________________
ઉ૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ અસમર્થત્વરૂપ અસ્પષ્ટપણું, ઉત્સવના આભોગના અભાવથી નથી=મરીચિને આ મારું વચન ઉસૂત્ર છે એવા જ્ઞાનના અભાવને કારણે નથી, પરંતુ અભિમત નિષેધ અંશમાં=ત્રિદંડી વેષ ભગવાનને ધર્મરૂપે અનભિમત છે તેના વિષેધ અંશમાં, દેશવિધિના આરોપના પ્રયોજક એવા તથાવિધ સંક્લેશથી= કંઈક ધર્મ છે. એ પ્રકારની દેશવિધિના આરોપનો પ્રયોજક એવો મરીચિના અધ્યવસાયમાં વર્તતો તેવા પ્રકારનો શિષ્ય કરવાનો જે સંક્લેશ તેનાથી, મરીચિતા વચનમાં અસ્પષ્ટપણું હતું તેમ અવય છે. આથી જ-મરીચિનું અસ્પષ્ટ વચન તેવા પ્રકારના સંક્લેશથી થયું છે. આથી જ, સ્પષ્ટ અપ્રરૂપણ પણ આવું મરીચિનું, અસ્પષ્ટતારૂપ જાતિવિશેષશાલી ઉત્સવરૂપ પ્રરૂપણામાં જ પર્યવસાન પામે છે. તે=મરીચિનું ઉસૂત્રભાષણ અસ્પષ્ટતારૂપ જાતિવિશેષશાલી ઉસૂત્રરૂપ પ્રરૂપણા છે. તે, પાક્ષિક સપ્તતિકાની વૃત્તિમાં કહેવાયું છે – “ઉસૂત્રપ્રરૂપણાનું સંસારનું હેતુપણું હોવાથી." એ પ્રકારનું કા પછી પાક્ષિકસપ્તતિકાની વૃત્તિમાં કહેલ વચનની “થો'થી સાક્ષી આપે છે –
“યથાસ્થિત શાસ્ત્રવચનને સ્પષ્ટ રીતે પ્રગટ નહિ કહેતો પુરુષ બોધિલાભનો નાશ કરે છે. જે પ્રમાણે વીર ભગવાનનો જરામરણરૂપ સમુદ્ર વિશાળ થયો” (ઉપદેશમાલા ગાથા-૧૦૬)
વળી, ‘ત્તિ દેશવિરતિના અભિપ્રાયથી કહેવાયું છે એ પ્રમાણે પૂર્વપક્ષીએ કેવી રીતે નિર્ણય કર્યો? અર્થાત્ પૂર્વપક્ષીનો તે નિર્ણય બરાબર નથી; કેમ કે ઉપદેશમાલાની વૃત્તિમાં, હે કપિલ ! અહીં પણ અને અન્યત્ર પણ'=મારા સંબંધી અને સાધુ સંબંધી અનુષ્ઠાનમાં પણ, ધર્મ છે. એ પ્રમાણે કથન છે અને ત્યાં ઉપદેશમાલાની વૃત્તિમાં, ‘સાધુ સંબંધી’ એ પ્રકારના કથનથી ‘મસંબંધી દેશવિરતિ અનુષ્ઠાનમાં ધર્મ છે.” એ પ્રકારનો અભિપ્રાય જ છે. એમ ન કહેવું; કેમ કે “જિનધર્મમાં આળસુ એવા કપિલને જાણીને શિષ્યને ઇચ્છતા એવા તે=મરીચિએ, તેને=કપિલને, કહ્યું, ‘જેનમાર્ગમાં પણ ધર્મ છે, મારા માર્ગમાં પણ વિદ્યમાન છે ધર્મ વિદ્યમાન છે.” તે પ્રકારના હૈમવીરચરિત્રના=હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ-૧૦ આત્મક વીરચરિત્રના, વચનથી સ્વમાર્ગમાં પણ તેના વડે ધર્મનું કથન છે.
અને તેનો=મરીચિનો, સ્વમાર્ગ સ્વપરિગૃહીત લિંગાચારરૂપ કપિલદર્શન જ છે અને તે માર્ગમાં= કાપિલદર્શતરૂપ માર્ગમાં, નિયતકારણતા વિશેષ સંબંધથી=અંતરંગ રીતે મોક્ષને અનુકૂળ પરિણામરૂપ ધર્મને નિષ્પન્ન કરે તેવી નિયતકારણતા છે જેમાં તેના વિશેષના સંબંધથી, ઘર્મમાત્ર જ નથી, તો કઈ રીતે દેશવિરતિઅનુષ્ઠાન હોય ? એથી ઉસૂત્ર જ આ છે તેના માર્ગમાં ધર્મ છે એ વચન ઉત્સુત્ર જ છે, એથી અનિયમના અભિપ્રાયથી–નિયતકારણતા સ્વીકાર્યા વગર અનિયમના અભિપ્રાયથી, આના ઉસૂત્રના પરિવારમાં મરીચિતા કૃષિ વચતના ઉત્સવના પરિહારમાં, અન્ય લિંગાચારાદિ સિદ્ધનો અભ્યપગમ હોવાથી ચારિત્રાદિના પણ ત્યાં કપિલદર્શનમાં, અભ્યપગમતી આપત્તિ છે, એથી આ= મરીચિએ કપિલને દેશવિરતિના અભિપ્રાયથી “દ એ પ્રમાણે કીધું એ, અર્થ વગરનું છે. આના દ્વાર-“કપિલ ! અહીં પણ છે” એ પ્રકારના કથનમાં “ગ' શબ્દનો “એવકાર' અર્થ હોવાથી નિરૂપચરિત ખરેખર અહીં જ=સાધુમાર્ગમાં જ, ધર્મ છે અને “જિ” એ વચનમાં સ્વલ્પ