________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનો અને ભગવતી-સૂત્રનો પાઠ એકવાક્યરૂપે કરે તે રીતે, ત્યાં= ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પાઠમાં, વિજાતીય ભવથી અંતરિતપણાથી તિર્યંચયોતિમાં પાંચ વાર જ અનંતભવગ્રહણની સિદ્ધિ છે. તેથી સર્વ પણ પ્રત્યનીકોને=જમાલિની જેમ ઉત્સૂત્રભાષણ કરનારા સર્વ પણ પ્રત્યેનીકોને, આવા પ્રકારનું જ=જમાલિના જેવા પ્રકારનું જ, સંસારપરિભ્રમણ સિદ્ધ થાય. પરંતુ અનંત અન્યઅન્ય પ્રકારના ભવથી અંતરિત ભવબહુલપણું સિદ્ધ થાય નહીં. જે કારણથી “હે ભદંત ! દેવ કિલ્બિષિયા તે દેવલોકથી આયુષ્યક્ષયથી અને સ્થિતિક્ષયથી અનંતર ચયને પ્રાપ્ત કરીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? તેનો ઉત્તર આપતાં ભગવાન્ કહે છે – હે ગૌતમ ! ચાર-પાંચ નારકી, તિર્યંચયોનિ, મનુષ્ય, દેવભવગ્રહણરૂપ સંસાર અનુપરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવત્ અંત કરશે.” એ પ્રમાણે તારા વડે સામાન્ય સૂત્ર અંગીકાર કરાય છે. તેથી ઉક્ત=જમાલિ સંબંધી કહેવાયેલા, ચત્તારિ પંચ ઇત્યાદિ વિશેષ સૂત્રનું નરકગતિ પ્રતિષેધ-માત્રથી વિશેષ સ્વીકારાય છે, પરંતુ અધિક કાંઈ સ્વીકારાતું નથી.
ભાવાર્થ:
૧૦૧
ભગવતીસૂત્રના પાઠને ગ્રહણ કરીને પૂર્વપક્ષી જમાલિને અનંતસંસા૨પરિભ્રમણ છે તે સ્થાપન ક૨વા અર્થે કહે છે -
ભગવતીસૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલ છે કે દેવલોકથી ચ્યવીને જમાલિ ક્યાં ઉત્પન્ન થશે ? તેના જવાબરૂપે ભગવાને કહ્યું કે ચાર-પાંચ તિર્યંચયોનિ, મનુષ્યભવ, દેવભવગ્રહણરૂપ સંસારને પરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે. તે સૂત્રનો અર્થ કરતાં પૂર્વપક્ષી કહે છે કે ચાર શબ્દથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એ ચારનું ગ્રહણ કરવું, અને પાંચ શબ્દથી પૃથ્વીકાય આદિનું પાંચનું ગ્રહણ કરવું. તે ચાર-પાંચ શબ્દનો તિર્યંચયોનિ સાથે સમાસ કરવો. ત્યાર પછી તે ચાર-પાંચ તિર્યંચયોનિના અને દેવમનુષ્યમાં ભવગ્રહણો ગ્રહણ કરવાં. જમાલિએ તીર્થંકરની આશાતના કરેલી તેથી અનંત ભવ લક્ષણ બહુત્વ સંસા૨પરિભ્રમણ ભગવતીસૂત્રની અપેક્ષાએ સ્પષ્ટ છે, માટે જમાલિને અનંત ભવની સિદ્ધિ છે. આમ પૂર્વપક્ષી કહે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે -
તે
પૂર્વપક્ષીનું તે વચન યુક્ત નથી; કેમ કે તેવો અર્થ વૃત્તિકારે કર્યો નથી. વળી, પૂર્વપક્ષી જાણતો નથી કે ચાર-પાંચ શબ્દ ભવગ્રહણના સમાનાધિકરણ છે, પરંતુ તિર્યંચયોનિના સમાનાધિકરણ નથી. ચાર-પાંચ શબ્દ ભિન્ન વિભક્તિવાળા છે અને સમાસવાળા નથી, તેથી મનુષ્ય-દેવ ભવગ્રહણ સાથે સમાસવાળા એવા તિર્યંચયોનિ શબ્દ સાથે તેનું યોજન થઈ શકે નહિ.
વળી, પૂર્વપક્ષી કહે કે ચત્તારિ પંચ શબ્દ વિભક્તિ અંતવાળો નથી તે પણ સંભવે નહિ; કેમ કે ચતુર્ શબ્દ શરૂ અન્તવાળો છે અને વિભક્તિ વગર ચત્તારિ શબ્દ બની શકે નહિ. વળી, કોઈક કહે છે કે ચાર-પાંચ જાતિરૂપ તિર્યંચ, મનુષ્ય અને દેવ ભવગ્રહણનું ભગવતીમાં કથન હોવાને કા૨ણે અનંતભવની સિદ્ધિ છે. તે વચન પ્રમાણે ચત્તારિ અને પંચ શબ્દમાં ચત્તારિ શબ્દ દ્વિતીયા બહુવચન હોવા છતાં સપ્તમી બહુવચનમાં