________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ કરવી જોઈએ નહીં; આમ છતાં અનાભોગથી કોઈક સ્થાનમાં તે પ્રકારનું દર્શન થવાથી વિપરીત બોધ થાય અને તેના કારણે કોઈક ઠેકાણે વિપરીત બોલાયું હોય તો પોતાનાથી થયેલી વિપરીત પ્રરૂપણાના પરિણામ પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય તે પ્રકારના દઢ ઉપયોગપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ. એ પ્રકારનો શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિનો ભાવ છે.
આ વિપરીત પ્રરૂપણા અયુક્તતર દુરંત સંસારનું કારણ છે. તેમાં સાક્ષીરૂપે આગમનું વચન આપ્યું તેમાં મરીચિનું દૃષ્ટાંત બતાવેલ છે. માટે મરીચિનું વચન ઉસૂત્ર છે, ઉસૂત્રમિશ્ર નથી, તેમ સિદ્ધ થાય છે. અહીં કોઈક વિચારક પુરુષ કહે છે કે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રચૂર્ણિમાં ઉત્સુત્રને દુરંત અને અનંતસંસારનું કારણ કહ્યું. તેમાં દુરંતનો અર્થ થાય કે દુઃખે કરીને જેનો અંત પ્રાપ્ત થાય તે દુરંત છે અને અનંતનો અર્થ થાય કે જેનો અંત નથી તેવું. તેથી દુરંત સંસારનું કારણ કહેવું હોય તો અનંતસંસારનું કારણ કહેવાય નહિ અને અનંતસંસારનું કારણ કહેવું હોય તો દુરંત સંસારનું કારણ કહી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષી શાસ્ત્રના તાત્પર્યમાં બ્રાન્ત છે; કેમ કે ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ વનસ્પતિકાય જીવનો ઉત્કૃષ્ટ કાળ બતાવતા અનંત અને દુરંત કાળ કહેલ છે. તેથી એ ફલિત થાય કે ખરાબ ફળવાળો અનંત કાળ તે દુરંત અનંત કાળ છે. માટે ઉત્સુત્રભાષણથી માત્ર અનંતસંસારની પ્રાપ્તિ નથી, પરંતુ ખરાબ ફળવાળા અનંતસંસારની પ્રાપ્તિ છે. જેમ સાવઘાચાર્યે ઉસૂત્રભાષણ કર્યા પછી અનેક નરકના, તિર્યંચના અને અત્યંત દુઃખવાળા મનુષ્યભવની પ્રાપ્તિરૂપ અનંતસંસાર પ્રાપ્ત કર્યો.
અહીં કોઈને શંકા થાય કે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રચૂર્ણિમાં વિપરીત પ્રરૂપણાને દુરંત-અનંત સંસારનું કારણ કહ્યું અને તેમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે; છતાં મરીચિને તો તુરંત કોટાકોટિ સાગરોપમ જ સંસાર પ્રાપ્ત થયો છે, અનંત થયો નથી. તેથી તે દૃષ્ટાંતની સંગતિ કઈ રીતે થાય ? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે
ઉત્સુત્રભાષણ દુરંત-અનંત સંસારનું કારણ છે અથવા તેનાથી ઉપલક્ષિત અયુક્તતર એવા સંસારનું કારણ છે. તેથી મરીચિને પણ ઉસૂત્રભાષણથી અયુક્તતર એવો સંસાર પ્રાપ્ત થયો, માટે દૃષ્ટાંતનો કોઈ વિરોધ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવનો જે સંસાર વિદ્યમાન હોય તેટલો કાળ તે સંસારમાં પરિભ્રમણ કરે, પરંતુ ઉત્સુત્રભાષણનો પ્રસંગ ન આવેલો હોય તો અયુક્તતર સંસાર પ્રાપ્ત થાય નહિ. પરંતુ ઉસૂત્રભાષણથી અયુક્તતર સંસારની પ્રાપ્તિ થાય છે. વળી, સાધના કરીને કોઈએ સંગશક્તિ ઘટાડેલી હોય તો અલ્પ થયેલો સંસાર પણ ઉસૂત્રભાષણથી સંગશક્તિની વૃદ્ધિને કારણે વધે છે અને તે વધેલો સંસાર પણ ઘણા પ્રકારની વિડંબનાવાળો પ્રાપ્ત થાય છે. માટે સંસારની દુર્ગતિઓની વિડંબનાથી ભય પામેલા જીવોએ વિપરીત પ્રરૂપણાના પરિવાર માટે અત્યંત યત્ન કરવો જોઈએ. છતાં કોઈક રીતે વિપરીત પ્રરૂપણા થઈ હોય તોપણ તીવ્ર નિંદાના ભાવપૂર્વક પ્રતિક્રમણ કરીને તે અનર્થોથી આત્માનું રક્ષણ કરવું જોઈએ.