________________
૧૦૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ વળી, વિશેષણભૂત થાવત્ શબ્દ ઉક્ત પદથી વાચ્ય એવા અથવા દેશકાળાદિનો નિયામક થાય છે. ત્યાં “યાવત્ પચ્ચીશ યોજન નગર છે, ત્યાં સુધી જવું જોઈએ.” ઈત્યાદિમાં દેશનિયામકપણું છે. અને “જ્યાં સુધી જીવ સદા સમિત છે અને તે તે ભાવને પરિણમે છે, ત્યાં સુધી તે જીવ આરંભ, સંરંભ અને સમારંભ કરે છે.” ઈત્યાદિમાં કાલનિયામકપણું પ્રસિદ્ધ છે.
આ રીતે વિશેષ્યભૂત “યાવતું’ શબ્દ ક્યારે વપરાય છે અને વિશેષણભૂત યાવતું શબ્દ ક્યારે વપરાય છે, તે બતાવ્યું. હવે તે બંને રહિત પણ યાવતું શબ્દ કોઈક સ્થાનમાં આવે છે. તે યાવતું શબ્દનો અર્થ સ્પષ્ટ કરે
છે –
વળી, વિશેષણત્વ કે વિશેષ્યત્વ સ્વરૂપથી વિકલ યાવત્ શબ્દ ડિત્ય, વિત્યાદિની જેમ અર્થશૂન્ય થાય અર્થાત્ તેવો પ્રયોગ ક્વચિત્ યાવત્ શબ્દનો કોઈક સ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેનો કોઈ અર્થ નથી, પરંતુ કેવલ વાક્યાલંકારરૂપે જ પ્રાપ્ત થાય છે.
તે કારણથીeભગવતીના સામાન્ય પાઠમાં યાવત્ શબ્દનો પ્રયોગ છે જે કોઈક વખત વિશેષરૂપે કોઈ વખત વિશેષણરૂપે કે કોઈક વખત અર્થશૂન્ય પ્રાપ્ત થાય છે તે કારણથી, અહીં=ભગવતીના કિલ્બિષિકોને સામાન્યથી અનંતસંસારને કહેનારા સૂત્રમાં, યાવત્ શબ્દ અનર્થક નથી ડિત્ય, વિત્યાદિ શબ્દ જેવો નથી, અથવા વિશેષભૂત નથી; કેમ કે આદંત શબ્દ દ્વારા અવિશિષ્ટપણું છે. અને વિશેષભૂત એવા તેનું કાવત્ શબ્દનું, તે બે દ્વારા આવંત શબ્દ દ્વારા, વિશિષ્ટનો જે પ્રયોગ થાય છે. પરંતુ વિશેષણભૂત છે – ભગવતીના પાઠમાં યાવત્ શબ્દ વિશેષણભૂત છે; કેમ કે “જે પૂર્વમાં રહેલું હોય તે વિશેષણ છે.” એ પ્રકારનું વચન છે. અને તે=ભગવતીના પાઠમાં રહેલ વિશેષણભૂત યાવત્ શબ્દ, કાલનિયામક છે; કેમ કે આમાં કાલમાં, અધિકાર છે. કઈ રીતે કાલમાં અધિકાર છે ? તે પૂર્વપક્ષી સ્પષ્ટ કરે છે –
યાવત્કાલ ચાર-પાંચ ત્રસ, સ્થાવર જાતિમાં નારક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવના ભવોનું ગ્રહણ છે. ‘યતો નિત્ય અભિસંબંધ હોવાને કારણે તેટલો કાલ સંસાર અનુપરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે, યાવત્ સર્વ દુ:ખોનો અંત કરશે." એ પ્રકારનો સામાન્ય સૂત્રનો અર્થદેવ કિલ્બિલિયાને કહેનાર ભગવતીના સામાન્યસૂત્રો અર્થ પર્યવસાન પામે છે.
આ રીતે પૂર્વમાં પૂર્વપક્ષીએ બતાવ્યું એ રીતે, સામાન્ય સૂત્રમાં કહેલના અનુસાર વિશેષ સૂત્રમાં પણ જમાલિના પરિભ્રમણને કહેનારા વિશેષ સૂત્રમાં પણ, કાલતા નિયમન માટે તાવત્ શબ્દની જેમ યાવત્ શબ્દ પણ અધ્યાહાર છે. કેમ જમાલિના સૂત્રમાં યાવતુ-તાવતું શબ્દ અધ્યાહાર છે ? તેમાં યુક્તિ કહે છે –
તે બે વગર=જમાલિના પરિભ્રમણને કહેનાર ભગવતી સૂત્રમાં અધ્યાહાર એવા થાવ-તાવત્ શબ્દ વગર વાક્યદ્વયની અનુપપત્તિ હોવાને કારણે કાલનિયમની અનુપપત્તિ છે. એથી સામાન્ય સૂત્રની જેમ=કિલ્બિષિકના પરિભ્રમણને કહેનાર સામાન્ય સૂત્રની જેમ, વિશેષ સૂત્રથી પણ જમાલિતા