________________
ઉક
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ उम्मग्गदेसओ मग्गणासओ गूढहिययमाइल्लो । सढसीलो अ ससल्लो तिरिआउं बंधइ जीवो ।। उम्मग्गदेसणाए चरणं णासंति जिणवरिंदाणं । વાવUUવંસUT વસ્તુ ને હુ નઝ્મ તારસા ડું 1 (પ્રવ.સ. ૬૪૬) इत्याद्यागमवचनानि श्रुत्वापि स्वाग्रहग्रस्तचेतसो यदन्यथाऽन्यथा व्याचक्षते विदधति च तन्महासाहसमेव, अनर्वाक्पारासारसंसारापारपारावारोदरविवरभाविभूरिदुःखभाराङ्गीकाराद् ।।” इति ।। ટીકાર્ય :
ઘર્મરત્નકર ..... તુમારીવાિિત | ધર્મરત્નપ્રકરણ સૂત્ર અને વૃત્તિમાં પણ કહેવાયું છે –
“જે કારણથી ઉત્સુત્ર પ્રરૂપણા કટ્ટવિપાકવાળી જાણતા પણ પુરુષ વડે સૂત્રબાહ્ય અર્થમાં નિર્દેશ=નિશ્ચય, અપાય છે. તે કારણથી આ સૂત્રબાહ્ય અર્થમાં અપાયેલો નિર્દેશ, અતિસાહસ છે. ૧૦૧.”
વ્યાખ્યા : બળબળતા અગ્નિમાં પ્રવેશ કરનાર પુરુષના સાહસથી પણ અતિસાહસ આ આગળ બતાવે છે એ, વર્તે છે. જે કારણથી ઉસૂત્ર પ્રરૂપણા=સૂત્ર નિરપેક્ષ દેશના, કવિપાકવાળીઃદારુણફળવાળી, જાણનાર પણ પુરુષ વડે સૂત્રબાહ્ય અર્થમાં=ભગવાને નહીં કહેલા વસ્તુવિચારમાં, નિર્દેશ=નિશ્ચય, અપાય છે. શું કહેવાયેલું થાય છે ?
એક દુર્ભાષિત વડે મરીચિ દુઃખસાગરને પામ્યો, કોટાકોટિ સાગરોપમ ભમ્યો.” (આવશ્યકનિયુક્તિ ગાથા-૪૩૮). “ઉસૂત્રને આચરતો જીવ અત્યંત ચીકણાં કર્મો બાંધે છે. સંસારવૃદ્ધિ કરે છે અને માયામૃષાવાદ કરે છે.” (ઉપદેશમાલા ગાથા-૨૨૧)
ઉન્માર્ગદેશક, માર્ગનાશક, ગૂઢ હદયને કારણે માયાવાળો, શઠશીલવાળો, સશલ્ય એવો જીવ તિર્યંચાયુ બાંધે છે.”
ઉન્માર્ગ દેશનાથી વ્યાપક દર્શનવાળા જિનેન્દ્ર સંબંધી ચારિત્રનો નાશ કરે છે. તેવા પ્રકારના તેઓ જોવા માટે યોગ્ય નથી." (પ્રવચનસારોદ્ધાર ગાથા-૬૪૬)
ઈત્યાદિ આગમનાં વચનો સાંભળીને પણ સ્વાગ્રહગ્રસ્ત ચિત્તવાળો જે અન્યથા-અન્યથા બોલે છે અને કરે છે. તે મહાસાહસ જ છે; કેમ કે આદિ અને અંત વગરના સંસાર રૂપી ઉદરના વિવર્તભાવી એવા ઘણા દુઃખના ભારનો અંગીકાર છે.”
‘ત્તિ’ શબ્દ ધર્મરત્નપ્રકરણની વૃત્તિની સમાપ્તિમાં છે. ટીકાઃ
तथा श्राद्धविधिवृत्तावप्याशातनाधिकारे प्रोक्तं -