________________
૮૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ આદિની જેમ, આભોગપૂર્વિકા જાણવી=અનંત સંસારનો હેતુ એવી વિપરીત પ્રરૂપણા આભોગપૂર્વિકા જાણવી. અને તે=અનંત સંસારની હેતુ એવી વિપરીત પ્રરૂપણા, કરનારા અહીં=શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રમાં, અધિકારના અભાવને કારણે અનુક્ત પણ અનંતસંસારીપણાથી સ્વતઃ જ ભાવત કરવા. જે કારણથી કોઈકને=મરીચિ જેવા કોઈકને, અનાભોગમૂલક પણ ઉત્સૂત્ર કુદર્શનની પ્રવૃત્તિના હેતુપણાથી દીર્ઘ સંસારનો હેતુ પણ થાય છે. તે કારણથી દુરંત સંસારને આશ્રયીને મરીચિ દૃષ્ટાંતપણાથી બતાવાયો= શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રચૂર્ણિમાં દૃષ્ટાંતપણાથી બતાવાયો. અને તેનું=મરીચિનું, તેવા પ્રકારનું પણ ઉત્સૂત્ર= અનાભોગપૂર્વકનું પણ ઉત્સૂત્ર, તેવું જ થયું=કુદર્શન પ્રવૃત્તિના હેતુપણાથી દીર્ઘ સંસારનો હેતુ જ થયો; કેમ કે આવશ્યકચૂર્ણિમાં પણ તે પ્રમાણે જ કહેવાયું છે=મરીચિનું ઉત્સૂત્ર અનંતસંસારનો હેતુ થયો નથી પરંતુ દીર્ઘ સંસારનો જ હેતુ થયો છે તે પ્રમાણે જ કહેવાયું છે, અન્યથા=શ્રાવકને અનાભોગથી કે ગુરુનિયોગથી વિપરીત પ્રરૂપણા થાય છે માટે તેવો ક્લિષ્ટ પરિણામ નથી તેમ ન માનો અને શ્રાવકને પણ અનંતસંસાર થઈ શકે છે તેમ માનો તો, બે-ત્રણાદિ ભવ ભાવિ મુક્તિવાળા પણ મુનિ વગેરેને અનંતસંસારીત્વના વક્તવ્યતાની આપત્તિ થયે છતે=અલ્પ ભવમાં મોક્ષ જનારા મુનિઓને પણ અનાભોગથી કે ગુરુવિયોગથી ઉત્સૂત્રભાષણને કારણે અનંતસંસારીત્વના વક્તવ્યતાની આપત્તિ થયે છતે, જૈન પ્રક્રિયાનો મૂલથી જ ઉચ્છેદ થશે=જૈન પ્રક્રિયાનુસાર અનાભોગથી કે ગુરુતિયોગથી સમ્યગ્દષ્ટિને પણ વિપરીત શ્રદ્ધાન સંભવે છે તેમ વિપરીત પ્રરૂપણા પણ સંભવે છે છતાં તેઓને અનંતસંસારી તરીકે જૈનપ્રક્રિયા સ્વીકારતી નથી તેથી જૈનપ્રક્રિયાનો મૂલથી જ ઉચ્છેદ થશે. ઇત્યાદિ જે પર વડે કહેવાયું. તે અસત્ છે; કેમ કે શ્રાવકને પણ ‘લોકોને ધર્મ કહે છે.' એ પ્રમાણે વચન હોવાથી ગુરુ ઉપદેશના આધીનપણાથી ધર્મકથનના અધિકારિત્વનું શ્રવણ છે. તેથી કર્મપરિણતિના વૈચિત્ર્યને કારણે તેને પણ=શ્રાવકને પણ, ગુરુ ઉપદેશના આયતતાનો ત્યાગ કરીને=ગુરુના ઉપદેશની આધીનતાનો ત્યાગ કરીને, કોઈક રીતે સાવઘાચાર્યાદિની જેમ વિપરીત પ્રરૂપણાનો સંભવ છે. અને તેનું=વિપરીત પ્રરૂપણાનું, સ્વરૂપથી અનંતસંસારપણાનું કારણ હોવાથી તેના પ્રતિક્રમણ માટે અહીં=વંદિત્તા સૂત્રની ચૂર્ણિમાં, આ પ્રમાણે=વિપરીત પ્રરૂપણાનું પ્રતિક્રમણ કરવું જોઈએ. એ પ્રમાણે, ઉપતિબંધન છે અને અન્યત્ર=શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની વૃત્તિમાં, દુરંતનું અભિધાન અનંતત્વનું પ્રતિક્ષેપક નથી=ચૂર્ણિમાં કહેલ અનંતસંસારત્વનું પ્રતિક્ષેપક નથી; કેમ કે દુરંતત્વનું અનંતત્વની સાથે અવિરોધીપણું છે.
વળી, ‘વસ્તુ’થી ‘પરેખો મ્' સુધીના કથનમાં પૂર્વપક્ષીએ કહેલ કે શ્રાવકની વિપરીત પ્રરૂપણાનું પ્રકૃત છે અને તેને અનંતસંસારનો સંભવ નથી, પરંતુ જે સાધુઓ વિપરીત પ્રરૂપણા કરે છે તેમને સાવદ્યાચાર્ય આદિની જેમ અનંતસંસાર થઈ શકે છે. પરંતુ વંદિત્તા સૂત્રમાં તેઓનો અધિકાર નહીં હોવાથી અનુક્ત છે, છતાં પણ ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારનું અનંતસંસારીપણું છે તેનું સ્વતઃ ભાવન કરવું જોઈએ. માટે તેઓનું દૃષ્ટાંત કહેલ નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનને સામે રાખીને ગ્રંથકા૨શ્રી કહે છે