________________
૮૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
પૂર્વપક્ષી કહે છે કે વંદિતાસૂત્રમાં શ્રાવકની વિપરીત પ્રરૂપણા પ્રકૃતિ છે. શ્રાવક સાધુની જેમ ઉપદેશના અધિકારી નથી. તેથી શ્રાવકની વિપરીત પ્રરૂપણા અનાભોગથી કે ગુરુનિયોગથી થઈ શકે. અર્થાત્ કોઈક સ્થાનમાં ગુરુએ જે અર્થ કહ્યો હોય તેનો યથાર્થ બોધ ન થયો હોય અને અનાભોગથી તે અર્થ અન્ય પ્રકારે અન્ય શ્રાવકને કહે ત્યારે વિપરીત પ્રરૂપણા થાય છે, જે અનાભોગથી છે. અથવા ઉપદેશક ગુરુએ જ અજ્ઞાનતાને કારણે વિપરીત અર્થ કરેલો હોય અને તે શ્રાવક તે પ્રમાણે જ તે અર્થ અન્યને કહે ત્યારે ગુરુનિયોગથી વિપરીત પ્રરૂપણા થાય છે. પરંતુ પર્ષદામાં બોલવાનું નહીં હોવાથી તેવા પ્રકારનો ક્લિષ્ટ પરિણામ શ્રાવકને થતો નથી. માટે શ્રાવકની વિપરીત પ્રરૂપણા અનંતસંસારનો હેતુ નથી.
આની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે આથી જ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં અનંત શબ્દ મૂકેલ નથી, પરંતુ કેવલ દુરંત શબ્દ જ મૂકેલ છે. તેથી નક્કી થાય છે કે શ્રાવકની ઉત્સુત્ર પ્રરૂપણા અનંતસંસારનો હેતુ નથી. વળી જેઓ સભામાં દેશના આપે છે, તેઓ જે વિપરીત પ્રરૂપણા કરે છે, તેઓની વિપરીત પ્રરૂપણા સાવઘાચાર્ય આદિની જેમ અનંતસંસારનો હેતુ છે. પરંતુ વંદિત્તાસૂત્રમાં તેઓનો અધિકાર નહીં હોવાથી તેઓને ગ્રહણ કરેલ નથી. છતાં સભામાં જે સાધુઓ વિપરીત પ્રરૂપણા કરે છે તેઓની વિપરીત પ્રરૂપણા અનંતસંસારનું કારણ છે, તેમ સ્વતઃ ભાવન કરવું. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં મરીચિને દષ્ટાંત કહેલ છે તેનું કારણ મરીચિની પણ ઉસૂત્રપ્રવૃત્તિ શ્રાવકની ઉત્સુત્રની પ્રવૃત્તિની જેમ જ અનંતસંસારનો હેતુ ન હતી માટે શ્રાવકની વિપરીત પ્રરૂપણા અને મરીચિની વિપરીત પ્રરૂપણા અનંતસંસારનું કારણ નથી. એમ માનવું જોઈએ. જો તેવું માનવામાં ન આવે તો કોઈક સાધુઓ બે-ત્રણ ભવમાં મોક્ષમાં જનારા છે, શુદ્ધ પ્રરૂપણા કરનારા છે અને જિનવચન પ્રત્યે સ્થિર શ્રદ્ધાવાળા છે, છતાં અનાભોગથી કે ગુરુનિયોગથી કોઈક સ્થાનમાં વિપરીત પ્રરૂપણા તેઓની થાય તો તેઓને પણ અનંતસંસારી સ્વીકારવાની આપત્તિ આવે. આવું સ્વીકારીએ તો જૈન પ્રક્રિયાનુસાર ઉત્સુત્રભાષણથી કેટલાકને અનંતસંસાર થાય છે અને કેટલાકને અનંતસંસાર થતો નથી, તે સર્વ પ્રકારની જૈન પ્રક્રિયાનો મૂલથી જ ઉચ્છેદ થશે, આ પ્રકારે પૂર્વપક્ષી કહે છે.
પૂર્વપક્ષીનું કથન ઉચિત નથી તેમ ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે શ્રાવકને પણ લોકોને ધર્મ કહે” એ પ્રકારના વચનથી ગુરુના ઉપદેશને આધીન ધર્મકથાનો અધિકારી સ્વીકારેલ છે. જેમ કર્મપરિણતિના વૈચિત્ર્યને કારણે શિષ્યના લોભવશ મરીચિએ ઉત્સુત્રભાષણ કર્યું તેમ ભગવાનના વચનાનુસાર શુદ્ધ ધર્મને કહેનાર પણ કોઈક શ્રાવક કર્મના વશથી ગુરુની આધીનતાનો ત્યાગ કરીને કોઈક રીતે સાવદ્યાચાર્ય આદિની જેમ વિપરીત પ્રરૂપણા કરે તો તેને પણ અનંતસંસાર થઈ શકે છે. તેવી પ્રરૂપણા સ્વરૂપથી અનંતસંસારનું કારણ છે, જેના પ્રતિક્રમણ માટે જ વંદિતા સૂત્રમાં પ્રતિક્રમણ કરવાનું વચન છે. માટે પૂર્વપક્ષી જે કહે છે કે “શ્રાવકને સભામાં બોલવાનું નહીં હોવાથી તેવો ક્લિષ્ટ પરિણામ થતો નથી, તેથી શ્રાવકની વિપરીત પ્રરૂપણા અનંતસંસારનો હેતુ થતો નથી, તે વચન મિથ્યા છે.
વળી, પૂર્વપક્ષીએ પોતાની પુષ્ટિ માટે કહેલ કે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં અનંત શબ્દ મૂકેલ નથી, કેવલ દુરંત શબ્દ જ મૂકેલ છે, માટે શ્રાવકને ઉત્સુત્ર પ્રરૂપણાથી અનંતસંસાર થતો નથી એ વચન પણ