________________
૯૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ આપત્તિનું નિવારણ કરવા માટે પૂર્વપક્ષી કહે છે કે ચતુરંત શબ્દ સંસારનું સ્વરૂપ દર્શાવે છે, પરંતુ ચારગતિના પરિભ્રમણને બતાવતો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનો આ સર્વ અસંબદ્ધપ્રલાપમાત્ર છેકેમ કે નંદીસૂત્રના વચનમાં ચતુરંત શબ્દને સંસારના વિશેષણ તરીકે પૂર્વપક્ષી સ્વીકારે તો તે પ્રમાણે ચતુરંતસંસારપરિભ્રમણરૂપ વિશિષ્ટસાધ્ય માનવું પડે અને તેમાં જમાલિ દૃષ્ટાંત છે, તેમ સ્વીકારવું પડે. તે પ્રમાણે સ્વીકારીને પૂર્વપક્ષી કહે કે નિશ્ચિતસાધ્યવાળું દૃષ્ટાંત હોય તો તે પ્રમાણે જમાલિને જેમ અનંતસંસારની પ્રાપ્તિ છે તેમ ચારગતિના પરિભ્રમણની પણ પ્રાપ્તિ થવી જોઈએ. જમાલિને ચારગતિના પરિભ્રમણની પ્રાપ્તિ થઈ નથી, તેથી જમાલિના દૃષ્ટાંતમાં સાધ્યવૈકલ્યદોષનો અનુદ્ધાર છે; કેમ કે જે વચનમાં વિશિષ્ટસાધ્ય હોય તેમાં વિશેષ્ય અંશના સદ્ભાવમાત્રથી દૃષ્ટાંતમાં સાધ્યવૈકલ્યદોષનો ઉદ્ધાર થતો નથી. જેમ નંદીસૂત્રના વચનમાં ચારગતિના પરિભ્રમણરૂપ અનંતસંસાર સાધ્ય છે અને તેમાં જમાલિનું દૃષ્ટાંત છે. તેથી જો દૃષ્ટાંત નિશ્ચિતસાધ્યવાળું જોઈએ તેમ પૂર્વપક્ષી કહે તો દૃષ્ટાંતમાં જેમ અનંતસંસારરૂપ વિશેષ્ય અંશ આવશ્યક છે. તેમ ચારગતિના ભ્રમણરૂપ વિશેષણ અંશ પણ આવશ્યક છે. જમાલિના દૃષ્ટાંતમાં ચારગતિના પરિભ્રમણરૂપ વિશેષણ અંશ નહીં હોવાથી સાધ્યના વૈકલ્યદોષની પ્રાપ્તિ છે.
વળી, આગમમાં ચમરેન્દ્રનો ઉત્પાત પ્રસિદ્ધ છે. તે વખતે ચમરેન્દ્રને આવેલો જોઈને સૌધર્મેદ્ર વિચારે છે કે “આ ચમરેન્દ્ર અહીં કેવી રીતે આવ્યો?” ત્યારે એને જણાય છે કે, અરિહંતનું, અરિહંતના ચૈત્યનું કે અણગારનું - આ ત્રણમાંથી કોઈનું આલંબન લઈને અહીં આવી શકે. તેથી કોઈનું આલંબન લઈને જ નક્કી તે આવેલો છે. તેથી ચૈત્યપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે. અને ચૈત્યપ્રતિમાને પૂજ્ય નહીં માનનાર સ્થાનકવાસી જીવો શાસ્ત્રના અર્થમાં અનભિજ્ઞ છે. તેઓ અચૈત્ય અને અણગાર શબ્દ દ્વારા એક સાધુને જ સ્વીકારે છે તેમ ચતુરંત અને સંસારકતાર એ બે શબ્દ દ્વારા માત્ર સંસારનો જ બોધ થાય છે, ચારગતિના પરિભ્રમણનો બોધ થતો નથી તેમ સ્વીકારીને જમાલિને ચારગતિના પરિભ્રમણ વગરનો અનંતસંસારપરિભ્રમણ પ્રાપ્ત થશે એમ જો પૂર્વપક્ષી સ્વીકારે તો તે વિચારકોને માટે ઉપહાસપાત્ર છે; કેમ કે જેમ અનભિજ્ઞ સ્થાનકવાસી અસંબદ્ધ અર્થ કરે છે તેમ પૂર્વપક્ષી પણ ચતુરંતસંસારનો અસંબદ્ધ અર્થ કરે છે માટે ઉપહાસપાત્ર છે.
વળી, મરીચિના દૃષ્ટાંતની જેમ જમાલિનું દૃષ્ટાંત ઉપલક્ષણપર સ્વીકારવું ઉચિત છે. તેમ સ્થાપન કરવા અર્થે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે કે જેમ અધ્યવસાયના ભેદથી ચારગતિનું પરિભ્રમણ પણ દરેક જીવોને સમાન થતું નથી, પરંતુ જુદા-જુદા પ્રકારનું થાય છે. તેમ ઉસૂત્રભાષણથી સંસારની વૃદ્ધિ પણ અધ્યવસાયના ભેદથી ભિન્ન થાય છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. માટે જમાલિને ઉસૂત્રભાષણથી અયુક્તતર સંસારની પ્રાપ્તિ હોવા છતાં અનંતસંસાર નથી તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી, પોતાના કથનની પુષ્ટિ અર્થે ગ્રંથકારશ્રી કહે છે – “ઉન્માર્ગસંપ્રસ્થિત” ઇત્યાદિ ગચ્છાચારના