________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર છે. અને તેમાં યુક્તિ આપેલ કે મરીચિએ પોતાનામાં રહેલા દેશવિરતિધર્મને સામે રાખીને ‘થોડો અહીં ધર્મ છે' એમ કહેલ અને કપિલને વિપર્યાસનું કારણ બને તેવું તે વચન હતું માટે ઉત્સૂત્રમિશ્ર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
93
મરીચિએ ‘F’ એ પ્રમાણે જે કહ્યું, તે દેશવિરતિના અભિપ્રાયથી કહ્યું છે, તે કેવી રીતે પૂર્વપક્ષીએ નિર્ણય કર્યો ? અર્થાત્ પૂર્વપક્ષીનું તે વચન યુક્ત નથી; કેમ કે ઉપદેશમાલાની વૃત્તિમાં મરીચિએ જે કહ્યું તેનો અર્થ કરતાં કહે છે કે ‘મારા સંબંધી અને સાધુ સંબંધી અનુષ્ઠાનમાં ધર્મ છે.’ એ પ્રમાણે મરીચિએ કહ્યું છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ-૧૦માં કહ્યું છે કે ‘કપિલને જિનધર્મમાં આળસુ જાણીને શિષ્યને ઇચ્છતા મરીચિએ કપિલને કહ્યું છે કે જૈનમાર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં ધર્મ છે.' તેથી એ ફલિત થાય કે મરીચિએ પોતે કલ્પના કરેલા વેશભૂત માર્ગમાં ‘થોડો ધર્મ છે.’ તેમ કહેલ છે. મરીચિએ જે વેશની કલ્પના કરી છે તેમાં લેશ પણ ધર્મ નથી; કેમ કે ‘સાધુ કષાય વગરના છે અને હું કષાયવાળો છું, માટે કાષાયિકવસ્ત્રને ધારણ કરું.' ઇત્યાદિ કલ્પના કરીને મરીચિએ તે વેશની કલ્પના કરી છે. તે વેષમાં ધર્મનિષ્પત્તિની નિયતકા૨ણતા નથી, તેથી ત્યાં ધર્મ છે તેમ કહેવું તે ઉત્સૂત્રવચન છે.
'
આશય એ છે કે ભગવાને કહેલો સાધુનો વેશ તે તે પ્રકારના ધર્મની નિષ્પત્તિના અંગરૂપે તે તે પ્રકારના વસ્ત્રાદિ ધારણનું વિધાન કરે છે. તેથી ભગવાને બતાવેલ વિધિ અનુસાર જેઓ રજોહરણ ધારણ કરે છે તે પણ જીવરક્ષાની ઉચિત યુતના દ્વારા આત્મામાં ધર્મ નિષ્પત્તિનું કારણ છે. તે રીતે સાધુની સર્વ ઉપધિ જેઓ સમ્યગ્ રીતે ધારણ કરનારા છે તેઓમાં ધર્મનિષ્પત્તિ પ્રત્યે નિયત કારણ તેમની સર્વ ઉપધિ છે. તેથી આત્મામાં પ્રગટ થયેલો ધર્મ પણ નિયતકારણતાવિશેષસંબંધથી સાધુના લિંગમાં છે. જ્યારે મરીચિ વડે કલ્પના કરાયેલા વેશમાં નિયતકારણતાવિશેષસંબંધથી કોઈ પ્રકારનો ધર્મ નથી. માટે તેમાં દેશવિરતિ અનુષ્ઠાન છે. એ પ્રમાણે કહેવું તે ઉત્સૂત્રવચન છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મરીચિના વેશમાં નિયતકા૨ણતાવિશેષસંબંધથી ધર્મ નહીં હોવા છતાં અનિયમ અભિપ્રાયથી ધર્મ સ્વીકારી શકાશે. માટે તેને ધર્મ કહેવામાં ઉત્સૂત્રની આપત્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અનિયમ અભિપ્રાયથી તો ગૃહસ્થલિંગમાં, અન્યલિંગમાં પણ ધર્મસિદ્ધિ થાય છે, તેથી એ અભિપ્રાયથી તો સર્વત્ર ધર્મ સ્વીકારી શકાય. આમ સ્વીકારીએ તો ગૃહસ્થના વેશમાં પણ ધર્મ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે શાસ્ત્રમાં અન્યલિંગાદિ સિદ્ધને સ્વીકાર્યા છે. આમ સ્વીકારીએ તો મરીચિના વેશમાં ચારિત્રના સ્વીકારની પણ આપત્તિ આવે. માટે પૂર્વપક્ષીનું વચન અર્થ વગરનું છે. અર્થાત્ ‘મરીચિએ પોતાના દેશવિરતિના અભિપ્રાયથી ‘અહીં થોડો ધર્મ છે' એમ કહ્યું એ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન અર્થ વગરનું છે.
વળી, ‘ગ્વિ’થી સ્થાપન કર્યું કે પૂર્વપક્ષીનું વચન અર્થ વગરનું છે. એ કથન દ્વારા જ્ઞાનસાગરસૂરીશ્વરજી મહારાજનું વચન પણ વ્યાખ્યાત થાય છે.