________________
૧૨૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ સ્વીકાર્યા છે. તેમાંથી કાશ્મણદ્રવ્યોને આશ્રયીને જે અગુરુલઘુપર્યાયો જીવમાં કહ્યા છે, તે સિદ્ધમાં નથી અને જીવસ્વરૂપને આશ્રયીને જે અગુરુલઘુપર્યાયો છે, તે સર્વાશશુદ્ધ છે. આ અગુરુલઘુપર્યાયો સિદ્ધમાં સંભવે છે.
સિદ્ધના સ્વરૂપને કહેનારા સૂત્રમાં સાક્ષાત્ શબ્દથી ગ્રહણ કરાયા છે. તેથી સિદ્ધના સ્વરૂપને કહેનારા સૂત્રમાં યાવતું શબ્દથી વાચ્ય કોઈ વસ્તુ રહેતી નથી. તેથી જે પ્રમાણે સિદ્ધના સ્વરૂપને કહેનારા સૂત્રમાં વાક્યર્થનો દ્યોતક જ યાવતું શબ્દ છે તેમ જમાલિના સંસારપરિભ્રમણને કહેનારા ભગવતીસૂત્રના પાઠમાં પણ યાવત્ શબ્દ વાક્યર્થ દ્યોતક સ્વીકારી શકાય છે. માટે યાવતું શબ્દથી જમાલિના અનંત ભવ સ્વીકાર્યા વગર પણ ભગવતીસૂત્રના કથનમાં કોઈ અનુપપત્તિ નથી.
વળી, પૂર્વપક્ષી ભગવતીના પાઠના બળથી જમાલિના સંસારપરિભ્રમણમાં અનંત ભવો સ્વીકારે છે, તે ઉચિત નથી. તેમાં “
વિશ્વથી અન્ય યુક્તિ આપે છે – પૂર્વપક્ષી ભગવતીનું જમાલિના પરિભ્રમણને કહેનાર સૂત્ર અને દેવકિલ્બિષિકના સંસારપરિભ્રમણને કહેનાર સૂત્રને ગ્રહણ કરીને તે બંને સૂત્રો પ્રાયઃ શબ્દથી સમાન છે, તેમ આપાતનજરે લાગવાથી કહે છે –
કિલ્બિષિકને કહેનારું સૂત્ર સામાન્યથી ઉત્સુત્રભાષણને આશ્રયીને છે અને સામાન્યથી ઉત્સુત્રભાષણ કરનાર અનંતસંસારી હોય છે. તેના જેવું જ જમાલિના ભવને કહેનારું સૂત્ર છે. ફક્ત જમાલિના પરિભ્રમણમાં નરક ઉપપાતનું ગ્રહણ નથી અને કિલ્બિષિકના ભવભ્રમણમાં નરક ઉપપાતનું ગ્રહણ છે. માટે જેમ સામાન્ય ઉસૂત્રભાષણ કરનારને અનંતસંસાર છે તેમ જમાલિને પણ અનંતસંસાર છે. જમાલિને નરકનો ઉપપાત નથી તે બતાવવા માટે જ સામાન્યસૂત્ર સદૃશ જ નરક ઉપપાત વગરનું જમાલિના ભવભ્રમણ બતાવવા માટે ભગવતીમાં સ્વતંત્ર સૂત્ર બતાવેલ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દેવ કિલ્બિષિકને કહેનારું સૂત્ર સામાન્ય વિષયવાળું સંભાવના કરી શકાય નહિ; કેમ કે ત્યાર પછી આગળના જે “પ્રત્યે રૂા' સૂત્ર છે તે સૂત્રના કથનની અનુપત્તિ છે. તે સૂત્રમાં કહ્યું છે કે કેટલાક કિલ્બિષિકદેવો અનાદિ એવો સંસાર અપરિમિત, દીર્ઘ માર્ગવાળો, ચારગતિના પરિભ્રમણવાળો પ્રાપ્ત કરશે. તેથી એ ફલિત થાય કે આ પાછળના સૂત્રની અપેક્ષાએ કેટલાક કિલ્બિષિકદેવો અપરિમિત સંસારપરિભ્રમણ કરશે. અને જમાલિના પરિભ્રમણને કહેનારા સૂત્ર સદશ નરકગતિના પરિભ્રમણથી યુક્ત કિલ્બિષિકના પરિભ્રમણને કહેનારા ભગવતીનું સૂત્ર અનંતસંસારના પરિભ્રમણને કહેનારું નથી, અને તેના જેવું જ જમાલિના પરિભ્રમણને કહેનારું સૂત્ર હોવાથી જમાલિનું પણ સંસારપરિભ્રમણ અનંત નથી.
આનાથી શું ફલિત થયું? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – “અત્યાફિયા' ઇત્યાદિ ભગવતીનું વચન અપરિમિત ભવને કહેનારું છે. જાવ ચત્તારિ ઇત્યાદિ ભગવતીનું વચન પરિમિત ભવને કહેનારું છે. તે રીતે જમાલિના પરિભ્રમણને કહેનારું સૂત્ર પણ જાવ ચત્તારિ તુલ્ય છે. ફક્ત નરકગતિના પરિભ્રમણ વગરનું છે. તેથી જમાલિના પણ પરિમિત ભવ છે. તેમ સ્વીકારી શકાય છે. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રત્યે ફર્યા સૂત્ર અભવ્ય વિશેષને આશ્રયીને જાણવું; કેમ કે તે સૂત્રના અંતમાં અંતે