________________
૮૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ વિશુદ્ધ ભાવોથી નિવર્તન પામે છે. માટે ઉત્સુત્રભાષણ કરનારને પણ કેટલાકને અનંતસંસારની, કેટલાકને ઓછા સંસારની પ્રાપ્તિ થાય છે અને કેટલાક બે-ત્રણ ભવમાં મોક્ષે જાય છે, તે સર્વનો ઉસૂત્રભાષણથી અનંતસંસાર સ્વીકારવા છતાં વિરોધ થતો નથી.
આ પ્રકારે પૂર્વપક્ષીના કથનનું સમાધાન ગ્રંથકારશ્રીએ કર્યું. તેનાથી ફલિત થયું કે ઉત્સુત્રભાષણ અનંતાનુબંધીના ઉદયથી થાય છે ત્યારે અવશ્ય અનંતસંસારનું કારણ છે. સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોવાથી તેઓ ક્યારેય ઉત્સુત્રભાષણ કરે નહિ, પરંતુ શાસ્ત્રમાં દૃષ્ટ હોય, ગુરુવાણીથી સાંભળેલું હોય અને સ્વપ્રજ્ઞાથી નિર્ણાત હોય તેવું જ કથન કરે. તેથી ઉત્સુત્ર બોલવાનો સંભવ રહે નહિ. આમ છતાં કોઈક સ્થાનમાં સૂક્ષ્મ અનાભોગને કારણે કે ગુરુઉપદેશને કારણે પોતે કહે છે તે જિનવચનાનુસાર છે તેવો ભ્રમ થયેલ હોય તેના કારણે ઉત્સુત્રભાષણનો સંભવ રહે તોપણ ભગવાનના વચનની સ્થિર રુચિ હોવાને કારણે અનંતાનુબંધી કષાયનો ઉદય નહીં હોવાથી ઉસૂત્રભાષણ સ્વરૂપથી અનંતસંસારનું કારણ હોવા છતાં તેઓને અનંતસંસારની પ્રાપ્તિ થતી નથી. છતાં કેટલાક જીવો જમાલિ આદિની જેમ ઉસૂત્રભાષણ કરીને અનંતસંસારનું અર્જન કરે છે, તોપણ પાછળથી તે પરિણામ તે ભવમાં નિવર્તન પામે કે અન્ય ભવમાં નિવર્તન પામે તો અનંતસંસારથી ન્યૂન સંસાર પણ થાય છે.
આમ છતાં સૂત્રકૃતાંગસૂત્રનું વચન ગ્રહણ કરીને યુક્તિના બળથી કોઈક પૂર્વપક્ષી કહે છે કે જમાલિને નિયમા અનંતસંસાર છે, તેની સિદ્ધિ સૂત્રકૃતાંગસૂત્રના વચનથી થાય છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે સૂત્રકૃતાંગસૂત્રની ટીકામાં ઉસૂત્રભાષણથી અનંતસંસાર થાય છે તેમાં જમાલિને દષ્ટાંત તરીકે બતાવેલ છે. દૃષ્ટાંત હંમેશાં નિશ્વિતસાધ્યધર્મવાળું હોય. તેથી સૂત્રકૃતાંગસૂત્રના વચનથી જમાલિને અનંતસંસારની પ્રાપ્તિ છે તેમ સિદ્ધ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે સૂત્રકૃતાંગમાં આપેલું દૃષ્ટાંત પણ પૂર્વમાં જેમ ગ્રંથકારશ્રીએ મરીચિનું દૃષ્ટાંત ઉપલક્ષણપર ગ્રહણ કરીને અયુક્તતરત્વની સિદ્ધિ કરી તેમ જમાલિના દૃષ્ટાંતમાં પણ અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ઉપલક્ષિત સંસારચક્રવાલના પરિભ્રમણને સાધ્ય કરીને જમાલિનું દૃષ્ટાંત સંગત કરવું, જેથી જમાલિને અનંતસંસાર ન હોય તોપણ દૃષ્ટાંતની અસંગતિ થાય નહિ. વળી, જો પૂર્વપક્ષી ઉપલક્ષણપર સાધ્ય ગ્રહણ ન કરે તો પ્રસ્તુત સૂત્રકૃતાંગના પ્રકરણના મહિમાથી અરઘટ્ટઘટીયંત્રન્યાય ચારગતિના ભ્રમણમાં જ પર્યવસાન પામે છે. તેથી સૂત્રકૃતાંગના વચનથી પૂર્વપક્ષી જમાલિને અનંતસંસાર સ્વીકારે તો સૂત્રકૃતાંગના વચનથી જમાલિને માત્ર તિર્યંચાદિ ગતિના પરિભ્રમણને સ્વીકારીને અનંતસંસાર સ્વીકારી શકાય નહિ, પરંતુ ચારગતિના પરિભ્રમણને આશ્રયીને અનંતસંસાર સ્વીકારવો પડે. ટીકા -
यत्तु यस्यैकेन्द्रियादिषु पुनः पुनरुत्पादेन द्राधीयसी संसारस्थितिस्तमुद्दिश्यैवायं न्यायः प्रवर्त्तते, તyro -