો કહે છે. તેથી વિવેકી પુરુષોએ પણ તેમ જ સ્વીકારવું જોઈએ. પરંતુ અતીન્દ્રિય પદાર્થમાં સ્વરુચિ અનુસાર શાસ્ત્રીય પદાર્થનો અર્થ કરીને મતિભેદ કરવો જોઈએ નહિ.
વળી, ભગવતીસૂત્રમાં જમાલિના અનંત ભવ છે એ અર્થને કહેવામાં કોઈએ વિવરણ કર્યું નથી અને ભગવતીના અર્થને કહેનારો સન્મુખ ભાવ વીરચરિત્ર આદિ ગ્રંથોમાં દેખાય છે. માટે ભગવતી વચનાનુસાર જમાલિના પરિમિત ભવ સ્વીકારવા જ ઉચિત છે.
વળી, સિદ્ધર્ષિ ગણિની ટીકાના બે પાઠોમાં પ્રજ્ઞપ્તિની સાક્ષી આપી. ત્યાં પ્રશ્ન થાય કે પ્રજ્ઞપ્તિમાં તો જમાલિના અનંત ભવ કહેનાર કોઈ વચન નથી, છતાં સિદ્ધર્ષિ ગણિએ લખેલ પાઠાનુસાર બંને પાઠોમાં પ્રજ્ઞપ્તિનો પાઠ સાક્ષીરૂપે કેમ આપ્યો ? તેની સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રી કહે છે
વળી સંમતિનું પ્રદર્શન બે અર્થના અભિધાનના પ્રકરણમાં પણ એક અર્થના પુરસ્કારથી પણ સંભવે છે. તેમાં તત્ત્વાર્થવૃત્તિની સાક્ષી બતાવે છે
જેમ તત્ત્વાર્થવૃત્તિમાં ઇન્દ્રિયોનું સંસ્થાન અને ઇન્દ્રિયોનું પરિમાણ બે ઉપક્રાન્ત છે તેમ લખ્યું અને તેમાં પ્રજ્ઞાપનાસૂત્રની સાક્ષી આપી. અહીં તત્ત્વાર્થવૃત્તિમાં સંમતિનું પ્રદર્શન ઇન્દ્રિયના સંસ્થાનરૂપ પૂર્વના અર્થમાં જ છે.
સિદ્ધર્ષિની વૃત્તિવાળી પ્રતવિશેષમાં જમાલિના અનંત ભવના સ્વામિત્વનું પ્રદર્શન છે. જે ચતુરંત સંસારરૂપી
-