________________
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦ "चतसृषु पञ्चसु च जातिषु तिर्यग्मनुजदेवभवग्रहणानि" इति भणनात् “अनन्तभवसिद्धिः" इत्यपास्तं, 'चत्तारि' इत्यत्र द्वितीयाबहुवचने सप्तमी बहुवचनार्थत्वस्य 'पञ्च' इत्यनन्तरसप्तमीबहुवचनलोपस्य समुच्चयार्थकचकाराध्याहारस्य च प्रसङ्गात् । किञ्च चतुष्पञ्चशब्दयोः संख्यावाचकयोर्व्यक्तिवचनत्वेन कुतस्ताभ्यां जात्युपस्थितिरिति विभावनीयम् यदि च जमालेरनन्तः संसारः सूत्रे वक्तव्योऽभविष्यत् तदा तिरियमणुस्सदेवेसु अणंताई भवग्गहणाई संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिस्सइ' इत्यादि, अथवा 'जहा गोसाले मंखलिपुत्ते तहेव णेरइअवज्जं संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिस्सइ' इत्यादि भणनीयमभविष्यद्, अन्यथा नवसु जातिषु भवग्रहणेन भ्रमणादपि कुत आनन्त्यलाभः ? नवभिरपि वारैस्तत्पूर्तिसंभवात, प्रतिव्यक्तिभ्रमणं च नाक्षरबलाल्लभ्यते, बाधितं च सर्वतिर्यग्देवमनुजेषु तत्, स्वेच्छामात्रेण नियतानन्ततिर्यग्योनिकभवग्रहणाश्रयणे च किं सूत्रावलंबनव्यपदेशेन ? स्वकल्पनाया महत्स्वध्यारोपस्य महदाशातनारूपत्वात् । ટીકાર્ય :ચર્ચ . મદલાશાતનારૂપત્તાત્ અને જે પરનો મત છે તે અપૂર્વબુદ્ધિપાટવમૂલ છે, એમ અવય છે. અને તે પરનો મત બતાવે છે – “હે ભગવન્ ! જમાલિ દેવ તે દેવલોકથી આયુષ્ય ક્ષયથી યાવતું ક્યાં ઉત્પન્ન થશે?=મોક્ષે ન જાય ત્યાં સુધી ક્યાં ઉત્પન્ન થશે ? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે – હે ગૌતમ ! ચાર-પાંચ તિર્યંચયોનિ, મનુષ્ય, દેવભવ ગ્રહણવાળા સંસારને અનુપરાવર્ત કરીને ત્યાર પછી સિદ્ધ થશે, યાવત્ સંસારનો અંત કરશે.” એ પ્રકારના ભગવતીના પાઠમાં “ચાર બેઈન્દ્રિયાદિ, પાંચ એકેન્દ્રિય પૃથ્વી આદિ, તે તિર્યંચયોનિ વાળા તેઓમાં અને દેવ-મનુષ્યોમાં ભવગ્રહણરૂપ ભમીને.” એ પ્રમાણે વ્યાખ્યાન હોવાથી અને અહીં જમાલિતા ભવમાં, તીર્થંકરની આશાતનાકૃતનું અધિકૃતપણું હોવાથી ભવાનજ્યલક્ષણબહુત્વનું સ્પષ્ટપણું હોવાથી ભગવતીના વચનની અપેક્ષાએ જ જમાલિને અનંતભવની સિદ્ધિ છે, એ પ્રમાણે પરનો મત છે, તે અપૂર્વ બુદ્ધિપાટવમૂલ છે. એમ કટાક્ષમાં ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે આવા પ્રકારના ગંભીર અર્થ, વૃત્તિકાર વડે અસ્પષ્ટ કરાયેલાનું સ્વયં જ પૂર્વપક્ષી સ્પષ્ટીકરણ કરે છે. આ રીતે કટાક્ષમાં કહીને તેનું કથન અયુક્ત છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
અને આ તપસ્વી=આ પ્રમાણે અર્થ કરનાર પૂર્વપક્ષી, કેમ આટલું પણ જાણતો નથી ? જે આ ચાર-પાંચ શબ્દ=ભગવતીમાં કહેલ “ચારિ-પંચ' એ બે શબ્દો ભવગ્રહણના સમાતાધિકરણવાળા, ભિન્ન વિભક્તિ અંતવાળા અને વ્યસ્ત=અસમાસવાળા, સમાસ અંતઃપાતી એવા તિર્યંચયોતિ શબ્દની વિશેષણતાને પ્રાપ્ત કરે, અર્થાત્ ચત્વારિ-પંચ શબ્દ તિર્યંચયોતિ શબ્દની વિશેષણતાને પ્રાપ્ત કરી શકે નહિ.