________________
૫૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
સંસારનું અર્જન થયેલું, તેથી નક્કી થાય છે કે મરીચિએ ઉત્સૂત્રભાષણ કર્યું નથી. પરંતુ મરીચિનું ઉત્સૂત્રમિશ્ર વચન છે.
મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર વચન કઈ રીતે છે ? તે પૂર્વપક્ષી બતાવે છે –
મરીચિએ કપિલને સંસારનું સ્વરૂપ બતાવ્યું. તે સ્વરૂપ સાંભળીને કપિલ ધર્મગ્રહણ કરવાને અભિમુખ થયો ત્યારે મરીચિએ કપિલને ભગવાને બતાવેલો સાધુધર્મ કેવો છે, તેનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું. અને તેવો સાધુધર્મ ગ્રહણ કરવા માટે તેને ભગવાન પાસે મોકલ્યો. પરંતુ કર્મના દોષને કારણે કપિલને ભગવાને બતાવેલો સાધુધર્મ ગ્રહણ કરવાનો પરિણામ થયો નહિ. તેથી ફરી મરીચિ પાસે આવે છે. ત્યારે ફરી પણ મરીચિ તેને સાધુધર્મ બતાવે છે; કેમ કે તે શ્રવણથી પણ ફરી તેને સાધુધર્મનો ઉલ્લાસ થાય. આમ છતાં કપિલ સાધુધર્મને અનભિમુખ હોવાને કારણે પૂછે છે કે ‘તમારી પાસે કોઈ ધર્મ છે કે નહિ?’ અને આવશ્યકવૃત્તિ અનુસાર ‘તમારા દર્શનમાં કંઈ ધર્મ છે કે નહિ?' ત્યારે મરીચિ વિચારે છે કે પ્રચુર કર્મવાળો બે વખત કહેવાયા છતાં પણ આ સાધુધર્મને અભિમુખ નથી, માટે મારે ઉચિત સહાય થાય તેવો છે. એમ વિચારીને શિષ્યના લોભથી અને પોતાનામાં દેશવિરતિ ધર્મ છે, એ અભિપ્રાયથી કહ્યું કે – ‘અહીં પણ થોડો ધર્મ છે.’ મરીચિના એ વચનથી કપિલે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને કપિલ દર્શન પ્રવતાવ્યું, જેનાથી કપિલને, મરીચિને અને તે દર્શનના અનુસરનારાઓને મહા અનર્થની પ્રાપ્તિ થઈ; કેમ કે તે કપિલનું દર્શન કુપ્રવચનરૂપ છે. પણ મરીચિનું વચન અનંતસંસારનું કારણ થયું નથી માટે ઉત્સૂત્રમિશ્ર છે; કેમ કે મરીચિનો અભિપ્રાય પોતાની દેશિવરતિને સામે રાખીને કહેવાનો હતો અને કપિલની અપેક્ષાએ તે વિપરીત બોધનું કારણ હતું, માટે ઉત્સૂત્રમિશ્ર વચન છે. આ પ્રકારે કોઈક મહાત્મા કહે છે, તે અસત્ છે; કેમ કે ઉત્સૂત્ર કથનના અભિપ્રાયથી પ્રવૃત્ત એવા મરીચિના વચનનું માયાનિશ્રિત અસત્યરૂપપણું છે. માટે ઉત્સૂત્ર છે.
આશય એ છે કે શિષ્યના લોભથી મરીચિએ કપિલને ‘અહીં પણ થોડો ધર્મ છે' એમ કહ્યું ત્યારે પરિવ્રાજકવેષમાં તેને ધર્મબુદ્ધિ થશે તે પ્રકારના બોધપૂર્વક તે વચનપ્રયોગ કરેલ છે. તેથી કપિલને ઠગવારૂપ માયાનો પરિણામ અને વેશમાં ધર્મ નહીં હોવા છતાં ધર્મને કહેવાનો પરિણામ હોવાથી અસત્ય વચનરૂપ છે. જે અસત્ય વચન છે તે ઉત્સૂત્રરૂપ છે. વળી, પૂર્વપક્ષીએ જે રીતે મરીચિની અપેક્ષાએ સત્ય છે અને કપિલની અપેક્ષાએ અસત્ય છે તેમ કહ્યું તે રીતે ઉત્સૂત્રમિશ્ર સ્વીકારવામાં આવે તો ભગવાનનું વચન પણ ઉત્સૂત્રમિશ્ર થાય; કેમ કે ભગવાનનું વચન ભગવાનની અપેક્ષાએ સત્ય છે. વળી, ભગવાનની ભક્તિવાળા જીવોની અપેક્ષાએ પણ સત્ય છે; કેમ કે તેમને યથાર્થ પરિણમન પામે છે. પરંતુ પાખંડીની અપેક્ષાએ ભગવાનનું વચન અસત્ય છે; કેમ કે તેઓને એકાંતદૃષ્ટિથી પરિણમન પામે છે; છતાં ભગવાનનું વચન ઉત્સૂત્રમિશ્ર નથી, પરંતુ શુદ્ધપ્રરૂપણારૂપ છે, તે પ્રમાણે મરીચિનું વચન પણ ઉત્સૂત્રમિશ્ર નથી, પરંતુ ઉત્સૂત્ર જ છે એમ કહેવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે ભગવાને ૫૨ને અસત્ય બોધના અભિપ્રાયથી કહ્યું નથી, માટે ઉત્સૂત્ર નથી અને