________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
દૃષ્ટાંત બતાવેલ છે અને દૃષ્ટાંત, હંમેશાં નિશ્ચિત સાધ્યવાન હોય; તેથી સૂત્રકૃતાંગના વચનથી જમાલિને અનંતસંસારની પ્રાપ્તિ છે તેમ સિદ્ધ થાય છે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે મરીચિના દૃષ્ટાંતની જેમ જમાલિનું દૃષ્ટાંત ઉપલક્ષણપર છે, માટે સૂત્રકૃતાંગના વચનથી જમાલિને અનંતસંસાર સિદ્ધ થઈ શકે નહિ. જો પૂર્વપક્ષી એવું ન માને તો સૂત્રકૃતાંગની વૃત્તિમાં બતાવેલ અરઘટ્ટઘટીયંત્રન્યાયના બલથી જમાલિને ચારગતિનું પરિભ્રમણ પણ સિદ્ધ થાય. જમાલિને ચાર ગતિનું પરિભ્રમણ નથી તેમ અન્ય વચનથી સિદ્ધ છે.
જમાલિને અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ચાર ગતિના પરિભ્રમણની આપત્તિના નિવારણ અર્થે પૂર્વપક્ષી કહે છે કે એકેન્દ્રિય આદિ ભવોમાં પણ ફરી ફરી ઉત્પાત દ્વારા અનંતસંસારને પ્રાપ્ત કરનારા જીવોને આશ્રયીને પણ અરઘટ્ટઘટીયંત્રન્યાયનું વચન ઉપલબ્ધ છે. તેથી અરઘટ્ટઘટીયંત્રન્યાયને આશ્રયીને ચાર ગતિનું પરિભ્રમણ જમાલિને પ્રાપ્ત થશે એમ કહી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ પ્રકારનું સમાધાન અસત્ છે; કેમ કે ઉપદેશપદમાં મનુષ્યગતિની દુર્લભતા બતાવવા માટે એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિમાં જીવો અનંતકાળ અરઘટ્ટઘટીયંત્રન્યાયથી કાઢે છે તે બતાવવા માટે અરઘટ્ટાટીયંત્રન્યાય સામાન્ય બતાવાયેલ છે. જેઓ સર્વજ્ઞના મતનું વિકોપન કરે છે તેઓને તો ૮૪ લાખના પરિભ્રમણરૂપ વિશેષ પ્રકારનો અરઘટ્ટઘટીયંત્રનાય છે. તેથી ભગવાનના વચનથી વિપરીત કરનારાને તો અનંતસંસારની પ્રાપ્તિ ચારગતિના પરિભ્રમણરૂપ જ થઈ શકે.
વળી, ગ્રંથકારશ્રીએ જે કહ્યું કે ભગવાનના વચનની આશાતના કરનારા જીવોને એકેન્દ્રિય બેઇન્દ્રિય આદિરૂપ અરઘટ્ટઘટીયંત્રન્યાયથી પરિભ્રમણ સંભવે નહિ, પરંતુ ચારગતિના પરિભ્રમણથી જ સંભવે. તે નંદીસૂત્રના વચનથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
નંદીસૂત્રના વચનાનુસાર જેઓ શ્રુતની વિરાધના કરે છે તેઓ ચારે ગતિમાં પરિભ્રમણ પામીને અનંતકાળ ભટકે છે અને તેમાં જમાલિનું જ દૃષ્ટાંત આપેલ છે. તેથી જો દૃષ્ટાંત નિશ્ચિત સાધ્યવાન હોય તો જમાલિને જેમ અનંતસંસારની પ્રાપ્તિ છે તેમ અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ચારગતિના પરિભ્રમણની પણ પ્રાપ્તિ થાય. જેમ જમાલિને ચારગતિનું પરિભ્રમણ નથી તેમ સૂત્રકૃતાંગસૂત્રથી જમાલિને અનંતસંસાર પણ સિદ્ધ થતો નથી, પરંતુ મરીચિના દૃષ્ટાંતની જેમ જમાલિનું દૃષ્ટાંત ઉપલક્ષણપર જ છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
નંદસૂત્રના વચનને સામે રાખીને પૂર્વપક્ષી અહીં કહે છે કે આશાતનાબહુલને નિયમથી અનંતસંસાર છે એ બતાવવા માટે જ જમાલિના દૃષ્ટાંતનું ઉપદર્શન છે. નંદીસૂત્રમાં ચતુરંત શબ્દ સંસારનું વિશેષણ છે. તેનાથી સંસારના સ્વરૂપનો બોધ થાય છે, પરંતુ આશાતનાકારી બધાંને અનંતસંસાર હોવા છતાં ચાર ગતિનું પરિભ્રમણ થાય છે, તેનો અભિધાયક ચતુરંત શબ્દ નથી. આમ કહી પૂર્વપક્ષી સૂત્રકૃતાંગના વચનથી જમાલિને અનંતસંસારની પ્રાપ્તિ છે તેમ સ્થાપન કરે છે અને ગ્રંથકારશ્રી મરીચિના દૃષ્ટાંતની જેમ જમાલિના દૃષ્ટાંતને ઉપલક્ષણપર કહે છે તેમ સ્વીકારતો નથી. જમાલિના ચાર ગતિના પરિભ્રમણની