________________
૧૧૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રવ્યુત્પન્નને કેમ તેવી શંકાનો ઉદય ન થાય? તેમાં હેતુ કહે છે – શ્રદ્ધસમાસનું=જમાલિતા ભવને કહેનાર ભગવતીના પાઠમાં રહેલ ઢબસમાસનું, સર્વપદપ્રધાનપણું હોવાને કારણે પ્રત્યેકમાં જ=તિર્યંચાદિ ત્રણે ભાવોમાં જ પંચ સંખ્યાનો અવય છે. વળી, પોતાના કથનની પુષ્ટિ અર્થે યુક્તિ આપે છે –
આ જ અભિપ્રાયથી=ભગવતીના વચનમાં રહેલ પંચ શબ્દનો ત્રણે ગતિ સાથે અવય છે એ જ અભિપ્રાયથી, “ત્યાંથી અવીને પાંચ વખત” ઈત્યાદિ અભિધાન છે=ઈત્યાદિ ત્રિષષ્ટિનું અભિધાન છે.
વળી, જમાલિના ૧૫ ભવતે કહેનારા ભગવતીના પાઠની પુષ્ટિ અર્થે અન્ય સાક્ષી બતાવે છે – “જિતનાથ વડે કહેવાયું છે – સુર, તિર્યંચ, નરમાં પાંચ વખત ભમીને પ્રાપ્ત બોધિવાળો એવો જમાલિનો જીવ નિર્વાણ સુખને પામશે.” એ પ્રકારે અભયદેવસૂરિના સંતાતીય ગુણચન્દ્રમણિકૃત પ્રાકૃત વીરચરિત્રમાં પણ આ રીતે જગત્રિષષ્ટિમાં કહ્યું છે તે રીતે જ, કહેલ છે.
“તિર્યંચ, મનુષ્ય અને દેવમાં તે=જમાલિ, કેટલાક ભવોને ભમીને મહાવિદેહમાં થઈને દૂરથી =કેટલાક ભવોના અંતરથી નિવૃતિને પામશે.” એ પ્રમાણે ઉપદેશમાલાની કણિકામાં પણ આ રીતે જ=ત્રિષષ્ટિમાં કહ્યું એ રીતે જ, કહેવાયું છે.
અહીં ઉપદેશમાલાકણિકાના કથનમાં, પર વડે જે કહેવાય છે, તે અતિકઠાગ્રહ વિજૈસ્મિત છે, એમ અવય છે. ઉપદેશમાલાકણિકાના કથનમાં પર વડે શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – “કેટલાક ભવો' એ પ્રમાણે જે કહેવાયું ઉપદેશમાલાકણિકામાં જે કહેવાયું, તે કિલ્બિષિકદેવભવથી ઔવેલો જમાલિ અનંતર સર્વલોક ગહણીય એવા મનુષ્યાદિ દુર્ગતિ સંબંધી કેટલાક ભવો પામીને પાછળથી સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ ભવોમાં જશે, એ જ્ઞાપન માટે જ છે. અને તે પ્રમાણે=જમાલિ કેટલાક ખરાબ ભવો કરીને પછી એકેન્દ્રિયમાં જશે. તે પ્રમાણે આગમ પણ છે –
“દેવત્વને પામીને પણ કિલ્બિષિકમાં ઉત્પન્ન થયેલો તે=કિલ્બિષિક દેવ, ત્યાં પણ જાણતો નથી કે કયા મારા કૃત્યનું આ ફળ છે ? ત્યાંથી પણ તે ઍવીને એડમૂકપણાને પામશે અથવા નરક-તિર્યંચયોનિને પામશે, જ્યાં બોધિ સુદુર્લભ છે.” (દશવૈકાલિકસૂત્ર ૫/૨-૪૭-૪૮).
રતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
એ પ્રમાણે જે પર વડે કહેવાયું તે અતિકદાગ્રહ વિજૈસ્મિત છે; કેમ કે આમાં ઉપદેશમાલાની કણિકાના ઉદ્ધરણમાં, તિર્યંચાદિમાં પ્રત્યેકને આશ્રયીને પરિમિત ભવગ્રહણનું વ્યક્ત જ અભિધાન હોવાથી ઈચ્છા માત્રથી અવશિષ્ટ અનંતભવ કલ્પનાનું અપ્રામાણિકપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આ=ઉપદેશમાલાકણિકાનું પરિમિત ભવભ્રમણને કહેનારું વચન સ્થૂલભવ અભિધાનમાત્ર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં પ્રમાણનો અભાવ છે. અને “દૂરથી નિવૃત્તિને પામશે.' એ પ્રકારના વચનની=એ પ્રકારના ઉપદેશમાલાકણિકાના વચનની,