________________
પ૬
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦ તેને ગ્રંથકારશ્રી કહે છે – આવા પ્રકારના બે ભાવનો એકદા અસંભવ છે; કેમ કે ઉપયોગદ્વયના યોગપદ્યના સ્વીકારનું અપસિદ્ધાંતપણું છે. તેથી એ ફલિત થાય કે મરીચિના ઉપયોગમાં આત્મવંચનારૂપ માયાના પરિણામથી યુક્ત કપિલને ઠગવાનો જ પરિણામ હતો, પરંતુ સત્ય બોલીને જિનવચનના પક્ષપાતના ભાવરૂપ સત્ય પરિણામ ન હતો. તેથી તે વચનને ફક્ત દ્રવ્યથી જ સત્ય કહી શકાય.
અહીં પૂર્વપક્ષી કહે કે એક જ સમૂહાલંબન ઉપયોગ છે. અર્થાત્ જેમ સેનાને જોઈને હાથી-ઘોડાત્મક સમૂહાલંબન ઉપયોગ હોય છે તેમ “મારે કંઈક જિનવચનાનુસાર કહેવું છે અને કંઈક કપિલને પરિવ્રાજક વેષમાં ધર્મબુદ્ધિ થાય તેવું કહેવું છે.” તેવો સમૂહાલંબનરૂપ એક ઉપયોગ છે તો ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને પૂછે છે –
કોનાથી કોનું મિશ્રપણું છે ? અર્થાત્ જિનવચનાનુસાર કહેવું છે, એ અભિપ્રાયથી અસત્યનું મિશ્રપણું છે? કે કપિલને વિપરીત બોધ કરાવવો છે, તેનાથી જિનવચનાનુસાર કહેવાનો પરિણામ મિશ્ર છે ? અર્થાત્ આ બંનેમાંથી કોઈ પ્રકારનું મિશ્ર સંભવે નહીં, કેમ કે જિનવચનાનુસાર કહેવાનો પરિણામ પૂર્વમાં હોય અને ઉત્તરમાં જિનવચનથી વિપરીત અસત્ય કહેવાનો પરિણામ હોય તો તે પ્રકારના બે ઉપયોગનો સમૂહ તે સમૂહાલંબન જ્ઞાન કહેવાય. અને તે બે ઉપયોગો પૂર્વ-ઉત્તર ભાવી હોવાથી કોઈનાથી કોઈનું મિશ્રણ થઈ શકે નહિ, પરંતુ એક કાલમાં જ બે ઉપયોગ હોય તો જ તે બે ભાવનો મિશ્ર ભાવ થઈ શકે. અને એક કાલમાં પરસ્પર વિરુદ્ધ બે ઉપયોગો શાસ્ત્રમાં નિષિદ્ધ છે અર્થાત્ એક કાલમાં જિનવચનાનુસાર કહું અને જિનવચનથી વિરુદ્ધ કહું એવા બે વિરુદ્ધ ઉપયોગનો અસંભવ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મરીચિનું આ વચન નિયમથી, પદાર્થયની અપેક્ષાવાળું છે અર્થાત્ જિનવચનાનુસાર મારા દેશવિરતિ ધર્મને કંઈક ધર્મ કહું એ રૂપ એક પદાર્થ અપેક્ષાવાળું છે અને મરીચિને મારા વેશમાં ધર્મબુદ્ધિ થાય એ રૂપ અન્ય પદાર્થની અપેક્ષાવાળું છે. એથી વિષયભેદને કારણે=બે પદાર્થરૂપ વિષયભેદને કારણે, એકત્ર પણ મરીચિના વચનમાં મિશ્રપણું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે બે પદાર્થને ગ્રહણ કરીને એક વચનને મિશ્રપણું સ્વીકારવામાં આવે તો જે કોઈ ઉત્સુત્રવચનો છે તે સર્વ મિશ્રવચન જ સ્વીકારવાં પડશે. પરંતુ કોઈ ઉસૂત્રવચન જગતમાં નથી તેમ માનવું પડશે; કેમ કે જે કંઈ ઉસૂત્રવચન છે, તે સર્વ અસત્ય વચનરૂપ હોવા છતાં ધર્મી અંશમાં સત્યરૂપ છે.
કેમ ધર્મ અંશ સત્ય છે ? તેમાં યુક્તિ બતાવે છે – “સર્વ જ્ઞાન ધર્મી અંશમાં અભ્રાન્ત હોય છે, પ્રકાર અંશમાં જ વિપર્યય હોય છે એ પ્રમાણે શાસ્ત્રીય પ્રવાદ છે.
આશય એ છે કે “આ રજત છે.” એમ દૂરવર્તી દેખાતી શક્તિને જોઈને કોઈ કહે તો “આ” શબ્દથી ઉલ્લેખ્ય પૂર્વવર્તી ધર્મી પદાર્થ છે, જે શુક્તિરૂપ છે. જેમાં શક્તિત્વધર્મ છે, તે શુક્તિત્વધર્મને બદલે રજતત્વધર્મથી તેનો બોધ કર્યો. તેથી રજતત્વ પ્રકાર ‘ફ૬ વસ્તુ એ પ્રકારનો બોધ થાય છે. તેમાં રજતત્વ પ્રકાર અંશમાં વિપર્યય છે અને હૂં રૂપ ધર્મા અંશમાં તે બોધ યથાર્થ છે. તેથી તે જ્ઞાનમાં જેમ દ્રવ્યરૂપ ધર્મી