________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
૬૧.
વળી અહીં પણ વિદ્યમાન છેઃકપિલદર્શનમાં વિદ્યમાન છે, અને તે=કપિલ, આ પ્રમાણે સાંભળીને તેની પાસે જ=મરીચિ પાસે જ, પ્રવ્રજિત થયો અને મરીચિ વડે પણ આ દુર્વચનથી સંસારની વૃદ્ધિ કરાઈ.” એ પ્રમાણે જ્ઞાનસાગરસૂરિનું વચન પણ વ્યાખ્યાન કરાયું; કેમ કે ત્યાં પણ= જ્ઞાનસાગરસૂરિના વચનમાં પણ, માર્ગભેદના અભિપ્રાયથી જ=દેશવિરતિ ધર્મના અભિપ્રાયથી નહીં પરંતુ સ્વપરિગૃહીત લિંગાચારરૂપ મરીચિતા માર્ગવિશેષના અભિપ્રાયથી જ, ધર્મના ભેદનું અભિયાન છે. દિકજે કારણથી, સાધુ-શ્રાવકમાં માર્ગભેદથી ધર્મભેદ સંભવતી એવી ઉક્તિવાળો પણ નથી, એ પ્રમાણે વિચારવું જોઈએ. ભાવાર્થ
ટીકાના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, કેટલાક સાધુઓ કહે છે કે ઉસૂત્રભાષણ અનંતસંસારનું કારણ છે. મરીચિને અનંતસંસારની પ્રાપ્તિ થઈ નથી, માટે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે, પરંતુ ઉત્સુત્ર નથી. આ પ્રકારનું કોઈકનું વચન સંગત નથી તે પૂર્વમાં સ્થાપન કર્યું. હવે ગ્રંથકારશ્રી અપિ ='થી કહે છે કે જેઓ એમ કહે છે કે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે, તેઓ જિનશાસનની પ્રક્રિયાને મૂળથી જ જાણતા નથી.
કેમ જાણતા નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપતાં કહે છે –
જૈનદર્શનની પ્રક્રિયાનુસાર આ વચન સૂત્રાનુસારી છે કે ઉત્સુત્રરૂપ છે તે શ્રુતભાવભાષાને આશ્રયીને છે. શ્રુતભાવભાષા સત્યરૂપ, અસત્યરૂપ કે અનુભયરૂપ છે, પરંતુ મિશ્રરૂપ નથી. જેઓ મરીચિના ઉત્સુત્રરૂપ વચનને ઉસૂત્રમિશ્રરૂપ કહે છે તેઓને શાસ્ત્રનું પરિજ્ઞાન નથી, તેથી તેઓ મિશ્રભાષાને શ્રુતભાવભાષાના પ્રકારરૂપે સ્વીકારીને મરીચિના વચનને ઉત્સુત્રમિશ્ર કહે છે.
આશય એ છે કે વ્યવહારનયના અભિપ્રાય અનુસાર શાસ્ત્રમાં ચાર પ્રકારની ભાષા સ્વીકારી છે : સત્યભાષા, અસત્યભાષા, સત્યાસત્યરૂપ મિશ્રભાષા અને અનુભય અસત્યામૃષાભાષા. તેનું કારણ બાહ્ય પદાર્થને સામે રાખીને વ્યવહાર પ્રવર્તે છે. તેથી જેઓ બાહ્ય પદાર્થને યથાર્થ કહે છે તેઓ સત્યભાષા બોલે છે. જેઓ બાહ્ય પદાર્થને વિપરીત કહે છે તેઓ અસત્યભાષા બોલે છે. જેઓ અશોકવનને જોઈને “આ અશોકવન છે.” એમ બોલે છે તેઓ મિશ્રભાષા બોલે છે; કેમ કે તે વનમાં અશોકવૃક્ષ સિવાય અન્ય પણ કોઈક વૃક્ષો છે. અને “તું આ કાર્ય કર' ઇત્યાદિ વચનરૂપ જે ભાષા છે તેને જેઓ બોલે છે તે અસત્યામૃષાભાષા છે. વળી, નિશ્ચયથી તો બે જ ભાષા છે. જિનવચનાનુસાર કથન હોય તો તે સત્યભાષા છે અને વિપરીત કથન હોય તો અસત્યભાષા છે. તેથી કોઈને કોઈ કાર્ય કરવાનું કોઈ સાધુ કહેતા હોય તો તે કથન જિનવચનાનુસાર હોય તો અનુભય ભાષાનું પણ તે વચન નિશ્ચયનયથી સત્યભાષામાં અંતર્ભાવ પામે છે અને અનુભય ભાષાનું તે વચન જિનવચનાનુસાર ન હોય તો નિશ્ચયનયથી અસત્યભાષામાં અંતર્ભાવ પામે છે.
વળી, શ્રુતભાવભાષામાં શ્રુતજ્ઞાનના ઉપયોગને આશ્રયીને બોલાતી ભાષાને ગ્રહણ કરેલ છે. તેથી જે મહાત્મા જિનવચનાનુસાર શ્રુતના ઉપયોગથી તે ભાષા બોલતા હોય તો તે ભાષા સત્યભાષા કહેવાય છે,