________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૧૦૯
“એકાંતપંડિત મનુષ્ય=વિધિપૂર્વક અણસણ કરીને જનારા શ્રાવકની જેમ બાલપંડિત મરણથી નહિ પરંતુ ત્રણગુપ્તિથી ગુપ્ત, સર્વભાવ પ્રત્યે નિરપેક્ષ, શ્રુતવિધિથી અણસણ કરીને જનારા એવા, એકાંતપંડિત મનુષ્ય, હે ભગવંત ! શું નરકાયુષ્યને કરે છે ? તિર્યંચાયુષ્યને, મનુષ્યાયુષ્યને, દેવાયુષ્યને કરે છે એ પ્રમાણે પૃચ્છા છે. ત્યાં ભગવાન ઉત્તર આપતાં કહે છે હે ગૌતમ ! એકાંતપંડિત મનુષ્ય આયુષ્યને કથંચિત્ કરે છે, કથંચિત્ કરતો નથી. જો કરે છે તો નરકાયુષ્યને કરતો નથી, તિર્યંચ આયુષ્યને કરતો નથી, મનુષ્યાયુષ્યને કરતો નથી. દેવાયુષ્યને કરે છે. નારક આયુષ્યને કરીને નારકમાં ઉત્પન્ન થતો નથી, તિર્યંચ આયુષ્યને કરીને તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. મનુષ્યાયુષ્યને કરીને મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી. દેવાયુષ્ય કરીને દેવમાં ઉત્પન્ન થાય છે. હવે કયા કારણથી યાવત્ દેવાયુષ્ય કરીને દેવમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એકાંતપંડિત મનુષ્યને બે ગતિ જ પ્રજ્ઞપ્ત છે. આ પ્રમાણે-અંતકિરિયા જ અથવા કલ્પોપપત્તિ જ. તે કારણથી હે ગૌતમ ! યાવદ્ દેવાયુષ્ય કરીને દેવમાં ઉત્પન્ન થાય છે.”
અહીં='તથાહિ'થી કહેલા પાઠમાં, ‘યાવત્’ શબ્દનો ગણ સંબંધી આદ્યંત પદ વિશિષ્ટપણાથી જ પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થનું વાચકપણું નથી. પરંતુ સ્વસંબંધી અંત્ય પદના ઉપસંદાનથી જ પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થનું વાચકપણું છે=કયા અર્થથી જીવ દેવાયુષ્ય કરીને દેવમાં ઉત્પન્ન થાય છે તે સ્થાનમાં યાવત્ પદ સાથે સંબંધી જે દેવાયુષ્ય કરીને દેવમાં ઉત્પન્ન થાય છે તે રૂપ અંત્યપદના ગ્રહણથી જ પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થનું વાચકપણું યાવત્ શબ્દનું છે. તેની જેમ અહીં પણ=ભગવતીના કિલ્બિષિકના સંસારપરિભ્રમણને કહેનારા વચનમાં પણ, ચત્તારિ પંચ ઇત્યાદિ સ્વસંબંધી પદના ઉપસંદાનથી= ચાર-પાંચ નારકી, તિર્યંચયોનિ, મનુષ્ય, દેવભવગ્રહણરૂપ સંસારનું અનુપરિવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે. ઈત્યાદિરૂપ જે યાવત્ પદ સાથે સંબંધી પદો છે તે પદોના ગ્રહણથી, યાવત્ શબ્દનો પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થતા વાચકપણામાં=“દેવકિલ્બિષિયા દેવલોકથી આયુક્ષયથી અને સ્થિતિક્ષયથી અનંતર ચય પ્રાપ્ત કરીને” એ રૂપ પૂર્વપ્રક્રાન્તવાક્યાર્થના વાચકપણામાં, કોઈ બાધક નથી, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ.
ભાવાર્થ:
ભગવતીના પાઠના બળથી પૂર્વપક્ષીએ જમાલિને અનંતસંસાર છે તેને સ્થાપન ક૨વા જે યત્ન કર્યો અને ત્રિષષ્ટિના વચનથી પણ જમાલિને અનંતસંસાર સ્થાપન કરવા જે યત્ન કર્યો તે સંગત નથી એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે – અન્ય શાસ્ત્રોમાં જમાલિને કેટલો સંસાર છે ? તેના વિષયમાં જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે હો, પરંતુ ભગવતીસૂત્રની અપેક્ષાએ જમાલિને અનંત ભવો પ્રાપ્ત થાય છે.
કઈ રીતે ભગવતીસૂત્રના પાઠથી જમાલિને અનંત ભવોની પ્રાપ્તિ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે યાવત્ શબ્દનો ત્રણ રીતે અર્થ પ્રાપ્ત થઈ શકે એમ પૂર્વપક્ષી બતાવતાં કહે છે
=
કોઈક સ્થાને યાવત્ શબ્દનો પ્રયોગ વિશેષ્યરૂપે હોય છે, કોઈક સ્થાને યાવત્ શબ્દનો પ્રયોગ વિશેષણરૂપે અને કોઈ સ્થાને વિશેષ્ય અને વિશેષણ ઉભય સ્વરૂપથી વિકલ હોય છે.