________________
૧૨૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
જમાલિ નિંદ્યપણામાં કઈ રીતે પડ્યા ? તે ‘તથાહિ’થી સ્પષ્ટ કરે છે
મિથ્યાત્વના અભિનિવેશથી=પોતાની વિપરીત પ્રરૂપણા પ્રત્યેના બદ્ધરાગરૂપ મિથ્યાત્વના અભિનિવેશથી, આણે= જમાલિએ, ભગવાનનું ‘ક્રિયમાણં કૃતં’ એ પ્રકારના વચનની અશ્રદ્ધા કરતાં ‘કરાયેલું જ કરાયું છે’ - એ પ્રમાણે વિપરીત પ્રરૂપણારૂપ અહિતઆચરણાથી લોક મધ્યમાં વચનીયપણામાં=નિંદનીયપણામાં, પડેલા અતિદુષ્કર તપ કરવા છતાં પણ કિલ્બિષિકદેવપણું અને અનંત ભવનું નિર્વર્તન કર્યું. એ પ્રમાણે કેટલીક પ્રતોમાં આ પાઠ દેખાય છે.
“વિપરીત પ્રરૂપણારૂપ અહિત આચરણાથી જ ‘નિહ્નવ આ છે’ એ પ્રમાણે લોકમધ્યમાં નિંદનીયપણામાં પડેલ જમાલિ અતિદુષ્કર તપ કરવા છતાં પણ કિલ્બિષિકદેવપણાને નિર્વર્તિત કર્યું.” એ પ્રકારનો આ પણ પાઠ કોઈક પ્રતમાં દેખાય છે.
અને કોઈ પ્રતમાં તે પ્રકારના મિથ્યાત્વના અભિનિવેશથી ભગવાનનાં વચનને ‘કરાતું કરાયું' એ પ્રકારે શ્રદ્ધા નહીં કરતો કરાયેલું જ કૃત છે એ પ્રમાણે વિપરીત પ્રરૂપણા લક્ષણ અહિત આચરણથી જ નિહ્નવ આ જમાલી છે એ પ્રમાણે લોકમાં નિંદનીયપણાને પામ્યો. અતિદુષ્કર તપ કરવા છતાં પણ કિલ્બિષિકદેવપણાને અને અનંતભવને પામ્યો.
“અને પ્રજ્ઞપ્તિમાં કહેવાયું છે “હે ભગવંત ! જો જમાલિ અણગાર અરસાહાર વિરસાહારવાળા યાવદ્ વિવિક્તજીવી છે. તો હે ભગવંત ! જમાલિ અણગાર કાલ માસે કાલ કરીને લાતંક વિમાનમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ કિલ્બિષિકદેવોમાં દેવકિલ્બિષિકપણાથી કેમ ઉત્પન્ન થયા ? તેનો ભગવાન ઉત્તર આપે છે કે, “હે ગૌતમ ! જમાલિ અણગાર આચાર પ્રત્યનીક ઇત્યાદિ યાવત્ લાતંક કલ્પમાં યાવદ્ ઉત્પન્ન થયા. હે ભગવંત ! જમાલિ તે દેવલોકથી આયુષ્યક્ષયથી યાવદ્ કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ચાર-પાંચ તિર્યંચયોનિ-મનુષ્ય-દેવભવગ્રહણરૂપ સંસારનું અનુપરિવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે. યાવત્ અંત કરશે.” આ પ્રકારનો પાઠ છે=આ પ્રકારનો પાઠ સિદ્ધéિગણિ કૃત ઉપદેશમાલાની ટીકામાં છે.
-
હેયોપાદેયા વૃત્તિમાં પણ કેટલીક પ્રતોમાં પણ આ જ પાઠ છે. અને અન્ય પ્રતોમાં “અતિદુષ્કર તપ કરવા છતાં પણ કિલ્બિધિકદેવપણું પામ્યા, એ પ્રમાણે પાઠ છે. અને ‘કર્તા હૈં પ્રાપ્તો નફ ાં મંતે !” ઇત્યાદિ રચનાથી પાઠ છે.
આ પ્રમાણે સ્થિત હોતે છતે સિદ્ધર્ષિની ઉપદેશમાલામાં બે પ્રકારના પાઠો પ્રાપ્ત થાય છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, મધ્યસ્થ ગીતાર્થો આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. જે ‘વદ્યુત’થી બતાવે છે
ભગવતી આદિ બહુ ગ્રંથના અનુસારથી જમાલિનું પરિમિતભવપણું જણાય છે અને સિદ્ધષિ વૃત્તિના પાઠ વિશેષાદિના અનુસારથી અનંત ભવ જણાય છે. વળી તત્ત્વ=જમાલિના પરિમિત ભવો છે કે અનંત ભવો છે એ રૂપ તત્ત્વ, તત્ત્વના જાણનારાઓથી વેદ્ય છે. પરંતુ પ્રકૃત અર્થમાં=જમાલિના અનંત ભવને કહેનારા અર્થમાં, ભગવતીસૂત્ર વિવૃત નથી અને તેનું સન્મુખપણું=ભગવતીસૂત્રનું સન્મુખપણું, વીરચરિત્રાદિ ગ્રંથોમાં દેખાય છે.