________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
જે સૂત્રાનુસાર બોલાયેલ ભાષા છે. જે મહાત્મા જિનવચનના સૂત્રથી વિપરીત શ્રુતજ્ઞાનના ઉપયોગમાં હોય તેઓ જે ભાષા બોલે તે અસત્યભાષા છે અને તે ભાષા ઉત્સુત્રરૂપ છે. વળી, જે સાધુ કોઈ પ્રયોજનથી જિનવચનાનુસાર “તું આ કાર્ય કર !” ઇત્યાદિ કહેતા હોય તો નિશ્ચયથી તે સત્યભાષા હોવા છતાં શ્રુતભાવભાષાને આશ્રયીને તે અનુભયભાષા છે. તેથી શ્રુતભાવભાષાને આશ્રયીને શ્રુતકેવલી પૂ. ભગવાન ભદ્રબાહસ્વામીજીએ જે ત્રણ વિભાગ કર્યા છે તેના અજ્ઞાનને કારણે પૂર્વપક્ષી મરીચિના વચનને ઉત્સુત્રમિશ્ર કહે છે, માટે તે વચન અર્થવગરનું છે.
આ રીતે જૈન પ્રક્રિયાના અજ્ઞાનને કારણે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, કોઈ અન્ય કહે છે કે મરીચિની અપેક્ષાએ મરીચિનું વચન અનુસૂત્ર છે અને કપિલની અપેક્ષાએ વિપર્યાસબુદ્ધિ જનકત્વનું મરીચિને જ્ઞાન હોવા છતાં મરીચિને અનાભોગ હતો કે મારું આ વચન ઉસૂત્ર થશે. આ પ્રકારનું કોઈનું વચન “મારી માતા વંધ્યા છે. તેના જેવું છે અર્થાત્ અસંબદ્ધ છે; કેમ કે મરીચિને મારું વચન કપિલની વિપર્યાસબુદ્ધિનું જનક છે એવું જ્ઞાન હોય તો તેમને ઉસૂત્રનો અનાભોગ છે તેમ કહી શકાય નહિ; કેમ કે વિપર્યાય બુદ્ધિનું જનક વચન જ ઉત્સુત્રરૂપ છે. વળી, મરીચિ શાસ્ત્રમાં વ્યુત્પન્ન છે, તેથી તેને અનાભોગથી ઉત્સુત્ર છે, તેમ કહી શકાય નહિ; કેમ કે પોતે તેવું અસ્પષ્ટ વચન બોલે તોપણ આ મારું વચન ઉસૂત્ર છે, તેવો નિર્ણય વ્યુત્પન્ન એવા મરીચિને અવશ્ય થાય.
અહીં કોઈ કહે કે મરીચિને સાધુ પ્રત્યે ભક્તિ છે, તેથી તે ઉત્સુત્રભાષણ કરે નહિ. તેથી અનાભોગથી જ મરીચિનું ઉત્સુત્રભાષણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સાધુ પ્રત્યેના ભક્તિવાળા પણ મરીચિને વિચિત્ર કર્મપરિણતિને કારણે ઉત્સુત્રભાષણ થયેલું છે. આશય એ છે કે મરીચિ તત્ત્વના જાણકાર હતા અને તેમનામાં સાધુ પ્રત્યે ભક્તિ હતી; છતાં શિષ્ય કરવાનો અભિલાષ થયો, તે લોભને વશ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરાવે તેવો કર્મનો પરિણામ વિપાકમાં આવ્યો, તેથી તત્ત્વના જાણ અને સાધુ પ્રત્યે ભક્તિવાળા જીવ એવા મરીચિથી પણ ઉત્સુત્રભાષણ થયું. વળી, મરીચિએ કપિલને જે ઉત્સુત્રવચન કહ્યું તે અસ્પષ્ટ કહેલું. તે અસ્પષ્ટતા અભિમત અંશમાં વિધિ સર્વજ્ઞને અભિમત અંશમાં વિધિ, અને સર્વજ્ઞને અનભિમત અંશમાં નિષેધના નિર્ણયને કરવામાં અસમર્થ અસ્પષ્ટ વચન હતું તેથી તે ઉત્સુત્ર અજ્ઞાનથી ન હતું, પરંતુ ભગવાનને મરીચિના વેશમાં ધર્મ અભિમત ન હતો, તેથી તેમાં ભગવાનનું વચન ધર્મનો નિષેધ કરે છે. તે અંશમાં ધર્મના વિધાનનું આરોપણ કરવાનું કારણ બને તેવો મરીચિમાં સંક્લેશ વર્તતો હતો, તેથી તે સંક્લેશરૂ૫ રાગને વશ મરીચિએ ઉસૂત્રભાષણ કર્યું હતું. માટે મરીચિના વચનમાં અસ્પષ્ટતારૂપ જાતિવિશેષશાલી ઉસૂત્રપ્રરૂપણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે “ભગવાનની પૂજામાં ધર્મ નથી.” એ પ્રકારનું વચન સ્પષ્ટતા નામની જાતિવાળું ઉત્સુત્ર છે. અને મરીચિનું વચન અસ્પષ્ટતા જાતિવિશેષવાળું ઉસૂત્ર છે. જેમ સાવઘાચાર્યે કહેલ કે જૈનશાસન અનેકાંતમય છે, તેમાં એકાંત ગ્રહણ કરવો જોઈએ નહિ. તે વચન પણ અસ્પષ્ટતા જાતિવિશેષવાળું ઉત્સુત્રવચન છે.