________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૯૭.
અહીં પૂર્વપક્ષી કહે કે ચત્વારિ-પંચ શબ્દ વિભક્તિ અંતવાળા નથી. એને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે શત્ અંતવાળા ચતુ શબ્દ નિષ્પન્ન “ચત્વારિ' એ પ્રકારના શબ્દોની વિભક્તિ અંત વગર સર્વથા અસિદ્ધિ છે. વળી અહીં='ચવારિ-પંચ' એ શબ્દોમાં અલુફ સમાસ નથી. એથી વિભક્તિ અંતવાળા છે, એમ અવય છે. આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે ચત્તારિ-પંચ શબ્દો વિભક્તિવાળા છે અને તેનો અવય ભવગ્રહણ સાથે છે એના દ્વારા, ચાર-પાંચ જાતિમાં તિર્યંચ, મનુષ્ય, દેવભવગ્રહણરૂપ સંસારનું અનુપરાવર્તન કરીને પછી જમાલિ સિદ્ધ થશે. એ પ્રકારનું ભણત હોવાથી ભગવતીના વચનમાં કથન હોવાથી, અનંત ભવની સિદ્ધિ છે=જમાલિના અનંત ભવની સિદ્ધિ છે એ કથન અપાસ્ત છે; કેમ કે (તેમ સ્વીકારવાથી) ચત્તારિ એ પ્રકારના કથનમાં દ્વિતીયા બહુવચનમાં સપ્તમી બહુવચનાર્થત્વનો પ્રસંગ છે અને પંચમી અનાર સપ્તમી બહુવચનના લોપનો પ્રસંગ છે. અને સમુચ્ચાર્થક=ચાર અને પાંચ એ બેના સમુચ્ચય માટે “ઘ'કારના અધ્યાહારનો પ્રસંગ
વળી, સંખ્યાવાચક ચાર-પાંચ શબ્દનું વ્યક્તિ વચનપણાથી કઈ રીતે તેના દ્વારા ચાર-પાંચ શબ્દ દ્વારા, જાતિની ઉપસ્થિતિ છે ?=ચાર-પાંચ જાતિઓમાં એમ જે પૂર્વપક્ષીએ કહ્યું તેમાં જાતિની ઉપસ્થિતિ કઈ રીતે છે? એ પ્રમાણે વિભાવન કરવું. વળી, જમાલિને અનંતભવ છે, તેથી તેને સિદ્ધ કરવા જાતિની ઉપસ્થિતિ આવશ્યક છે એમ પૂર્વપક્ષી કહે તો તે ઉચિત નથી તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી તર્ક બતાવે છે – અને જો જમાલિને અનંતસંસાર સૂત્રમાંeભગવતીસૂત્રમાં, વક્તવ્ય હોત તો - “તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં અનંત ભવ સ્વરૂપ પરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે.” ઈત્યાદિ અથવા જે પ્રમાણે “ગોશાળા મંખલી પુત્રમાં છે તે પ્રમાણે તારકીથી રહિત એવા સંસારને અનુપરાવર્તન કરીને ત્યાર પછી સિદ્ધ થશે.” ઈત્યાદિ કહેવું જોઈએ. અન્યથા તવ જાતિમાં પૂર્વપક્ષી વાવું પડ્યુગુ ૨ ગતિ૬ અર્થ કરીને નવ જાતિમાં ભવગ્રહણ વડે ભ્રમણથી પણ આતંત્યની પ્રાપ્તિ શેનાથી થાય ? અર્થાત્ ભગવતીના પાઠમાં જમાલિને અનંતસંસારના લાભની પ્રાપ્તિ થઈ શકે નહિ; કેમ કે નવ પણ વખતથી તેની પૂર્તિનો સંભવ છે તવ જાતિમાં જન્મની પૂર્તિનો સંભવ છે. અને પ્રતિવ્યક્તિનું ભ્રમણ=એકેંદ્રિયાદિ પ્રત્યેક વ્યક્તિરૂપ જાતિમાં અનંતી વખત જમાલિનું ભ્રમણ, અક્ષરના બલથી=ભગવતીસૂત્રના પાઠના અક્ષરના બલથી, પ્રાપ્ત થતું નથી. અને સર્વ તિર્યંચ, દેવ, મનુષ્યમાં તે=જમાલિનું અનંત ભવભ્રમણ બાધિત છે=પૂર્વપક્ષી ભગવતીના વચનમાં કહેલ તિર્યંચયોનિ, મનુષ્ય, દેવભવ ગ્રહણમાં અનંત સંખ્યા સ્વીકારે તો તે બાધિત છે (કેમ કે મનુષ્યભવ અને દેવભવ અનંત સંભવી શકે નહિ.) અને સ્વઈચ્છામાત્રથી નિયત અનંત તિર્યંચયોનિ ભવગ્રહણના આશ્રયણમાં=પૂર્વપક્ષી દ્વારા પોતાની ઈચ્છામાત્રથી નિયત અનંત તિર્યંચયોતિવાળા જમાલિતા ભવતા ગ્રહણના આશ્રયણમાં, સૂત્રના આલંબનના વ્યપદેશથી શું ? અર્થાત્ ભગવતીસૂત્રના આલંબનના વ્યપદેશથી જમાલિના અનંતસંસારની સંગતિના કથનથી શું? અર્થાત્ તે કથન નિરર્થક છે; કેમ કે મહાન એવા ભગવતીના વચનમાં સ્વકલ્પનાથી અધ્યારોપનું મહાન આશાતનારૂપપણું છે.