________________
૧૧૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
યાવત્ શબ્દ વિશેષરૂપે ક્યારે હોય છે ? તે સ્પષ્ટ કરતાં પૂર્વપક્ષી કહે છે – પૂર્વમાં જે કથન કર્યું હોય તેના ગણ સંબંધી પ્રથમ અને અંતિમ પદોથી વિશિષ્ટ યાવતું પદ હોય ત્યારે તે ગણના મધ્યવર્તી પદાર્થનો સંગ્રાહક યાવતું પદ થાય છે. તે વિશેષરૂપ યાવતું પદ છે. જેમ ભગવતીસૂત્રમાં કહ્યું કે –જમાલિઅણગાર અરસ આહારવાળા, વિરસ આહારવાળા, અંત આહારવાળા, રૂક્ષ આહારવાળા, તુચ્છ આહારવાળા, અરસજીવી, વિરમજીવી છે. ત્યાર પછી યાવત્ શબ્દ મૂક્યો તે પૂર્વના અરસ આહાર, વિરસ આહારના વાચક અરસજીવી, વિરમજીવી શબ્દોથી અને ત્યાર પછી અંત આહાર અને રૂક્ષ આહાર શબ્દને છોડીને તુચ્છ આહાર શબ્દના વાચક તુચ્છજીવી શબ્દ બતાવ્યો. તેથી વિરસ આહાર અને તુચ્છ આહારની વચમાં રહેલા અંત આહાર અને રૂક્ષ આહારનો સંગ્રહ જાવ શબ્દથી થાય છે. તેથી જાવ શબ્દથી અંતજીવી, રૂક્ષજીવીરૂપ ગણના મધ્યવર્તી પદોનો સંગ્રાહક યાવતું શબ્દ બને છે.
વળી, વિશેષણભૂત યાવતું શબ્દ દેશ-કાલનો નિયામક થાય છે. જેમ કોઈને કહેવામાં આવે કે “જ્યાં સુધી ૨૫ યોજન પત્તન છે. ત્યાં સુધી જવું જોઈએ.” ત્યાં યાવત્ શબ્દ દેશનિયામક પત્તનનું વિશેષણ છે. વળી, કાલનિયામકનું દૃષ્ટાંત બતાવે છે – “જ્યાં સુધી તે જીવ સદા સમિત છે, તે તે ભાવોને પરિણમન પામે છે, ત્યાં સુધી તે જીવ આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે.” ત્યાં યાવત્ શબ્દ જેટલા કાળ સુધી જીવ તે તે ભાવોને પરિણમન પામે છે તેમ બતાવે છે. માટે કાલ નિયામક છે.
વળી, કોઈક ઠેકાણે લાવતુ શબ્દ વિશેષણ કે વિશેષ્યરૂપ ન હોય ત્યાં યાવત્ શબ્દ ડિત્થ-ડવિત્યાદિ શબ્દની જેમ અર્થશૂન્ય છે.
આ રીતે યાવતું શબ્દ ત્રણ રીતે બતાવીને પૂર્વપક્ષી ભગવતીમાં તે ત્રણમાંથી કયો અર્થ સંગત છે? તે બતાવવા અર્થે કહે છે –
ભગવતીના દેવકિલ્બિષિયાના સામાન્ય સંસારપરિભ્રમણને કહેનારા વચનમાં જે યાવતુ શબ્દ છે તે ડિત્થ-ડવિત્યની જેમ અર્થશૂન્ય પણ નથી અને વિશેષ્યભૂત પણ નથી.
કેમ વિશેષ્યભૂત નથી ? તેમાં યુક્તિ બતાવે છે – આઘંત શબ્દ દ્વારા અવિશિષ્ટ છે અર્થાત્ જેમ વિશેષ્યભૂત યાવતું શબ્દ ગણના આઘંત શબ્દથી વિશિષ્ટ છતો ગણ મધ્યવર્તી પદાર્થનો સંગ્રહ કરે છે. તેવો સંગ્રાહક યાવત્ શબ્દ નથી પરંતુ વિશેષણભૂત છે; કેમ કે વિશેષણ હંમેશાં પૂર્વમાં હોય છે. તે પ્રમાણે ભગવતીના પાઠમાં પણ ચત્તારિ-પંચની પૂર્વમાં “જાવ” શબ્દ છે. ભગવતીમાં કાલનો અધિકાર ચાલતો હોવાથી કાલ નિયામક છે. તેથી એ પ્રાપ્ત થાય કે કિલ્બિષિકદેવો
વીને યાવતું કાલ ચાર-પાંચ ત્ર-સ્થાવર જાતિમાં નારક, તિર્યંગુ યોનિ, મનુષ્ય અને દેવભવગ્રહણ કરશે. તેટલો કાળ સંસારમાં અનુપરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે યાવતું સર્વદુઃખોનો અંત કરશે. અને સૂત્રમાં “જાવ' છે તેથી તાવ” અધ્યાહાર છે, આ પ્રમાણે કિલ્બિષિક સામાન્ય સૂત્રના અનુસાર યાવતુ શબ્દનો અર્થ કરીને ‘તાવત્' શબ્દ અધ્યાહાર છે. તેમ પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું. તે રીતે જમાલિના ભવોને કહેનારા ભગવતીના વિશેષ સૂત્રોમાં પણ કાલનિયમ માટે ત્યાં યાવતું શબ્દ મૂકેલ નથી. તોપણ સામાન્ય