________________
૭૩
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
મરીચિનું આ વચન આવશ્યકનિર્યુક્તિમાં દુર્ભાષિત કહેવાયું છે, ઉસૂત્ર કહેવાયું નથી. માટે મરીચિના વચનને ઉત્સુત્રરૂપ કહી શકાય નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું વચન મિથ્યા છે; કેમ કે દુર્ભાષિત વચન જ આગમથી વિરુદ્ધ અર્થને કહેનારું છે, માટે તેને ઉત્સુત્ર જ કહેવું જોઈએ. તેમાં ગ્રંથકારશ્રીએ પંચાશકવૃત્તિની સાક્ષી આપી. ત્યાં દુર્ભાષિત વચનનો અર્થ વૃત્તિકારે અનાગમિક ર્યો છે અને તેમાં મરીચિનું દૃષ્ટાંત આપેલ છે. તેથી નક્કી થાય છે કે દુર્ભાષિત વચન ઉત્સુત્રરૂપ છે.
વળી, શ્રાવકદિનકૃત્યના વચનથી પણ મરીચિનું વચન ઉન્માર્ગ દેશનારૂપ છે તેમ સિદ્ધ થાય છે. વળી, ધર્મરત્નપ્રકરણમાં પણ કહ્યું છે કે બળતા અગ્નિમાં પડનારા પુરુષના સાહસ કરતાં અધિક સાહસ સૂત્રનિરપેક્ષદેશના છે અને તેમાં મરીચિનું દૃષ્ટાંત આપેલ છે. તેથી ફલિત થાય છે કે મરીચિનું વચન ઉસૂત્રભાષણરૂપ જ છે. વળી, ઉપદેશમાલાના સાક્ષીપાઠમાં પણ કહ્યું છે કે ઉસૂત્રની આચરણા કરનારો ચીકણાં કર્મને બાંધે છે, માયામૃષાવાદ કરે છે અને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી ફલિત થાય છે કે મરીચિનું ઉસૂત્રવચન ચીકણાં કર્મબંધનું કારણ હતું, માયામૃષાવાદરૂપ હતું અને સંસારની વૃદ્ધિનું કારણ હતું. વળી, ધર્મરત્ન પ્રકરણની સાક્ષીમાં કહેલ છે કે ઉન્માર્ગની દેશનાથી, માર્ગના નાશથી, ગૂઢહૃદયવાળી માયાથી, શઠ સ્વભાવથી કે શલ્યપણાથી જીવ તિર્યંચા, બાંધે છે. તેથી ફલિત થાય કે ઉન્માર્ગની દેશના સંસારના પરિભ્રમણનું કારણ છે. વળી, ઉન્માર્ગની દેશનાથી ચારિત્રનો નાશ થાય છે. ઉત્સુત્રપ્રરૂપણા કરનારા જીવો જોવા યોગ્ય નથી.
આ બધાં આગમવચનો સાંભળીને પણ સ્વાગ્રહના ચિત્તવાળા જે અન્યથા-અન્યથા કહે છે=મરીચિનું વચન દુર્ભાષિત છે, ઉસૂત્ર નથી એ પ્રમાણે જે અન્યથા-અન્યથા કહે છે, તે મહાસાહસ જ છે; કેમ કે તેનાથી તો સંસારના પરિભ્રમણની જ પ્રાપ્તિ છે. વળી, શ્રાદ્ધવિધિ પ્રકરણમાં પણ આશાતનાના અધિકારમાં ઉસૂત્રભાષણાદિને અનંતસંસારનું કારણ કહેલ છે તેમાં મરીચિને દૃષ્ટાંત બતાવેલ છે. માટે મરીચિનું વચન ઉત્સુત્ર નથી, તેમ કહેવું ઉચિત નથી. વળી, યોગશાસ્ત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે વીરપ્રભુ ઉન્માર્ગની દેશનાથી કોટાકોટિ સાગરોપમકાળ સંસારમાં ભમ્યા. તેથી પણ નક્કી થાય છે કે મરીચિનું વચન ઉસૂત્રરૂપ છે. વળી, યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે બધાં પાપોથી વિપરીતપ્રરૂપણા અત્યંત મહાપાપ છે. મરીચિના ભવમાં ભગવાને તેને સેવીને જે પાપ પ્રાપ્ત કર્યું તેનાથી ચરમ ભવમાં ગોવાળિયાથી પણ કદર્થના પામ્યા, માટે મરીચિનું વચન ઉસૂત્રરૂપ છે. ભગવાને મરીચિના ભવમાં જો ઉસૂત્ર પ્રરૂપણા ન કરી હોત તો ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાને કારણે શીધ્ર સંસારનો અંત કરત, એટલું જ નહિ પણ ઉત્સુત્રને કારણે જે મલિનતા ઉત્પન્ન થઈ તેના કારણે પછીના ભાવોમાં જે ચીકણાં કર્મો બાંધ્યા, તે ચીકણાં કર્મોનાં ફળરૂપે ચરમભવમાં પણ ગોવાળિયાથી જે કદર્થના ભગવાનને પ્રાપ્ત થઈ, તે સર્વ થાત નહિ. તેથી ઉત્સુત્ર