________________
૧૧૧
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦ સૂત્રાનુસાર વિશેષ સૂત્રમાં પણ યાવતું શબ્દ અધ્યાહાર ગ્રહણ કરીને યાવત્ શબ્દ દ્વારા જમાલિના અનંતભવની સિદ્ધિ થાય છે, કેમ કે યાવતું કાલ ભમીને ચાર-પાંચ તિર્યંચયોનિ આદિમાં ભટકશે, તે વચનથી અનંત ભવની સિદ્ધિ થાય છે. પૂર્વપક્ષીના આ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જમાલિના અનંત ભવો અસિદ્ધ છે. તેને અસિદ્ધ એવા યાવતું શબ્દથી સિદ્ધ કરતાં પૂર્વપક્ષીનું અદ્ભુત તાર્કિકપણું છે. કેમ પૂર્વપક્ષીનું વચન અનુચિત છે ? તે બતાવવા અર્થે યુક્તિ આપે છે –
જાવ ચત્તારિ ઇત્યાદિ વચનમાં શસુ અત્તવાળું ચતુરુ પદ અને પંચ પદ છે તેના સમાનાધિકરણવાળું ભવગ્રહણ પદ છે. તે ભવગ્રહણ પદની ઉત્તરમાં દ્વિતીયા વિભક્તિ છે. તે દ્વિતીયા વિભક્તિ વ્યાકરણના નિયમાનુસાર કાલનું નિયમન કરનાર છે. માટે કાલના નિયમન અર્થે દ્વિતીયા વિભક્તિ સ્વીકાર્યા પછી કાલના નિયમન માટે યાવત્ શબ્દનો પ્રયોગ થઈ શકે નહિ; કેમ કે એકનો એક અર્થ ફરી કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે યાવતું શબ્દને કાલનો નિયામક સ્વીકારીને તેના અનુરોધથી તાવતુ શબ્દને અધ્યાહાર પૂર્વપક્ષી સ્વીકારે છે તે ઉચિત નથી. જમાલિના ભવભ્રમણને કહેનારા વિશેષ સૂત્રમાં પણ સામાન્યસૂત્રના બળથી યાવતુ-તાવત્ શબ્દને અધ્યાહાર પૂર્વપક્ષી કહે છે તે સંગત નથી. માટે જમાલિના ભવને કહેનારા ભગવતીના પાઠના બળથી જમાલિના અનંતભવની સિદ્ધિ થઈ શકે નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે કિલ્બિષિકના ભવને કહેનારા ભગવતીના પાઠમાં યાવત્ શબ્દ છે, તે કયા અર્થમાં છે ? તેની વિચારણા કરવી આવશ્યક છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપ્રક્રાન્તપદના સમુદાયાર્થરૂપ જ યાવત્ શબ્દ છે. તે આ પ્રમાણે – ભગવતીના પાઠમાં કહેલું છે કે હે ભગવન્! દેવ કિલ્બિષિયા તે દેવલોકથી આયુષ્યક્ષયથી અને સ્થિતિક્ષયથી અનંતર ચયને પ્રાપ્ત કરીને ક્યાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ?' તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે – “યાવત્ ચાર-પાંચ નારકી, તિર્યંચયોનિ, મનુષ્ય, દેવભવગ્રહણરૂપ સંસારનું અનુપરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે. આ કથનમાં ચત્તારિ શબ્દની પૂર્વે ‘નાવ’ શબ્દ છે, તે પૂર્વપ્રક્રાન્ત સમુદાયાર્થને કહેનાર છે અર્થાત્ તે દેવ કિલ્બિષિયા તે દેવલોકથી આયુષ્યક્ષયથી અને સ્થિતિક્ષયથી અનંતર ચયને પ્રાપ્ત કરીને યાવત્ ચાર-પાંચ ભવ સંસારઅનુપરાવર્તન કરશે, એમ ભગવાને ગૌતમ સ્વામીને કહેલ છે. તેથી “ગાવ' શબ્દ પ્રશ્નના ‘વત્તા સુધીના અંશનો પરામર્શ કરે છે. જે પૂર્વપ્રક્રાન્તપદના સમુદાયાર્થરૂપ છે. આ પ્રકારનો અર્થ કરવાથી પૂર્વપક્ષીએ જે ત્રણ અર્થ કર્યા હતા કે યાવતુ શબ્દ વિશેષણ અર્થમાં, વિશેષ્ય અર્થમાં અથવા અર્થશૂન્ય અર્થમાં વપરાય છે તેમાંથી વિશેષ અર્થમાં પ્રાપ્ત થાય છે. વિશેષ્ય અર્થમાં યાવત્ શબ્દ જયારે વપરાય છે ત્યારે આઘંત પદથી વિશિષ્ટ હોય છે, એમ પૂર્વપક્ષીએ સ્થાપન કરેલું. તે પ્રમાણે પ્રસ્તુતમાં આદંત પદથી વિશિષ્ટ નથી તેથી વિશેષ્યપદ આદ્ય પદથી વિશિષ્ટ હોય તે નિયમનો ભંગ થાય.
તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે – વિશેષ્ય અર્થવાળો યાવતું શબ્દ નિયમા ગણ સંબંધી આઘંત પદ વિશિષ્ટ જ હોય તેવો નિયમ નથી, પરંતુ વિશેષ્ય અર્થને કહેનાર યાવત્ શબ્દ કોઈક સ્થાનમાં ગણ સંબંધી આઘંત પદથી વિશિષ્ટ હોય છે, કોઈક સ્થાનમાં અંત્યપદથી પણ વિશિષ્ટ હોય છે, તો વળી કોઈક સ્થાનમાં