________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકાર્ચ -
અત્ત ... સાસરિથિMાનું !આથી જ મરીચિનું વચન સ્વરૂપથી ઉસૂત્ર છે આથી જ, શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂણિમાં પણ પડિસિદ્ધાણં કરણે' એ પ્રકારના વચનના વ્યાખ્યાનમાં વિપરીત પ્રરૂપણાનો વિભાગ કરીને તત્કૃત અશુભ ફળભાગીપણાથી=વિપરીત પ્રરૂપણા કૃત અશુભ ફળને ભોગવવાપણાથી, મરીચિને જ દષ્ટાંતપણાથી બતાવાયો છે. તે આ પ્રમાણે –
“વિપરીતપ્રરૂપણાથી “ઘ' એ શબ્દ પૂર્વ અપેક્ષાએ છે=વિપરીત પ્રરૂપણાની પૂર્વના પડિસિદ્ધાણં કરણે' ઈત્યાદિ ત્રણ વચનના સમુચ્ચયની અપેક્ષાએ છે. “વિપરીતપ્રરૂપણા' એ શબ્દમાં વિપરીત, વિતથ, ઉસૂત્ર કહેવાય છે. પ્રરૂપણા પન્નવણા, દેશના એ પર્યાયો છે. વિપરીત એવી પ્રરૂપણા તે વિપરીત પ્રરૂપણા છે. તે પોતે છતે પ્રતિક્રમણ થાય છે. અને તે=વિપરીત પ્રરૂપણા, આવા સ્વરૂપવાળી છે –
“સ્યાદ્વાદમય શાસ્ત્રમાં એકાંતવાદને આશ્રયીને પ્રરૂપણા ઉત્સર્ગ-અપવાદ આદિમાં કુગ્રહરૂપ જાણવી. તે એકાંત પ્રરૂપણા ઉત્સર્ગ વિષયક બતાવે છે – “પિડને નહીં શોધન કરતો અચારિત્રી છે. એમાં સંશય નથી, ચારિત્ર નહીં હોતે છતે સર્વે દીક્ષા નિરર્થક છે.” એ પ્રમાણે કેવલ ઉત્સર્ગને જ પ્રજ્ઞાપન કરે છે. અપવાદને આશ્રયીને એકાંત પ્રરૂપણા બતાવે છે – “ચૈત્યપૂજા વજસ્વામીની જેમ યતિએ પણ કરવી જોઈએ, અણિકાપુત્રઆચાર્યની જેમ નિત્યવાસમાં પણ દોષ નથી.”
“અને લિગ અવશેષમાત્રમાં પણ સાધુએ પણ વંદન કરવું જોઈએ; કેમ કે “મુક્ત ધુરાવાળા, સંપ્રકટસેવી' ઇત્યાદિ વચનો છે.”
અથવા “પાર્શ્વસ્થ, ઉત્સલ, યથાછંદ, કુશીલ, શબલ હે ગૌતમ ! આ પાંચને પણ દૃષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ નહિ.” “જે યથાવાદને કરતો નથી. તેનાથી અન્ય મિથ્યાદષ્ટિ કોણ છે ? અર્થાત્ તે મહા મિથ્યાદૃષ્ટિ છે.” કેમ મહામિથ્યાષ્ટિ છે ? તે સ્પષ્ટ કરે છે – પરની શંકાને કરતો મિથ્યાત્વ વધારે છે. (પિંડલિથુક્તિ ગાથા-૧૮૬, ઉપદેશમાલા ગાથા-૫૦૪)
ઈત્યાદિ=છેલ્લી બે ગાથામાં કહ્યું એ, નિશ્ચયને જ આગળ કરે છે. તે એકાંતવાદ છે, એમ અવય છે. ક્રિયા કારણ છે=મોક્ષનું કારણ છે, જ્ઞાન નહિ; અથવા જ્ઞાન મોક્ષનું કારણ છે, ક્રિયા નહિ; કર્મ પ્રધાન છે ફલપ્રાપ્તિ પ્રત્યે કર્મ કારણ છે, પ્રયત્ન નહિ; અથવા વ્યવસાય પ્રધાનકારણ છે, કર્મ નહિ; એકાંતથી નિત્ય અથવા અનિત્ય અથવા દ્રવ્યમય, પર્યાયમય, અથવા સામાન્ય કે વિશેષરૂ૫ વસ્તુને પ્રકાશે છે. આવા પ્રકારની એકાંતવાદ પ્રધાન પ્રરૂપણા વિપરીત પ્રરૂપણા છે. આથી તેઓનું વિપરીત પ્રરૂપણાઓનું, પ્રતિક્રમણ એ ચોથો હેતુ છે. આ=વિપરીત પ્રરૂપણા, અયુક્તતર છે, દુરંત, અનંતસંસારનું કારણ છે. જે કારણથી આગમમાં કહેવાયું છે. ‘એક દુર્ભાષિતથી મરીચિ દુખસાગરને પામ્યો. કોટાકોટિ સાગરોપમ ભમ્યો. (આવશ્યકનિયુક્તિ ગાથા-૪૩૮)