________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
પ૭
અને પ્રકારરૂપ ધર્મ તે બેમાં મિશ્રપણું છે; કેમ કે ધર્મીનો યથાર્થ બોધ છે અને પ્રકારનો વિપરીત બોધ છે. માટે તે વચન અસત્ય નથી પણ અસત્ય મિશ્ર છે. તેમ જેઓ જે કોઈ પ્રકારનું ઉસૂત્ર બોલે છે તેમાં પણ ધર્મી અંશમાં તે જ્ઞાન અબ્રાન્ત છે અને પ્રકાર અંશમાં વિપર્યાય છે. માટે તે ઉસૂત્રવચનને પણ મિશ્ર વચન સ્વીકારવું પડે. જેમ કોઈ કહે કે “ભગવાનની પૂજામાં હિંસા હોવાથી પાપ છે.” તે વચન ઉસૂત્રરૂપ છે, છતાં ભગવાનની પૂજા વિષયક તે બોધ યથાર્થ છે અને અધર્મત્વ પ્રકારથી તે વચન અસત્ય છે. માટે પૂજારૂપ ધર્મઅંશમાં તેનું વચન સત્ય છે અને અધર્મસ્વરૂપ પ્રકાર અંશ મિથ્યા છે. તેથી ભગવાનની પૂજા પાપરૂપ છે એ વચન પણ ઉત્સુત્રમિશ્ર માનવાની આપત્તિ આવે. અને તે રીતે સ્વીકારીએ તો કેવલ ઉસૂત્ર કોઈ વચન નથી; પરંતુ બધા ઉત્સુત્રવચનો મિશ્રવચન છે, એમ માનવાનો પ્રસંગ આવે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને આપત્તિ આપી કે વિષયના ભેદથી એક વાક્યપ્રયોગમાં મિશ્રત્વ સ્વીકારીને મરીચિના વચનને ઉત્સુત્રમિશ્ર કહેવામાં આવે તો સર્વ ઉત્સુત્રવચનને ઉત્સત્રમિશ્ર કહેવાની આપત્તિ આવશે. તેથી પૂર્વપક્ષી કહે કે તો પછી પ્રકારના ભેદથી જ મરીચિના વચનમાં મિશ્રપણું છે; કેમ કે પોતાના આત્માને સત્યબોધકત્વ પ્રકારના ભેદથી ઉપરક્ત અને કપિલને અસત્યબોધત્વ પ્રકારના ભેદથી ઉપરક્ત એવા અભિપ્રાયના ઉપશ્લેષવાળું મરીચિનું વચન હતું. તેથી ધર્મી અંશમાં યથાર્થ હોવા છતાં બે પ્રકારમાંથી એક પ્રકારને આશ્રયીને સત્યરૂપ છે અને બીજા પ્રકારને આશ્રયીને અસત્યરૂપ છે. માટે ઉત્સુત્રમિશ્ર કહી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ પ્રકારનું વચન બરાબર નથી; કેમ કે જો મરીચિને સૂત્ર કથન અંશમાં પ્રબલ અભિપ્રાય હોય તો તે વચન અનુસૂત્રરૂપ બને છે અને ઉત્સુત્ર કથન અંશમાં પ્રબલ અભિપ્રાય હોય તો તે ઉત્સુત્રરૂપ જ બને છે. માટે તે વચનને મિશ્ર સ્વીકારવાનો અવકાશ નથી.
આશય એ છે કે મરીચિનો આશય ભગવાનના વચનાનુસાર જ કહેવાનો હોય તો કપિલને કદાચ તેવો ભ્રમ થાય તોપણ તે વચન ઉસૂત્રરૂપ બને નહિ. જેમ તીર્થંકરની દેશનાથી એકાંતવાદીઓને એકાંત બોધ થાય છે તોપણ તીર્થકરનું વચન ઉસૂત્રરૂપ બનતું નથી. તેથી જિનવચનાનુસાર કહેવાનો પ્રબલ અધ્યવસાય મરીચિને હોત તો, “કપિલને કઈ રીતે યથાર્થ બોધ થાય તે રીતે મરીચિએ કહ્યું હોત.” અને જો સૂત્રની વિરુદ્ધ કહેવાનો અભિપ્રાય પ્રબલ હોય તો મરીચિના વચનમાં બે પ્રકારોની પ્રાપ્તિ હોવા છતાં સત્યત્વ-અસત્યત્વ પ્રકારોની પ્રાપ્તિ હોવા છતાં, તે મરીચિનું વચન ઉસૂત્રરૂપ જ છે; કેમ કે ભગવાનના વચનને નિરપેક્ષ થઈને, શિષ્યના લોભને વશ થઈને મરીચિએ કપિલને વિપરીત બોધ કરાવવાના પ્રબલ અભિપ્રાયથી તે વચનપ્રયોગ કરેલો છે. તેથી તે ઉત્સુત્રરૂપ જ કહી શકાય; કેમ કે જિનવચનથી નિરપેક્ષ કહેવાનો પરિણામ છે. જો તેવું ન માનો તો જમાલિમતના અનુસરનારા પણ ક્રિયમાણે ન કૃતમ્' એ પ્રકારનું ઉત્સુત્રવચન કહે છે, તોપણ અન્ય જે કાંઈ ઉપદેશ આપે છે તે સત્ય ઉપદેશ છે. તેથી તેમના ઉપદેશને પણ ઉજૂત્રમિશ્ર સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે ‘ક્રિયમાણે ન કૃતમ્' એ અંશથી અસત્ય અને અન્ય અંશથી સત્ય, એવો તેઓ ઉપદેશ આપે છે. આમ સ્વીકારીએ તો મોટું અસમંજસ થાય; કેમ કે શાસ્ત્રમાં તેઓને ઉસૂત્રભાષી કહ્યા છે તેના ઉપલાપનો પ્રસંગ છે.