________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
સંગત નથી, એમ ગ્રંથકારશ્રી બતાવે છે. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિથી અન્યત્ર શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં દુરત શબ્દનું કથન એ અનંતત્વનું પ્રતિક્ષેપક નથી; કેમ કે દુરંત એટલે ખરાબ ભવો, અને તે ખરાબ ભવો અનંત પણ થઈ શકે છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે ઉત્સુત્ર પ્રરૂપણાથી અનંતસંસારની પ્રાપ્તિમાં શ્રાવકનો અધિકાર નથી તેથી અનંતસંસારના કહેનારા સાવદ્યાચાર્યાદિનાં દૃષ્ટાંતો ગ્રહણ કરવાને બદલે મરીચિનું દષ્ટાંત ગ્રહણ કરેલ છે. તે વચન પણ પૂર્વપક્ષીનું સંગત નથી; કેમ કે શ્રાવકને અનંતસંસારના અધિકારનો અભાવ છે, માટે સાવદ્યાચાર્યાદિનું દૃષ્ટાંત ગ્રહણ કરેલ નથી, પરંતુ મરીચિનું દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે તેમ કહેવાથી પ્રકૃત ગ્રંથનું ખંડન થાય છે, પરંતુ મંડન થતું નથી. અર્થાત્ પૂર્વપક્ષી પ્રકૃત ગ્રંથની સંગતિ કરવા અર્થે અનંતસંસારના અધિકારનો અભાવ ગ્રહણ કરીને સાવદ્યાચાર્ય આદિના દૃષ્ટાંતો ચૂર્ણિમાં કહ્યા નથી, તેમ કહીને પ્રકૃતગ્રંથની પુષ્ટિ કરવા અર્થે પ્રયત્ન કરે છે, પરંતુ તેનાથી પ્રકૃતગ્રંથનું ખંડન જ થાય છે; કેમ કે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિના ઉદ્ધરણમાં અંતે કહેલ છે કે આ વિપરીત પ્રરૂપણા અયુક્તતર છે અને દુરંત અનંતસંસારનું કારણ છે.
ચૂર્ણિના તે અવસ્થિત પાઠના પરિત્યાગથી જ પૂર્વપક્ષી અનંતસંસારને કહેનારા ઉસૂત્રભાષી સાવદ્યાચાર્ય આદિનાં દૃષ્ટાંતોને અધ્યાહારરૂપે સ્વીકારી શકે. તેથી પૂર્વપક્ષીએ જે કહ્યું કે અનંતસંસારને કહેનારા સાવદ્યાચાર્યાદિનાં દૃષ્ટાંતો સ્વતઃ ભાવન કરવાં જોઈએ, તે કથનથી ચૂર્ણિના વચનનું ખંડન થાય છે. માટે પૂર્વપક્ષી કહે છે કે શ્રાવકને વિપરીત પ્રરૂપણાથી અનંતસંસાર થઈ શકે નહિ, તે બતાવવા માટે જ મરીચિનું દષ્ટાંત કહ્યું છે, તે વચન ઉચિત નથી. પરંતુ ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીનું કથન કહ્યું તેના પૂર્વે જે ઉપલક્ષણથી અયુક્તતરત્વ બતાવીને મરીચિના દૃષ્ટાંતની સંગતિ કરી તે જ યુક્ત છે.
વળી, પૂર્વપક્ષીએ પોતાના વક્તવ્યમાં અંતે કહેલ કે બે-ત્રણ ભવમાં મોક્ષે જનારા મુનિઓને પણ ઉત્સુત્રભાષણથી અનંતસંસારની વક્તવ્યતાની આપત્તિ આવશે, તેથી જૈન પ્રક્રિયાનો મૂળથી ઉચ્છેદ થશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જે મહાત્માઓ બે-ત્રણ ભવમાં મોક્ષે જનારા છે, તેઓ ઉસૂત્રભાષણ કરે નહિ, આમ છતાં અનાભોગ કે ગુરુનિયોગથી ઉત્સુત્રભાષણ કરે તો તેઓનું ઉસૂત્રભાષણ પણ સ્વરૂપથી અનંતસંસારનો હેતુ છે. આમ છતાં તેઓમાં રહેલ ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા પ્રતિબંધક છે. તેથી તેઓનું ઉસૂત્રભાષણ સ્વરૂપથી અનંતસંસારનો હેતુ હોવા છતાં અનંતસંસારનું કારણ બનતું નથી. અથવા કેટલાક મહાત્માઓ બે-ત્રણ ભવમાં મોક્ષે જનારા છે, છતાં પ્રમાદને વશ ઉત્સુત્રભાષણ કરે છે. તે ઉસૂત્રભાષણ સ્વરૂપથી અનંતસંસારનું કારણ હોવા છતાં તે મહાત્માઓને ઉસૂત્રભાષણ કર્યા પછી પશ્ચાત્તાપાદિ થાય છે. તેથી ઉત્સુત્રભાષણકાળમાં મિથ્યાત્વના ઉદયને કારણે જે અનંતાનુબંધી કષાયના બળથી અનંતસંસારનું અર્જન થયેલ તે પશ્ચાત્તાપાદિ ભાવોથી નિવર્તન પામે છે. તેથી પૂર્વપક્ષી કહે છે તેમ જૈનપ્રક્રિયાનો વિરોધ પ્રાપ્ત થતો નથી કેમ કેટલાક ચરમશરીરી પ્રસન્નચંદ્રાદિ મહાત્માઓ કોઈક નિમિત્તથી આરંભની પ્રવૃત્તિમાં ચઢે છે ત્યારે તેઓના આરંભની પ્રવૃત્તિ સ્વરૂપથી નરકનો હેતુ હોવા છતાં ઉત્તરના